Home /News /ahmedabad /

Ahmedabad Crime: તારા ભાઈના કેસનું સમાધાન કરવું હોય તો તું મારી સાથે સબંધ બાંધી લે, યુવતીની ફરિયાદ

Ahmedabad Crime: તારા ભાઈના કેસનું સમાધાન કરવું હોય તો તું મારી સાથે સબંધ બાંધી લે, યુવતીની ફરિયાદ

યુવતીએ વાડજ પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ દાખલ કરાવી છે.

13મી જુલાઈના દિવસે યુવતી તેના ઘરેથી બહાર નીકળી ત્યારે આરોપીએ જાહેરમાં બાથમાં પકડીને  તારા ભાઈના કેસનું સમાધાન કરવું હોય તો તું મારી સાથે સબંધ બાંધી લે તેવી માંગણી કરી હતી.

અમદાવાદ: શહેર (Ahmedabad)માં ભાઇ વિરૂદ્ધ થયેલી ફરિયાદ (FIR)ના સમાધાન માટે એક યુવતી પાસે શારિરીક સંબંધ (Woman molestation)ની માંગણી કરાઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીના ભાઈની વિરુદ્ધમાં નોંધાયેલ છેડતીની ફરિયાદમાં રૂપિયા 50 હજાર આપવાનુ કહીને સમાધાન કર્યું. જો કે 30 હજાર રૂપિયા ચૂકવ્યા બાદ પણ સમાધાન નહીં કરીને આરોપીએ યુવતી સાથે શારીરિક સંબંધની માંગણી કરી. એટલું જ નહીં યુવતીને જાહેરમાં બાથમાં પકડીને તારા ભાઈના કેસનું સમાધાન કરવું હોય તો તું મારી સાથે સબંધ બાંધી લે તેવી માંગણી કરતા અંતે યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

શહેરના જુનાવાડજ વિસ્તાર માં રહેતી એક યુવતીએ વાડજ પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ દાખલ કરાવી છે. યુવતીનો આરોપ છે કે વર્ષ 2018માં તેના ભાઈ સામે છેડતીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે ફરિયાદમાં સમાધાન કરેલ અને ફરિયાદીને રૂપિયા 50 હજાર આપવાનુ નક્કી કર્યું હતું. જે પેટે રૂપિયા 30 હજાર ચૂકવી દેવામાં આવ્યા હતા. અને બાકીના રૂપિયા 20 હજાર કોર્ટ મુદતે હાજર રહી સમાધાન કર્યા બાદ આપવા માટે નક્કી કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો- ગુજ્જુ પત્ની બની પંજાબી યુવતી, ફેક એકાઉન્ટ બનાવી પતિની લંપટ લીલાનો કર્યો પર્દાફાશ

જો કે આ ફરિયાદનાં આરોપી સમાધાન માટે કોર્ટમાં હાજર રહેતા ના હતા. ફરિયાદી યુવતીએ આ બાબતે વાતચીત કરતા આરોપીએ કહ્યું હતું કે, તારા ભાઈનું સમાધાન કરવું હોય તો તું મારી સાથે સબંધ બાંધ. જો કે ફરિયાદીને સમાધાન કરવું હોવાથી જે તે સમયે તેમણે કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી. બાદમાં આરોપી વારંવાર ફોન કરીને યુવતીને સબંધ રાખવા માટે દબાણ કરતો હતો.

આ પણ વાંચો-"હા મોજ" નામના ઇન્સ્ટાગ્રામ આઇડીથી વિદ્યાર્થિનીને બદનામ કરાઈ

13મી જુલાઈના દિવસે યુવતી તેના ઘરેથી બહાર નીકળી ત્યારે આરોપીએ જાહેરમાં બાથમાં પકડીને  તારા ભાઈના કેસનું સમાધાન કરવું હોય તો તું મારી સાથે સબંધ બાંધી લે તેવી માંગણી કરી હતી. જે અંગે યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવતા હાલમાં પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad police, Gujarati news, Latest Ahmedabad Crime news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन