Home /News /ahmedabad /લો બોલો! Sea Plane તો ન ઉડયું પણ વોટર વે માટે નાખેલા બોયા તણાઇને વાસણા બેરેજ પહોંચી ગયા

લો બોલો! Sea Plane તો ન ઉડયું પણ વોટર વે માટે નાખેલા બોયા તણાઇને વાસણા બેરેજ પહોંચી ગયા

સી પ્લેન માટે સાબરમતી નદીમાં લાખો રૂપિયાનો ખર્ચ કરીને વોટર વે તૈયાર કરાયો હતો.

સાબરમતી નદી કિનારે અને રિવરફ્રન્ટમાં વોટર એરોડ્રામ બનાવ્યો હતો. સી પ્લેન માટે સાબરમતી નદીમાં લાખો રૂપિયાનો ખર્ચ કરીને વોટર વે તૈયાર કરાયો હતો.

ગુજરાત રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ 100.17 ટકા વરસાદ નોંધાયો છે. અને આગામી 24 કલાક વરસાદી માહોલ યથાવત રહેશે. અને ઉત્તર ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યાં જ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે તો અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. ગુજરાત સરેરાશ સારો વરસાદ થયો છે અને જેના કારણે જળાશયો છલોછલ છે નદીઓ પણ બે કાંઠે વહી રહી છે.

ભારે વરસાદના કારણે જળાશયોમાં નવા નીર સતત આવી રહ્યા છે. પાણીનું લેવલ જાળવી રાખવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. ધરોઈ ડેમ ઉપર વાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે. જેના કારણે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. જો કે થોડા દિવસ પહેલા પણ પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે વાસણા બેરેજના દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું હતું અને પાણીનું લેવલ 127 ફૂટથી નીચે કરી દેવામાં આવ્યું હતું. પરંતુ ફરી આજે સંત સરોવર ડોમમાંથી 65 હજાર ક્યુસેક પાણી આવક થઈ રહી છે ત્યારે વાસણા બેરેજના19 દરવાજા ખોલી 35 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

આ પણ વાંચો- ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ શર્ટ ઉતારી કર્યો વિરોધ, જાણો શુ હતું કારણ

વાસણા બેરેજમાંથી પાણી છોડાતા નિચાણ વાળા વિસ્તારઓને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી કિનારે લોકોને ન જવા માટે સૂચના આપવામાં આવી છે. સાથે રિવરફ્રન્ટનો વોક વે પણ બંધ કરવામાં આવ્યો છે. તેમજ નવા નીરની આવક થતા સાબરમતી નદીની સફાઈ પણ થઈ ગઈ છે. અને જળકુંભી પણ નીકળી ગઈ છે.

આ પણ વાંચો- લિફ્ટ લઈને 15 ઓગસ્ટથી આ ગુજરાતી યુવાન નીકળ્યો છે ફ્રી કોસ્ટ ભારત યાત્રાએ

સાબરમતી નદી કિનારે અને રિવરફ્રન્ટમાં વોટર એરોડ્રામ બનાવ્યો હતો. સી પ્લેન માટે સાબરમતી નદીમાં લાખો રૂપિયાનો ખર્ચ કરીને વોટર વે તૈયાર કરાયો હતો. સાબરમતી નદીમાં બોયા નાખવામાં આવ્યા હતા. જો કે સી પ્લેન ગણતરીના દિવસ ચાલ્યું અને વોટર એરોડ્રામ તો ધૂળ ખાય રહ્યું હતું. પરંતુ હવે તો સી પ્લેન માટેના વોટર વે માટે નાખેલા બોયા પણ તણાય ગય છે અને વાસણા બેરેજ સુધી બોયા પહોંચી ગયા છે. હવે જો ફરી સી પ્લેન ઉડાડે તો વાસણા બેરેજમાં બોયા શોધવા જવા પડે તેવી સ્થિતી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Gujarati news, Sea plane, અમદાવાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन