દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

ગુજરાત હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારના કહેવા પ્રમાણે બે દિવસથી સક્રિય થયેલી સાયક્લોનિક સિસ્ટમ આજે પણ બની રહેલી છે.

News18 Gujarati
Updated: July 8, 2019, 4:42 PM IST
દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
સેટેલાઇટ તસવીર
News18 Gujarati
Updated: July 8, 2019, 4:42 PM IST
વિભુ પટેલ, અમદાવાદ : દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયેલી સાયક્લોનિક સિસ્ટમથી બે-ત્રણ દિવસથી ભારે વરસાદ લાવી રહી છે. ખાસ કરીને આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. આ સિસ્ટમ સોમવારે પણ બની રહેલી છે. આથી આજે તેમજ આગામી દિવસોમાં વલસાડ, નવસારી અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે.

અમદાવાદમાં હળવો વરસાદ

ગુજરાત હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારના કહેવા પ્રમાણે બે દિવસથી સક્રિય થયેલી સાયક્લોનિક સિસ્ટમ આજે પણ બની રહેલી છે. આથી દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે. હાલ કચ્છમાં વરસાદની સંભાવના નથી. જ્યારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર અને બોટાદમાં સારા વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ બની રહેશે, તેમજ આગામી દિવસોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો

મધ્ય પ્રદેશમાંથી સતત પાણીની આવકને પગલે સરદાર સરોવરની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમના ઉપરવાસમાંથી 30,321 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સોમવારે બપોરે ડેમની સપાટી 121.08 મીટરે પહોંચી છે. ડેમની સપાટીમાં છેલ્લા છ કલાકમાં છ સેન્ટીમીટરનો વધારો થયો છે. ડેમની મહત્તમ સપાટી 121.92 મીટર છે. આ સપાટી આગામી બે દિવસમાં પાર થઈ જશે તેવો અંદાજ છે.

સોમવારે આ વિસ્તારમાં વરસાદ
સોમવારે વરસાદની આગાહી વચ્ચે તાપીના વાલોડમાં સવારે 6 વાગ્યાથી 12 સુધી 9 મિમી, વલસાડના ધરમપુરમાં 9 મિમી, ડાંગના આહવામાં છ મિમી જ્યારે ભાવનગરના મહુવામાં પાંચ મિમી વરસાદ નોંધાયો છે.
First published: July 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...