Home /News /ahmedabad /મહત્વનો નિર્ણય: હવે વિધાર્થી અલગ-અલગ સેમેસ્ટર પસંદગીની યુનિવર્સિટીમાંથી કરી શકશે

મહત્વનો નિર્ણય: હવે વિધાર્થી અલગ-અલગ સેમેસ્ટર પસંદગીની યુનિવર્સિટીમાંથી કરી શકશે

ગુજરાત યુનિવર્સિટી

રાજ્યની વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિધાર્થીઓ માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે વિધાર્થી અલગ-અલગ સેમેસ્ટર પોતાની પસંદગીની યુનિવર્સિટીમાંથી કરી શકશે.

અમદાવાદ: રાજ્યની વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિધાર્થીઓ માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે વિધાર્થી અલગ-અલગ સેમેસ્ટર પોતાની પસંદગીની યુનિવર્સિટીમાંથી કરી શકશે. જે માટે એકેડમિક બેંક ઓફ ક્રેડિટ (ABC) ફોર્મેટ તૈયાર કરાયું છે. જેનો આગામી શૈક્ષણિક સત્રથી રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં એકેડમિક બેંક ઓફ ક્રેડિટનો અમલ કરાશે.

નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત શ્રેષ્ઠ શિક્ષણ માત્ર કોઈ એક યુનિવર્સિટીમાંથી મળે તેવું નહીં, પરંતુ બધી યુનિવર્સિટીમાં જ્યાં વિધાર્થી શ્રેષ્ઠ શિક્ષણ મેળવવું હોય તે ત્યાંથી મેળવી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. રાજ્યના શૈક્ષણિક ઇતિહાસમાં પહેલીવાર વિધાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર એકેડમીક બેંક ઓફ ક્રેડિટનો સ્વીકાર કરશે. એકેડમીક બેંક ઓફ ક્રેડિટ અંતર્ગત વિદ્યાર્થી રાજ્યની કોઈપણ સરકારી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકશે. ગુજરાત યુનિવર્સિટી ખાતે જુદી-જુદી યુનિવર્સિટીના કુલપતિની મળેલી બેઠકમાં ABCનો સંવૈધાનિક રીતે સ્વીકાર કરાયો છે.

આ પણ વાંચો: અહીં પુરુષો સાડી પહેરીને ઘૂમે છે ગરબે, 200 વર્ષ જૂની પરંપરા પાછળ આ છે કારણ

જે અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. હિમાંશુ પંડ્યા જણાવે છે કે, આગામી શૈક્ષણિક સત્રથી રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં એકેડમીક બેંક ઓફ ક્રેડિટનો અમલ કરાશે. એકેડમિક બેંક ઓફ ક્રેડિટની મદદથી વિદ્યાર્થી એક કરતા વધુ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી શકશે. પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવ્યા બાદ અન્ય કોઈપણ સેમેસ્ટરમાં અભ્યાસ માટે બીજી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકશે. વિદ્યાર્થી એકથી બીજી ફેકલ્ટીમાં અભ્યાસ કરવા માગે તો ABCનો લાભ મેળવી શકશે. જે તે યુનિવર્સિટીમાં જે ફેકલ્ટીમાં અભ્યાસ ચાલતો હશે, એ વિષય મુજબ ક્રેડિટ તૈયાર થશે. એકવાર અભ્યાસ છોડ્યા બાદ 7 વર્ષ સુધી વિદ્યાર્થી એકેડમિક બેંક ઓફ ક્રેડિટની મદદથી અભ્યાસ ફરી શરૂ કરી શકશે. વિદ્યાર્થીનાં પ્રથમ એનરોલમેન્ટ મુજબ અંતમાં જે તે યુનિવર્સિટી ખાતેથી તેને ડિગ્રી આપવામાં આવશે. ડ્યુઅલ અને ડિગ્રી કોર્સિસમાં પણ એકેડમિક બેંક ઓફ ક્રેડિટને કારણે લાભ થશે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Education News, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन