Home /News /ahmedabad /PSM @100: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં IIT ખડગપુરમાં ભણેલો યુવાન ટોયલેટ સાફ કરવાની સેવા આપે છે!

PSM @100: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં IIT ખડગપુરમાં ભણેલો યુવાન ટોયલેટ સાફ કરવાની સેવા આપે છે!

IIT ખડગપુરમાં ભણેલો યુવાન ટોયલેટ સાફ કરવાની સેવા આપે છે

PSM @100: પ્રમુખ સ્વામીનગરમાં IIT ખડગપુરમાં ભણેલા અને વડોદરાની ખાનગી કંપનીમાં નોકરી કરી રહેલા એક સ્વયંસેવક ટોયલેટ સાફ કરવાની સેવા આપી રહ્યા છે.

અમદાવાદઃ પ્રમુખ સ્વામીનગર શતાબ્દી મહોત્સવ આયોજનમાં સીએ અને મેનેજમેન્ટ જેવી ઉંચી ડિગ્રી મેળવેલા લોકો પણ સેવા આપી રહ્યા છે. IIT ખડગપુરમાં ભણેલા અને વડોદરાની ખાનગી કંપનીમાં નોકરી કરી રહેલા એક સ્વયંસેવક ટોયલેટ સાફ કરવાની સેવા આપી રહ્યા છે.

સેનિટેશન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી


અમદાવાદમાં તૈયાર થયેલા પ્રમુખ સ્વામીનગરમાં હાલ લાખો લોકો મુલાકાત લઈ રહ્યા છે. બીએપીએસ દ્વારા મુલાકાતીઓ માટે વિશેષ પ્રકારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાંની સેનિટેશન વ્યવસ્થાની વાત કરવામાં આવે તો, પ્રમુખ સ્વામીનગરમાં 240 જેટલા ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યા છે. અહીં મહિલાઓ માટે પિંક અને પુરુષો માટે બ્લ્યુ શૌચાલય બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, દર એક કલાકે ટોયલેટ સાફ કરવામાં આવે છે અને ટોયલેટની દુર્ગંધ બહાર ફેલાય નહીં તે માટે ટોયલેટની બહાર સુગંધિત ફૂલોનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. આ પ્રકારનું માઈક્રો પ્લાનિંગ વ્યવસ્થાને લઈ કરવામાં આવ્યું છે.

IIT ખડગપુરમાં ભણેલો યુવાન સેવામાં લાગ્યો


ત્યારે આ ટોઇલેટની સફાઈ વ્યવસ્થાની દેખરેખમાં IIT ખડકપુરમાં અભ્યાસ કરી વડોદરાની ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવાન જોડાયો છે. યશ પટેલ મૂળ પાદરા વડોદરાનો વતની છે. તેણે IIT ખડકપુરમાં પીજી ડિપ્લોમા ઇન રબર ટેક્નોલોજીનો અભ્યાસ કર્યો છે, તે હાલ વડોદરાની કંપનીમાં નોકરી કરે છે અને તેનું વાર્ષિક પેકેજ અંદાજે 8થી 10 લાખનું છે. આ યુવાન જણાવે છે કે, તેણે ક્યારેય ઘરે ટોયલેટ સાફ કર્યું નથી પણ પ્રમુખ સ્વામીએ ભક્તોના રોલ મોડલ હતા. નાનામાં નાનું કામ તેઓ કરતા હતા. જેથી તેમનામાંથી જ કામ કરવાની પ્રેરણા મળી છે. માત્ર યશ પટેલ જ નહીં, સીએનો અભ્યાસ કરતા શોભિત પટેલ પણ ટોયલેટ સાફ કરવાની સેવામાં લાગ્યાં છે. તે પણ જણાવી રહ્યા છે કે, ‘કોઈ કામ નાનું નથી. શતાબ્દી મહોત્સવમાં સેવા આપવાનો મોકો મળ્યો એ જ અમારા માટે મોટી વાત છે.’
Published by:Vivek Chudasma
First published:

Tags: Ahmedabad news, BAPS, BAPS Article, BAPS Swaminarayan, BAPS Swaminarayan Sanstha, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav