Home /News /ahmedabad /જો તમે ઓનલાઈન શોપિંગ કરો છો તો આ વાત જાણવા જેવી છે, IIM-Aના પ્રોફેસરેનો મહત્વનો સર્વે

જો તમે ઓનલાઈન શોપિંગ કરો છો તો આ વાત જાણવા જેવી છે, IIM-Aના પ્રોફેસરેનો મહત્વનો સર્વે

આઈઆઈએમ અમદાવાદના પ્રોફેસરનું ઓનલાઈન શોપિંગ સર્વે

Online Shopping, IIMA Research: IIM અમદાવાદના પ્રોફેસર પંકજ સેતિયા દ્વારા કરવામાં આવેલા એક સર્વે મહત્વના તારણો સામે આવ્યા છે. તેમણે ઓનલાઈન શોપિંગ પર સર્વે કર્યું છે. કોરોના પછી ઓનલાઈન શોપિંગનું પ્રમાણ ઘણું જ વધ્યું છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ આમ તો ડિજિટલ યુગ એ ભારત માટે મોટી ક્રાંતિ બનીને રહેવાનો જ છે. તેવામાં અમદાવાદ IIM-Aના પ્રોફેસર દ્વારા દેશભરમાં નાના અને મોટા શહેરોમાં ગ્રાહકોનું ઓનલાઈન શોપિંગ તરફ વલણ મુદ્દે કરવામાં આવેલા સર્વેમાં કેટલાક રોચક તારણો સામે આવ્યા છે. જેમાં પણ કોરોના પછી ઓનલાઈન શોપિંગમાં 72 ટકાનો વધારો નોંધાયો હોવાનું તારણ સામે આવ્યું છે.

અમદાવાદ સહિત દેશભરના શહેરોમાં ઓનલાઈન શોપિંગ કરતા હોય તેવા અંદાજે 35,869 લોકોનો સર્વે આઈઆઈએમએ અમદાવાદના ચેર પ્રોફેસર પંકજ સેતિયા દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં પાંચ અલગ અલગ કેટેગરીમાં શહેરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ટીયર વનમાં મુંબઈ, દિલ્હી, કોલકત્તા, ટીયર ટુ કેટેગરીમાં અમદાવાદ, અલ્હાબાદ, ભોપાલ, ગાઝિયાબાદ, હૈદરાબાદ, મદુરાઈ, પુણે, ટીયર થ્રી કેટેગરીમાં ભટિંડા, દુર્ગાપુર, ગુડગાંવ, લાતુર, મુજફ્ફરનગર, સિલીગુડી, ઉદયપુર, ટીયર ફોર કેટેગરીમાં અંબાલા, અરરિયા, પુરી, શિમલા, ચિત્તુર, કોલાર, વલસાડ જેવા શહેરોમાં ગ્રાહકોનો સર્વે કરાયો. તેમજ ટીયર ફાઈવ કેટેગરીમાં શહેરોથી નજીકના ગ્રામ્ય વિસ્તારોના ગ્રાહકોનો સર્વે કરવામાં આવ્યો.


સર્વે અંગે પ્રો. પંકજ સેતિયા જણાવે છે કે અમે  સેન્ટર ફોર ડિજીટલ ટ્રાન્સફરમેશન અંતર્ગત ઓનલાઈન શોપિંગ કરતા ગ્રાહકોના બિહેવિયર પર એક સર્વે કર્યો છે. પાછલા ત્રણ વર્ષમાં ઓનલાઈન શોપર્સ વધ્યા છે. રિટેલ માટે ટેક્નોલોજીનો ઉપયોગ ભારત કેવી રીતે વપરાશ કરે છે તેમાં ક્રાંતિ આવી રહી છે. તેમાંય કોરોના પછી ઓનલાઈન શોપિંગમાં 72 ટકા વધારો નોંધાયો છે. મોટા શહેરોના ગ્રાહકો કરતા નાના શહેરોના ગ્રાહકોએ ઓનલાઈન ઓર્ડરમાં 77 ટકા જેટલો વધુ ખર્ચ કર્યો. રિપોર્ટ અનુસાર એક તૃતીયાંશ ગ્રાહકોએ દર બે થી ત્રણ દિવસે ડિજિટલ રિટેલ પ્લેટફોર્મની મુલાકાત લીધી હતી. પુરુષોએ તેમની છેલ્લી ઓનલાઈન ખરીદીમાં મહિલા કરતાં 36% વધુ પૈસા ખર્ચ્યા છે. ઓનલાઈન બ્રાઉઝિંગ હવે ગ્રાહકો માટે મનપસંદ બની ગયું છે, જેમાં એક તૃતીયાંશ ગ્રાહકો દર બેથી ત્રણ દિવસે ડિજિટલ રિટેલ પ્લેટફોર્મની મુલાકાત લે છે.

આ પણ વાંચોઃ અંબાલાલની આગાહીઃ એપ્રિલની આ તારીખોમાં પડશે વરસાદ

ઓનલાઈન શોપિંગ માટે ચાર મહત્વના કારણો



  • ગ્રાહકો આરામથી અલગ અલગ વેબસાઈટ જોઈ વસ્તુઓની ખરીદી કરી શકે છે.

  •  ચીજવસ્તુઓ ખરીદી કરવા માટે ટ્રાન્ઝેક્શન કરવાનું વધુ સરળ થયુ છે જેમ કે કેશ ઓન ડિલીવરી.

  • ગ્રાહકોને જે પણ ખરીદી કરે તેમાં ડિલ્સ અને ડિસ્કાઉન્ટની ઓફર મોટુ કારણ રહ્યું છે.

  • પોસ્ટ પર્ચેઝ જેમાં રિટર્ન અને રિફન્ડ મળવું, જેનાથી પણ ગ્રાહકો ઓનલાઈન શોપિંગ તરફ આકર્ષાય છે.


મહત્વનું છે કે સર્વેમાં યુવા વર્ગના ગ્રાહકો ડીજીટલ યુગમાં જ આવ્યા છે. તેઓ ઓનલાઈન શોપિંગ વધુ પ્રભાવિત કરી રહયું છે.  35 વર્ષથી ઓછી ઉંમરના ગ્રાહકોએ ખરીદી કરતા પહેલા અલગ અલગ વેબસાઇટ્સની મુલાકાત લે છે 60 વર્ષથી વધુ ઉંમરના ખરીદદારોએ તેમના છેલ્લા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે માત્ર એક પ્લેટફોર્મની મુલાકાત લીધી. ઓછી આવક ધરાવતા જૂથોની તુલનામાં, ઊંચી આવક ધરાવતા ખરીદદારોએ તેમના છેલ્લા ઓનલાઈન શોપિંગ વ્યવહારમાં વધુ ખર્ચ કર્યો છે અને દર મહિને વધુ રકમ ખર્ચવાનું વલણ ધરાવે છે. નાના દુકાનદારો એ જોવું પડશે કે રીટર્ન, રિફન્ડની પોલીસી તેમજ દુકાનદાર પોતાની અત્યારની ક્ષમતામાં ડીજીટલ કેપેબિલીટી દ્વારા વધારો કરે તો ગ્રાહકોને ખરીદીમાં વધુ સંતોષ મળશે.
Published by:Tejas Jingar
First published:

Tags: Ahmedabad news, IIM Ahmedabad, IIM-A, Online Shopping, Survey