ફટાકડાનું વેચાણ કરવું હોય તો આ નિયમો પાળવા જરુરી છે

ફાયર વિભાગ નિરિક્ષણ કરીને એનઓસી આપે છે ત્યાર બાદ પોલીસ વિભાગ દ્વારા જે તે વ્યક્તિને લાયસન્સ આપવામાં આવે છે જો કે લાયસન્સ વગર ધમધમતી દુકાનો કે કારખાના સામે પોલીસ કાર્યવાહી કરી શકે છે.

News18 Gujarati
Updated: October 17, 2019, 6:41 PM IST
ફટાકડાનું વેચાણ કરવું હોય તો આ નિયમો પાળવા જરુરી છે
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 17, 2019, 6:41 PM IST
સંજય ટાંક, અમદાવાદ: દિવાળીના તહેવારને આડે હવે ગણતરિના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરના પોળ અને રહેણાંક વિસ્તારમાં ફટાકડાની દુકાનો બિલાડીના ટોપની જેમ ધમધમી રહી છે. ત્યારે દારૂખાનું વેચવાના શું છે નિયમો જોઈએ આ અહેવાલમાં.

દિવાળી નજીક આવતા ફટાકડાની હાટડીઓ ઠેર ઠેર શરૂ થઈ ગઈ છે. શહેરના પોળ અને રહેણાંક વિસ્તારમાં પણ ફટાકડાની દુકાનો ધમધમી રહી છે. ત્યારે આવી દુકાનોને ફટાકડા વેચવાનો પરવાનો કેવી રીતે મળી ગયો તે એક સૌથી મોટો સવાલ છે. જો કે વેપારીઓ પોતે ફાયરના નિયમોનું પાલન કરીને જ ફટાકડા વેચી રહ્યાં હોવાનુ જણાવી રહ્યાં છે અને દરેક વેપારીઓએ નિયમોનું પાલન કરવું જોઈએ તેવું વેપારીઓ જણાવી રહ્યા છે. સલીમભાઈ ફટાકડાના વેપારી કહે છે કે, અહીં 22 દુકાનો લાયસન્સવાળી છે, 12-15 વર્ષ પહેલા મોટી આગની ઘટના બની હતી, લાયસન્સ લેવું જરુરી છે ફાયર બ્રિગેડ એનઓસી આપે પછી જ લાયસન્સ મળે છે જો ધંધો કરવો હોય તો લાયસન્સ લેવું જોઈએ.

શહેરમાંથી માત્ર 273 જેટલા વેપારીઓ એ જ દારૂખાનું વેચવા લાયસન્સ અને NOC માટે એપ્રોચ કર્યો છે. જેમાં 228 ફટાકડાની દુકાન, 30 ફટાકડા બનાવનાર મેન્યુફેક્ચરર અને 15 હંગામી વિક્રેતાઓનો સમાવેશ થાય છે. જે માટે ફાયર ડિપાર્ટમેન્ટ એ જે તે જગ્યાએ ફાયર સેફટી છે કે નહીં તેની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે. એડિશન ફાયર ઓફિસર રાજેશ ભટ્ટનું કહેવું છે કે ફટકડાનું હંગામી ધોરણે વેચાણ કરતી દુકાનોમાં ઓટોમેટિક સ્પ્રિંકલર સિસ્ટમ, ઓટોમેટિક પ્રેશરાઈઝડ પંપ હોવા જરૂરી છે. સાથે આ નિયમોનું પાલન જરૂરી છે.

ફટાકડાનું વેચાણ કરી રહેલા વેપારીઓએ પાળવાના નિયમો

રેતી ભરેલી 3 થેલીઓ કે 6 ડોલ મુકવી
પાણી ભરેલા 200 લિટરનું 1 બેરલ મૂકવું
Loading...

પાણીની ડોલ 4 રાખવી
ફટાકડા વેચાણ ની જગ્યાએ લુઝ વાયરીગ રાખવું નહિ
મંજુર કરેલ દારૂખાનના જથ્થા થી વધુ જથ્થો રાખવો નહિ
ફટકડાનું વેચાણ ચાલે તે દરમિયાન અન્ય કોઈ સરસામાન રાખવો નહિ
ડ્રાય કેમિકલ પાવડર એક્ટીગ્યુશર 5-6 કેજીના 2 નંગ મુકવા
આગની ઘટના બને ત્યાં ફાયર ફાયટીંગ વ્હીકલ પહોંચી શકે તેવી જગ્યા હોવી જોઈએ
નીચે દુકાન અને ઉપર મકાન એવી જગ્યાએ ફટાકડાનું વેચાણ ના થવું જોઈએ
દુકાનનું ફ્લોરીંગ લાકડાનું બનેલું ના હોવું જોઈએ

ફટાકડાના કારખાનામાં મેન્યુફેક્ચરીંગ કરી રહેલા વેપારીઓએ પાળવાના નિયમો

50 લીટર પાણી ફાયર એક્સટીંગ્વીશર 2 બોટલ રાખવી
રેતીની ડોલ 16 નંગ રાખવી
પાણીના બેરલ 200 લીટરના 2 નંગ મૂકવા
ગ્રાઉન્ડ લેવલે 1500 લીટરની પાણીની ટાંકી રાખવી
પાણીની ડોલ 20 નંગ રાખવી
ફટાકડા બનાવી વેચાણની જગ્યાએ લુઝ વાયરીંગ રાખવું નહી
આખી બાયનું કોટનનું એપ્રલ અને હાથ મોજા પહેરી કારીગરને કામ પર બેસાડવા

એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટનું કહેવું છે કે, દિવાળીમા ફટાકડામાં પ્રોડક્શન, સ્ટોરેજ અને સેલીંગ પ્રમાણે ફાયર સિસ્ટમ જોવાતી હોય છે. અગત્યના કોમન મુદ્દામાં બનાવની જગ્યા ઘટના બને ત્યાં ફાયર ફાયટર વ્હીકલ પહોંચી શકે તેવા હોવા જોઈએ. રહેણાંક વિસ્તારમાં સ્ટોરેજ ના હોઈ શકે મંજુર કરેલ જથ્થાથી વધુ પ્રોડક્શન કે સ્ટોરેજ કે રિટેલ સેલિંગનો જથ્થો એકઠો ના કરવો જોઈએ, નીચે દુકાન અને ઉપર માન જેવી જગ્યાએ વેચાણ ના થવું જોઈએ ફટાકડા વેચનાર હોય કે ફટાકડા બનાવવાના કારખાના હોય ત્યાં ફાયર વિભાગ નિરિક્ષણ કરીને એનઓસી આપે છે ત્યાર બાદ પોલીસ વિભાગ દ્વારા જે તે વ્યક્તિને લાયસન્સ આપવામાં આવે છે જો કે લાયસન્સ વગર ધમધમતી દુકાનો કે કારખાના સામે પોલીસ કાર્યવાહી કરી શકે છે.
First published: October 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...