Home /News /ahmedabad /Holi 2023: વરસતા વરસાદની સાથે ધૂળેટીની મજા માણવી હોય તો અહીં પહોંચી જાવ! આવી રીતે કરો નોંધણી

Holi 2023: વરસતા વરસાદની સાથે ધૂળેટીની મજા માણવી હોય તો અહીં પહોંચી જાવ! આવી રીતે કરો નોંધણી

X
આ

આ યુવાન આશ્ચર્યજનક માસ્ક પહેરીને આપે છે ડીજે પર્ફોમન્સ

આ વખતે અમદાવાદમાં સિંધુભવન રોડ પર આવેલા એસ.કે. ફાર્મ ખાતે નવયુવાનો દ્વારા ધૂળેટીનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે.લાઈવ ડીજેની સાથે આ વખતે હોળીને લગતા નવા સોન્ગ તથા એકતાનો મેસેજ આપતા બોલિવૂડ સોંગ્સને મિક્સ અને રિમિક્સ કરીને બનાવ્યા છે.જેમાં બોલીવુડના હિટ સોંગ પસંદ કર્યા છે.

વધુ જુઓ ...
Parth Patel, Ahmedabad: હિન્દુ ધર્મમાં હોળી-ધૂળેટીનું અનોખું મહત્વ રહેલું છે. આ પર્વની ઉજવણી કરવા માટે લોકો એકબીજા પર રંગ ઉડાડી આનંદ કરતા હોય છે. ત્યારે આ વખતે અમદાવાદમાં સિંધુભવન રોડ પર આવેલા એસ.કે. ફાર્મ ખાતે નવયુવાનો દ્વારા ધૂળેટીનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ ઈન્ટરનેશનલ ડીજે MKSHFT ના પર્ફોમન્સ સાથે રેઈન ડાન્સ, બબલ બ્લાસ્ટ, પંજાબી ઢોલ, કલર બ્લાસ્ટ સાથે અનેક પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે.

હોળી-ધૂળેટી એ ભગવાન રાધા-કૃષ્ણના શાશ્વત અને દૈવી પ્રેમની ઉજવણીનો તહેવાર છે

હોળી એ આપણી પ્રાચીન પરંપરા છે અને ભારતના સૌથી લોકપ્રિય તહેવારોમાંનો એક છે. આ દિવસ અનિષ્ટ પર સારાની જીતનો પણ સંકેત આપે છે. તે ભગવાન રાધા-કૃષ્ણના શાશ્વત અને દૈવી પ્રેમની ઉજવણીનો પણ તહેવાર છે. જ્યારે ધૂળેટીના દિવસે લોકો એકબીજા પર રંગો છાંટીને આનંદભર્યા નવા જીવનની શરૂઆત કરતા હોય છે.

ઈવેન્ટ આયોજક ધ્રુવ પટેલ સાથે વાત કરતા જણાવ્યું કે આ હોલી પાર્ટી ઈવેન્ટનો મુખ્ય હેતુ સમાજના દરેક વર્ગના લોકો ભેગા મળીને એકબીજા પર રંગ લગાવી, નાત-જાતનો ભેદભાવ ભૂલી, એકબીજા સાથે હળીમળીને આ પર્વની ઉજવણી કરે. સાથે નવા મિત્રો બનાવવાની, કાયમી યાદો બનાવવાની અને હોળીનો આનંદ કરવાની આ તક છે.

લાઈવ ડીજેની સાથે આ વખતે હોળીને લગતા નવા સોન્ગ તથા એકતાનો મેસેજ આપતા બોલિવૂડ સોંગ્સને મિક્સ અને રિમિક્સ કરીને બનાવ્યા છે.જેમાં બોલીવુડના હિટ સોંગ પસંદ કર્યા છે. જેના પર સૌથી વધુ વીડિયો બન્યા હોય તેવા તથા ઈડીએમ, બીડીએમ, ટેક્નો, ટ્રેપ, ડબસ્ટેપ, હીપહોપ સોંગને ડીજેના ફોર્મમાં રિમિક્સ કરીને તૈયાર કર્યા છે. જેમાં શહેરીજનો મનભરીને ઝૂમશે.



કોણ છે ડીજે MKSHFT ?

ડીજે MKSHFT એક સંગીત નિર્માતા છે. જે અસ્પષ્ટ સંગીતની પ્રતિભા અને વ્યક્તિત્વને દર્શાવતા હાર્ડ-હિટિંગ ટ્રેક બનાવવા માટે વિવિધ પ્રભાવો સાથે EDM અને ભારતીય સંગીતને એકસાથે લાવે છે. તેની ખાસ વાત એ છે કે તે પોતાના પર્ફોમન્સમાં આશ્ચર્યજનક માસ્ક પહેરે છે. જે તેના ચહેરાની ઓળખને અસ્પષ્ટ કરે છે. પરંતુ તેમના મહત્તમ અવાજમાં વ્યક્તિત્વની એક મુખ્ય માત્રા દાખલ કરે છે.

ટિકિટ મેળવવા માટે : બુક માય શો પરથી મેળવી શકો છો

સરનામું : એસ.કે. ફાર્મ, સિંધુભવન રોડ, બોડકદેવ, અમદાવાદ

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Ahmedabad news, Holi 2023, Local 18