Home /News /ahmedabad /Ahmedabad: આ તારીખથી વૈષ્ણોદેવી સર્કલ-સારંગપુર ટર્મિનસ રૂટ પર નવી બસ સેવા શરૂ થશે, જાણો રૂટ

Ahmedabad: આ તારીખથી વૈષ્ણોદેવી સર્કલ-સારંગપુર ટર્મિનસ રૂટ પર નવી બસ સેવા શરૂ થશે, જાણો રૂટ

X
નોકરિયાત

નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને AMTS બસ સેવાનો લાભ મળશે

નવી બસના રૂટમાં લગભગ 48 જેટલા બસ સ્ટોપનો સમાવેશ કરાયો છે.ઝાયડસ લાઈફ (કોર્પોરેટ ઓફીસ) થી સારંગપુર ટર્મિનસ સુધીનો રહેશે. જેમાં ઝાયડસ લાઈફ, તિરુપતિ આકૃતિ ગ્રીન્સ, વંદેમાતરમ ફેબુલા, જગતપુર ગામ, અનંતા ફ્લેટ, ગોતા ગામ ક્રોસ રોડ, સિલ્વર સ્ટાર ચાંદલોડિયા, નવા વાડજ ટર્મિનસ, જુના વાડજ, ઈન્કમટેક્ષ, દિલ્હી દરવાજા, સારંગપુર ટર્મિનસનો સમાવેશ કરાયો છે.

વધુ જુઓ ...
Parth Patel, Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત બસ સેવામાં દરરોજ લાખો લોકો પ્રવાસ કરતા હોય છે. તેમાંના મોટા ભાગના લોકો મધ્યમ વર્ગના હોય છે. અમદાવાદમાં આવેલા છારોડી વિસ્તારમાં નવી એએમટીએસ બસ સેવા 1લી એપ્રિલથી શરૂ કરવામાં આવી રહી છે. જેનો લાભ સ્થાનિક જાહેરજનતા, વિદ્યાર્થીઓ, ઓફિસ વર્ગ તથા નોકરિયાત વર્ગને મળશે.

બસ સેવા શરૂ થતા લોકોને મોંઘા રીક્ષા ભાડા આપવામાંથી છુટકારો મળશે

આ એએમટીએસ બસ સેવાનો રૂટ વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા ઝાયડસ લાઈફથી સારંગપુર ટર્મિનસ સુધીનો રહેશે. અત્યાર સુધી આ વિસ્તારમાં બસ સેવા ઉપલબ્ધ ન હોવાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા. પરંતુ હવેથી અહીં બસ સેવા શરૂ થતા લોકોને મોંઘા રીક્ષા ભાડા આપવામાંથી છુટકારો મળશે.

સામાજીક કાર્યકર પ્રવીણભાઈ પટેલ સાથે વાત કરતા જણાવ્યું કે અમારા છારોડી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ સમિતિ દ્વારા એકપણ બસની સુવિધા આપવામાં આવતી ન હતી. અમારા સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર અરજીઓ કરવામાં આવી હતી. હાલમાં એએમટીએસ દ્વારા એક બસ મુકવામાં આવી છે. આગામી સમયમાં બીજા રૂટ સાથે જોડી અન્ય બસો પણ એએમટીએસ મુકશે.

આ પણ વાંચો: ગુજરાતમાં માવઠું ક્યારે પીછો છોડશે?

આ એએમટીએસ બસના રૂટની વાત કરીએ તો ઝાયડસ લાઈફ (કોર્પોરેટ ઓફીસ) થી સારંગપુર ટર્મિનસ સુધીનો રહેશે. જેમાં ઝાયડસ લાઈફ, તિરુપતિ આકૃતિ ગ્રીન્સ, વંદેમાતરમ ફેબુલા, જગતપુર ગામ, અનંતા ફ્લેટ, ગોતા ગામ ક્રોસ રોડ, સિલ્વર સ્ટાર ચાંદલોડિયા, નવા વાડજ ટર્મિનસ, જુના વાડજ, ઈન્કમટેક્ષ, દિલ્હી દરવાજા, સારંગપુર ટર્મિનસ જેવા નાના-મોટા 48 જેટલા બસસ્ટોપનો સમાવેશ થાય છે. તથા આ જ રૂપ પરથી એએમટીએસ બસ પરત આવશે.



નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને AMTS બસ સેવાનો લાભ મળશે

સાથે સાથે આ એએમટીએસ બસનો રૂટ નંબર 76 છે. અહીં દરરોજ નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હોવાથી તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ તંત્ર દ્વારા 1લી એપ્રિલ, 2023 ને શનિવારે સવારે 10 વાગ્યે ઝાયડસ લાઈફથી સારંગપુર રૂટની બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે. જેનો લાભ આ વિસ્તારમાં રહેતી 15 થી 20 હજારની વસતિને મળશે.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Ahmedabad news, Local 18