Home /News /ahmedabad /શું આ રીતે થશે નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ? સરકારી કોલેજોમાં 15થી 20 ટકા અધ્યાપકોની અછત
શું આ રીતે થશે નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ? સરકારી કોલેજોમાં 15થી 20 ટકા અધ્યાપકોની અછત
નેશનલ એજ્યુકેશન પોલીસી
National Education Policy: કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિનો અમલ ગુજરાતમાં પણ તબક્કાવાર રીતે થવાનો છે ત્યારે ટેક્નિકલ એજ્યુકેશનમાં કેવી રીતે તેનો અમલ થશે તે સવાલ છે. કારણ કે, ટેક્નિકલ કોલેજમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે. એટલું જ નહીં સરકારી કોલેજોમાં 15થી 20 ટકા અધ્યાપકોની અછત છે.
અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિનો અમલ ગુજરાતમાં પણ તબક્કાવાર રીતે થવાનો છે ત્યારે ટેક્નિકલ એજ્યુકેશનમાં કેવી રીતે તેનો અમલ થશે તે સવાલ છે. કારણ કે, ટેક્નિકલ કોલેજમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે. એટલું જ નહીં સરકારી કોલેજોમાં 15થી 20 ટકા અધ્યાપકોની અછત છે. ત્યારે સવાલ એ થાય છે કે, શું આ રીતે થશે ન્યુ એજ્યુકેશન પૉલિસીનો અમલ? જાણો ટેક્નિકલ કોલેજોમાં શુ બદલાવની જરૂર છે. રાજ્યના ટેકનીકલ કોલેજના અધ્યાપકોએ આ મુદ્દે સરકારની નીતઓ સામે હૈયા વરાળ ઠાલવી છે.
ટેકનીકલ કોલેજોની ચોંકાવનારી હકીકત
એક તરફ રાજ્યમાં નવી એજ્યુકેશન પોલીસી લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રાજ્યની ટેકનીકલ કોલેજોની ચોંકાવનારી હકીકત સામે આવી છે. હાલમાં રાજ્યમાં ટેકનીકલ કોલેજના અધ્યાપકોના મહામંડળોની મીટીંગ મળી હતી. જેમાં અધ્યાપકોએ કોલેજમાં પ્રવર્તતા પ્રશ્નો મામલે ચિંતા વ્યક્ત કરી હતી. રાજ્યની પોલીટેકનીક અધ્યાપક મહામંડળના મહામંત્રી પ્રો. મહેશભાઈએ જણાવ્યું કે, રાજ્યમાં ટેકનીકલ કોલેજોમાં સપોર્ટીંગ સ્ટાફનો સૌથી મોટો પ્રોબ્લેમ છે. કોલેજોનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ધીમી ગીતીએ ચાલી રહ્યું છે. એક તરફ ડીઝીટલાઈઝેશનની વાતો કરવામાં આવે છે તો બીજીતરફ વર્ષ 2015-16 પછી ગુજરાતમાં કોઈપણ ટેકનીકલ કોલેજમાં કમ્પ્યુટરની ખરીદી થઈ નથી. આવી 51 જેટલી ટેકનીકલ કોલેજો છે.
કોલેજોમાં વર્કસોપનો સ્ટાફ, ટેકનીકલ આસિસ્ટન્ટ, ઘણી કોલેજોમાં વર્ગ 4ની જગ્યાઓ ખાલી છે. કોલેજોમાં સપોર્ટીગ સ્ટાફની મદદ વગર ટેકનીકલ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય કરવું અમારા માટે મુશ્કેલ છે. જ્યાં સુધી ફેકલ્ટી ટેકનીકલ સાઉન્ડ નથી. તો તેઓ વિદ્યાર્થીઓને શુ શિક્ષણ આપશે. સરકારનો નિયમ છે છતાં ફેકલ્ટીને ક્વોલીટી અપગ્રેડેશન માટે ઉચ્ચ અભ્યાસ માટે મોકલવા તે મોકલવામાં આવતા નથી. જ્યાં માસ્ટર્સ, પીએચડી રીસચ્ર કરવાનું છે ત્યા સરકારનો સપોર્ટ મળતો નથી.
આ વખતે સરકારી કોલેજના 80 અધ્યાપકોને માસ્ટર્સ કે પીએચડી માટે મોકલવાના હતા. પરંતુ અધ્યાપકોએ એડમીશન લઈ ફી ભરી છતા 80 અધ્યાપકો માટે સરકારે હાયર સ્ટડીનો ઓર્ડર કર્યો નથી. જ્યાં સુધી અધ્યાપકોમાં જ્ઞાનનો વધારો નહી થાય તો વિદ્યરારથીઓને કેવી રીતે ફાયદો થશે. અધ્યાપક મંડળ સરકારી ઈજનેરી કોલેજના પ્રમુખ ડૉ. ડી.એસ પટેલએ જણાવ્યું કે, ‘ન્યુ એજ્યુકેશન પોલીસી સારી છે પણ તેનો અમલ કરવા માટેની ગ્રાઉન્ડ રીયાલીટી જુદી છે. કોલેજોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ખુબ સ્લો છે. તેમજ કોલેજોમાં પુરતા ઈક્વીપમેન્ટ પણ નથી.’
વધુમાં જણાવ્યું હતું કે, એક બિલ્ડીંગ કે લેબને માટે જણાવ્યું હોય તો તે ડેવલપ થતાં 3 વર્ષ લાગી જાય છે. કોલેજના આચાર્યને ઈક્વીમેન્ટની ખરીદી માટે સત્તા 20 હજાર સુધીની જ છે તેથી તેઓ વધુ ખરીદી કરી શકતા નથી અને શિક્ષત્ણ વિભાગમાં દરખાસ્ત કરવી પડે છે. જો કોઈ મટીરીયલ મંગાવ્યું હોય તો તે આવતા 2 વર્ષ લાગી જાય છે એવુ મીકેનીઝમ સેટ અપ થાય કે આ પ્રક્રિયા ફાસ્ટ થાય તે જરુરી છે. અધ્યાપકનું નોલેજ અને સ્કીલ અપડેટ થવી જરુરી છે. અધ્યાપકને એકેડેમીકની કામગીરીની સાથે નોન એકેડેમીક કામગીરી સોંપવામાં આવે છે.
ભુજની કોલેજમાં એક પણ વર્ગ 3નો કર્મચારી નથી
એકાઉન્ટ વિભાગમાં જવાબદારી સોંપાય છે જેની સીધી અસર શૈક્ષણિક ગુણવતા પર પડે છે. ખરેખર તો અધ્યાપકને ટીચીંગ અને રિસચર્ સિવાયની કામગીરી કરવાય નહી. છેલ્લા 8થી 10 વર્ષમાં પર્યાપ્ત માત્રામાં થઈ નથી જેથી વર્ગ 3 અને વર્ગ 4ના કામ અધ્યાપકોએ કરવા પડે છે. તેમાં અધ્યાપકોનો સમય વેડફાય છે. રાજ્યમાં 16 સરકારી ડિગ્રી કોલેજો છે તેમાં નવી શૈક્ષણ નિતિ પ્રમાણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર રીકવાયરમેન્ટ છે પરંતુ બધી જગ્યાએ સ્ટાફ સોર્ટેજ બધી જગ્યાએ છે. ભુજની કોલેજમાં એક પણ વર્ગ 3નો કર્મચારી છે જ નહી. તેમજ અમુક બ્રાન્ચમાં અધ્યાપકોની હજુ 15થી 20 ટકા જગ્યાઓની ઘટ છે.