અમદાવાદની આ હાટ બજારમાં વિવિધ પ્રકારના ચંપલ, બૂટ અને જ્લેલરી સસ્તા ભાવમાં મળે છે
જેમાં લોન્ગ સેટ, કોલર સેટ, બટવા, પર્સ, ઈઅરિંગ, નેકલેસ જેવી અન્ય વેરાયટી પણ જોવા મળે છે. આ સાથે તે ભારતની બહાર દુબઈ, યુએસએ, મલેશિયા, ફિલિપાઈન્સ જેવા દેશોમાં પણ તેમની પ્રોડક્ટ મોકલે છે.
Parth Patel, Ahmedabad: આધુનિક સમયમાં દિવસે ને દિવસે દરેક વસ્તુઓ મોંઘી થઈ રહી છે. ત્યારે અમદાવાદ હાટમાં જ્વેલરી, કપડાં, હેન્ડમેડ પ્રોડક્ટ જેવી વસ્તુઓ બજાર કરતા સસ્તા ભાવે તથા કારીગરો દ્વારા જાતે ડિઝાઈન કરેલી જોવા મળે છે. જેમાં આ વખતે મહિલા કારીગરોએ જુદી જુદી વેરાયટીમાં જ્વેલરી તથા મોજડી-ચંપલ રજૂ કર્યા છે. જે બજાર કરતા સસ્તા ભાવે મળી રહ્યા છે.
જેકોબીટ્સમાં લોન્ગ સેટ, કોલર સેટ, બટવો, પર્સ, ઇઅરિંગ, નેકલેસ જેવી વસ્તુઓ પણ સસ્તા ભાવે મળે છે
નિકિતા શાહ સાથે વાત કરતા જણાવ્યું કે તેઓ હેન્ડમેડ જ્વેલરી અને બીટ્સનું વર્ક કરે છે. ખાસ કરીને બજારમાં મળતા નાના જેકોબીટ્સનું કામ કરે છે. જેમાં લોન્ગ સેટ, કોલર સેટ, બટવા, પર્સ, ઇઅરિંગ, નેકલેસ જેવી અન્ય વેરાયટી પણ જોવા મળે છે. આ સાથે તે ભારતની બહાર દુબઈ, યુ એસ એ, મલેશિયા, ફિલિપાઈન્સ જેવા દેશોમાં પણ તેમની પ્રોડક્ટ મોકલે છે.
જો તમારે કોઈ વસ્તુ કસ્ટમાઈઝ કરવી હોય તો તે પણ હોલસેલમાં જ મળે છે. જેમાં લોન્ગ નેકલેસની કિંમત 500 થી લઈને 1200 રૂપિયા અને ઇઅરિંગની કિંમત 150 થી લઈને 500 રૂપિયા સુધીની છે. જ્યારે બટવાની કિંમત 400 થી લઈને 800 રૂપિયા સુધીની છે.
કોમલ શેઠ જણાવે છે કે તેઓ કચ્છના વતની છે. તેમની પાસે ચણિયાચોળી, કોટિ, પર્સ, દુપટ્ટા, બ્લાઉઝ, બેડશીટ જેવી વસ્તુઓ સસ્તા ભાવે મળે છે. જેમાં એમ્બ્રોઇડરી વર્ક, જરદોશી વર્ક, કચ્છી વર્ક, મશીન વર્ક અને હેન્ડમેઈડ વસ્તુઓ પણ જોવા મળે છે. જો વસ્તુના કિંમતની વાત કરીએ તો ચણિયાચોળી 1000 થી 2500 રૂપિયા, કોટિ 450 થી 800 રૂપિયા, બ્લાઉઝ 750 થી 1800 રૂપિયા છે.
જ્યારે બેગ 150 થી 500 રૂપિયા અને પર્સ 170 થી 900 રૂપિયા સુધીમાં મળે છે. આ હેન્ડમેઈડ વર્ક અને મશીન વર્ક વિશે જણાવતા તેઓ કહે છે કે હેન્ડમેઈડ વર્ક એ કાપડ પર હાથેથી દોરી જરદોશી વર્ક કરવામાં આવે છે. જ્યારે મશીન વર્કમાં કાપડ પર માર્ક કરી તેના પર છાપ પાડવામાં આવે છે.
લેડીઝ માટે ખાસ ડોક્ટર ચંપલ બનાવે છે
મોહમદ આરીફે જણાવ્યું હતું કે તેઓ હેન્ડી ક્રાફ્ટનું વર્ક કરે છે. જેમાં લેડીઝ, જેન્ટ્સ અને નાના બાળકોની મોજડીઓ, ચંપલ, સેન્ડલ, લગ્નપ્રસંગની મોજડી, સ્લીપર બનાવે છે. ખાસ કરીને લેડીઝમાં લેધરના ચંપલ, એમ્બ્રોઈડરી વર્કવાળા, ઓક્સોડાઈઝ કરેલી બક્કલ વાળી મોજડી, ચંપલ, સેન્ડલ પણ જોવા મળે છે. અને અન્ય આઈટમો ટ્રેડિશનલ અને હેન્ડીક્રાફ્ટ વર્કમાં મળી રહે છે.
આ સાથે તેઓ હોલસેલ અને રીટેલ બંનેમાં વર્ક કરે છે. જો ભાવની વાત કરીએ તો લેડીઝ ચંપલ 250 થી 400 રૂપિયા, જેન્ટ્સમાં રેગ્યુલર મોજડીઓ 350 થી 400 રૂપિયા, ચામડાની મોજડીઓ 450 થી 550 રૂપિયા અને નાના બાળકોના 150 થી લઈને 250 રૂપિયા સુધીમાં મળી રહે છે.
આ ઉપરાંત લેડીઝ માટે ખાસ ડોક્ટર ચંપલ બનાવીને વેચે છે. જે મહિલાઓને પગના દુખાવા, પાનીના દુખાવા, પગમાં ચીરા પડવા જેવી સમસ્યામાંથી છુટકારો આપે છે. જેની કિંમત 350 થી લઈને 500 રૂપિયા સુધીની રેન્જમાં જોવા મળે છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.