Home /News /ahmedabad /

અમદાવાદ શહેરમાં નશાકારક દવાઓનુ સેવન વધ્યું, SOG એ 446 કફ સીરપ બોટલ સાથે આરોપીની ધરપકડ કરી

અમદાવાદ શહેરમાં નશાકારક દવાઓનુ સેવન વધ્યું, SOG એ 446 કફ સીરપ બોટલ સાથે આરોપીની ધરપકડ કરી

થોડા સમય અગાઉ પણ એસ.ઓ.જી.એ cough syrup ના જથ્થા સાથે રીક્ષા ડ્રાઈવરની ધરપકડ કરી હતી

ઝડપાયેલા આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ છે કે, આરોપી રિક્ષા ડ્રાઇવિંગ કરતો હતો. અને પોતે પણ કોડેઈન કફ સીરપનો બંધાણી છે. અને પોતાની પણ નશાની લત પુરી કરતા અને વેચાણ પણ કરતો હતો.

અમદાવાદ : શહેર (Ahmedabad)માં દારુ કે પછી ડ્રગ્સની સાથે હવે નશાકારક દવાઓ (Narcotic drugs)નુ સેવન પણ વધી રહ્યુ છે. ખાસ કરીને જે દવાઓમાં નશાનુ પ્રમાણ વધારે છે. તેવી દવાઓનું ગેરકાયદે વેચાણ અને નશા માટે ઉપયોગ વધતા પોલીસે (Ahmedabad Police) પણ આવા આરોપીની ધરપકડ કરી દવાનો જથ્થો કબ્જે કર્યો છે. એસઓજી (SOG)એ આવો જ વધુ એક ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી 446 બોટલ કપ સીરપ કબ્જે કરી છે. સાથે જ ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદ એસઓજી ની કસ્ટડીમાં આવેલા આરોપીનુ નામ શારીક ઉર્ફે બાલી શેખ સલમાન ઉર્ફે શાહરૂખ શેખ છે. આરોપીની એસ.ઓ.જી.એ 446 નંગ કફ સીરપની બોટલો સાથે ઝડપી પાડયો છે. આરોપીઓના ઘરમાંથી મળી આવેલી કફ સિરપ મામલે પૂછપરછ કરતા અન્ય એક મુખ્ય આરોપીનું નામ સામે આવ્યું છે. જે હજી ફરાર છે. મુજફફર ઉર્ફે બટુક મોહમદ હુસેન શેખ નામનો આરોપી કફ સીરપનો જથ્થો લાવતો હોવાની કબૂલાત કરી છે. સાથે જ આરોપી દરેક વખતે મોટો જથ્થો લાવી છુટકમાં વેચાણ કરતો હોવાનુ પણ સામે આવ્યુ છે.

આ પણ વાંચો- પોરબંદરમાં પોલીસ કર્મચારીએ સહકર્મીની પત્ની પર બળાત્કાર ગુજારતા ચકચાર

ઝડપાયેલા આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ છે કે, આરોપી રિક્ષા ડ્રાઇવિંગ કરતો હતો. અને પોતે પણ કોડેઈન કફ સીરપનો બંધાણી છે. અને પોતાની પણ નશાની લત પુરી કરતા અને વેચાણ પણ કરતો હતો. બીજી તરફ ઝડપાયેલા આરોપી સારીક અગાઉ લૂંટ અને ચોરીના ગુનામા ઝડપાયો હતો. સાથે જ તેનો ભાઈ અને પિતા હત્યાના અને તેની માતા હત્યાના પ્રયાસના ગુનામા આરોપી છે. એસઓજી એ કફ શિરપની હેરાફેરી અંગે પુછપરછ કરતી સામે આવ્યુ કે અગાઉ પણ તે કફ સિરપની હેરાફેરી કરી ચુક્યા છે.

આ પણ વાંચો- સ્વાતંત્ર્ય દિવસે અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ

થોડા સમય અગાઉ પણ એસ.ઓ.જી.એ cough syrup ના જથ્થા સાથે રીક્ષા ડ્રાઈવરની ધરપકડ કરી હતી એટલે કે રિક્ષા ડ્રાઇવરો અને છૂટક મજૂરી કરતા મજુરો સસ્તા નશા માટે કપ સીરપનો ઉપયોગ કરે છે. અને તેનુ ચલણ પણ વધ્યુ છે. ત્યારે હવે પોલીસે ન માત્ર હેરાફેરી કરતા લોકોની ધરપકડ કરવી પરંતુ જે કંપનીમાંથી ગેરકાયદે કફ સિરપનું વેચાણ કરવામા આવે છે. તેના વિરુદ્ધ પણ કાયદાકીય પગલા લેવામા આવશે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, અમદાવાદ, અમદાવાદ પોલીસ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन