Home /News /ahmedabad /

Ahmedabad: IKDRC શરૂ કરશે મહિલાઓમાં ગર્ભાશય પ્રત્યારોપણ: આવી મહિલાઓને લાભ મળશે

Ahmedabad: IKDRC શરૂ કરશે મહિલાઓમાં ગર્ભાશય પ્રત્યારોપણ: આવી મહિલાઓને લાભ મળશે

ભવિષ્યમાં

ભવિષ્યમાં કેડેવર ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ શરૂ કરવાની યોજના બનાવી

IKDRC ભારતની પ્રથમ જાહેર ક્ષેત્રની આરોગ્યસંભાળ સુવિધા બની છે જે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ ઓફર કરે છે.AUFI ને કારણે ગર્ભધારણ કરવામાં અસમર્થ સેંકડો મહિલાઓ માટે આશાનું કિરણ બની રહેશે. ભારતની લગભગ 15 ટકા સ્ત્રી વસ્તીમાં વંધ્યત્વ સંબંધિત સમસ્યાઓ છે

વધુ જુઓ ...
  Parth patel, Ahmedabad: દેશમાં સ્ત્રી પ્રજનન (Female Reproduction) આરોગ્ય સેવામાં નવી સીમાઓ ખોલતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) એ તાજેતરમા એબ્સ્યુલુટ યુટ્રીન ફેક્ટર ઈનફર્ટિલિટી (AUFI) સ્થિતિની સારવાર માટે ગર્ભાશય પ્રત્યારોપણ (Uterus Transplant) પ્રક્રિયાની જાહેરાત કરી.

  આ જાહેરાત સાથે IKDRC ભારતની પ્રથમ જાહેર ક્ષેત્રની આરોગ્યસંભાળ (Healthcare) સુવિધા બની છે જે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ ઓફર કરે છે.AUFI ને કારણે ગર્ભધારણ કરવામાં અસમર્થ સેંકડો મહિલાઓ માટે આશાનું કિરણ બની રહેશે. IKDRC-ITS ના ડિરેક્ટર ડો. વિનીત મિશ્રાએ (Vinit Mishra)જણાવ્યું કે IKDRC કિડની હોસ્પિટલ ખાતે ગર્ભાશય પ્રત્યારોપણ (Uterine Implantation) એ AUFI સ્થિતિ ધરાવતી સ્ત્રીઓ માટે એક વરદાનરૂપે આવ્યું છે. જે ન માત્ર સામાજિક રીતે કલંકિત અનુભવમાંથી પણ પસાર થાય છે. પરંતુ બાળક પેદા ન કરવા માટે ભાવનાત્મક તણાવમાંથી (Stress) પણ પસાર થાય છે.

  ભવિષ્યમાં કેડેવર ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ શરૂ કરવાની યોજના પણ બનાવી છે.

  ડો. મિશ્રાના જણાવ્યા અનુસાર, સંસ્થા શરૂઆતમાં ફક્ત જીવંત (Alive) સંબંધિત પ્રોત્સાહિત ટ્રાન્સપ્લાન્ટને પ્રોત્સાહિત કરશે. જેમાં AUFI સ્થિતિ ધરાવતી સ્ત્રીના (Woman)નજીકનાં સંબંધીઓ તેમની પોતાની મરજીથી ભાગ લઇ શકશે. ગર્ભાશયના દાતાઓ આદર્શ રીતે તંદુરસ્ત ગર્ભાશય (Uterus) સાથે 30 થી 60 વર્ષની વય જૂથના હોવો જોઈએ.

  આ પણ વાંચો : કાંકરિયા ખાતે ફરી બાળકો અટલ ટ્રેનની મજા માણી શકશે; આ છે ટિકિટના દર

  અમે જીવંત સંબંધિત પ્રત્યારોપણના પરિણામો પર આધાર રાખીને નજીકના ભવિષ્યમાં કેડેવર ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ (Cadaver Uterus Transplant) શરૂ કરવાની યોજના પણ બનાવી છે તેમ ઉમેરો કરતાં ડો. મિશ્રાએ વધુમાં જણાવ્યું કે સંસ્થાએ વિવિધ જૂથો માટે રાજ્ય સરકારની (Government) વિવિધ યોજનાઓ હેઠળ ન્યૂનતમ અથવા વિના મૂલ્યે ગર્ભાશય પ્રત્યારોપણ પહેલાં અને પછીની સંભાળ પ્રદાન કરવાની વ્યવસ્થા પણ કરી છે.  સ્ટેટ ઓથોરાઇઝેશન કમિટી (State Authorization Committee) કે જે રાજ્યમાં અંગ પ્રત્યારોપણનું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા છે. તેણે આ મહિનાની શરૂઆતમાં IKDRC ને માનવ અંગના પ્રત્યારોપણ અધિનિયમ, 1994 ની જોગવાઈઓ અનુસાર ગર્ભાશય પ્રત્યારોપણ કેન્દ્ર શરૂ કરવાની મંજૂરી આપી હતી.

  આ પણ વાંચો: બેંગ્લોરની આ યુવતીએ બનાવેલી 3D આર્ટ પેઈન્ટિગ પ્રદર્શનમાં મુકાઈ; આ છે પેઈન્ટિંગની ખાસિયત

  દેશમાં 15% સ્ત્રીમાં વંધ્યત્વની સમસ્યાઓ અને 10,000 માંથી 1 સ્ત્રી ગર્ભાશય નથી

  અન્ય કોઈ પણ અંગ (Organ) પ્રત્યારોપણની જેમ જ ટેસ્ટ ઓર્ગન એન્ડ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઇઝેશન (SOTTO) ગર્ભાશય પ્રત્યારોપણ માટે કોમ્પ્યુટર નિયંત્રિત કેન્દ્રીયકૃત પ્રણાલીના માધ્યમથી નોંધણી વિનંતીઓ પરની પ્રક્રિયા કરશે.એક અંદાજ મુજબ ભારતની લગભગ 15 ટકા સ્ત્રી વસ્તીમાં વંધ્યત્વ (Infertility) સંબંધિત સમસ્યાઓ છે અને 10,000 માંથી 1 સ્ત્રી ગર્ભાશય નથી. AUFI સ્થિતિ એ વંધ્યત્વનો સંદર્ભ આપે છે. જે સંપૂર્ણપણે ગર્ભાશયની ગેરહાજરી (Absence of Uterus) (જન્મજાત અથવા સર્જિકલ) અથવા અસામાન્યતા (એનાટોમિક અથવા ફંક્શનલ) માટે જવાબદાર છે. જે આરોપણ (Imputation) અથવા ગર્ભાવસ્થાના સમયગાળાને પૂર્ણ થવાથી અટકાવે છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Hospitals, Kidney, Treatment, અમદાવાદ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन