Home /News /ahmedabad /વેસ્ટર્ન ડીસ્ટર્બનની અસર, ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના જોતા ખેડૂતોની ચિંતા વધી

વેસ્ટર્ન ડીસ્ટર્બનની અસર, ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના જોતા ખેડૂતોની ચિંતા વધી

પ્રતિકાત્મક તસવીર

Gujarat Weather Update: આજે રાજ્યમાં પવનની ગતિ તેજ હતી.ઠંડા અને સૂકા પવન ફૂંકાય રહ્યા છે.પરંતુ વેસ્ટર્ન ડીસ્ટર્બનના કારણે ભેજનું પ્રમાણ પણ વધશે.અને સામાન્ય વરસાદ થશે.અમદાવાદ શહેરમાં તેજ ગતિએ પવન ફૂંકાય રહ્યા છે.સૂકા અને ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ કર્યો છે.અને વાતાવરણ ધૂંધળું જોવા મળ્યું

વધુ જુઓ ...
રાજ્યના વાતાવરણમાં પલટો (Gujarat Weather Update ) આવ્યો છે. વાદળ છાયા વાતાવરણએ ખેડૂતોની ચિંતા વધારી છે. વેસ્ટર્ન ડીસ્ટર્બનની અસરના કારણે આગામી 4 દિવસ વાતાવરણ યથાવત રહેશે. હવામાન વિભાગે (Weather Department) આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણ પલટા સાથે સામાન્ય વરસાદ થશે.સાથે પવનની ગતિ તેજ રહેશે.18 અને 19 નવેમ્બરનાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, સહિત અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે.  સુરત,તાપી,વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ ,આણંદ, દાહોદ,પંચમહાલ  જિલ્લામાં 40 કિલોમીટર મીટરની પ્રતિ કલાકે પવન ફૂંકાશે.

ખેડૂતોની ચિંતામાં વધારો- વરસાદી માવઠાંની (unseasonal rains) સંભાવનાને કારણે શિયાળુ પાકને નુક્શાન થઇ શકે છે. વરસાદી માહોલને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઇ છે.  હવામાન વિભાગની આગાહીને કારણે ખેડૂતો હાલમાં પાકની સ્થિતિને લઇને ચિંતામાં છે.

આ પણ વાંચો-જામનગર: અચાનક વાતાવરણમાં પલટો, વાદળા છવાયા અને ઠંડીનું જોર વધ્યું

રાજ્યમાં લઘુતમ તાપમાન ગગળ્યું- રાજ્યમાં ઉતરપૂર્વના પવન ફૂંકાય રહ્યા છે.જેના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થયો છે.ઠંડા પવનને કારણે લઘુતમ તાપમાનનો પારો ગગળ્યો.અને નલિયામાં લઘુતમ તાપમાન 11 ડીગ્રી નોંધાયું.અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાન 18 ડીગ્રી નોંધાયું અને ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 15 ડીગ્રી રહ્યું છે. તો અન્ય શહેરોના લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે. ગુલાબી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે.તો મહત્તમ તાપમાન ઊંચું નોંધાવવાના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.જો કે ડિસેમ્બરથી હાથ થીજવતી ઠંડી પડશે.

રાજ્યમાં ઠંડા પવન ફૂંકાયા- આજે રાજ્યમાં પવનની ગતિ તેજ હતી.ઠંડા અને સૂકા પવન ફૂંકાય રહ્યા છે.પરંતુ વેસ્ટર્ન ડીસ્ટર્બનના કારણે ભેજનું પ્રમાણ પણ વધશે.અને સામાન્ય વરસાદ થશે.અમદાવાદ શહેરમાં તેજ ગતિએ પવન ફૂંકાય રહ્યા છે.સૂકા અને ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ કર્યો છે.અને વાતાવરણ ધૂંધળું જોવા મળ્યું.

આ પણ વાંચો-આગામી ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર કમોસમી વરસાદની સંભાવના! ખેડુતોએ રાખવી ખાસ તકેદારી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન- હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન હતું કે નવેમ્બર મહિનામાં વાતાવરણ વારંવાર પલટો આવશે.અને પશ્ચિમી વિક્ષેપના કારણે કમોસમી વરસાદ થવાનું અનુમાન લગાવ્યું હતું.જો કે વાતાવરણ પલટાના કારણે જીરુંના પાકને અસર પડશે.વિપરીત હવામાનના કારણે કૃષિ પાકને નુકસાન થઈ શકે.
Published by:Margi Pandya
First published:

Tags: Gujarat News, Gujarat Weather, Unseasonal rains

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો