Home /News /ahmedabad /જો સાથે એક લાખથી વધુની રોકડ લઈને ફરો છો તો સાવધાન!, જાણો ચૂંટણી પંચે શું કહ્યું?

જો સાથે એક લાખથી વધુની રોકડ લઈને ફરો છો તો સાવધાન!, જાણો ચૂંટણી પંચે શું કહ્યું?

રોકડ લઈને ફરો છો તો સાવધાન!

Election Commission: રાજયમાં યોજાનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવું સુચારું આયોજન પંચ દ્વારા કરવામાં આવ્યું છે. આદર્શ આચારસંહિતાની અમલવારી માટે વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં ફલાઇંગ સ્કવોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ ચૂંટણી જાહેર થતાની સાથે જ કાર્યન્વિત બની ગઈ છે.

વધુ જુઓ ...
ગુજરાત: રાજયમાં યોજાનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવું સુચારું આયોજન પંચ દ્વારા કરવામાં આવ્યું છે. આદર્શ આચારસંહિતાની અમલવારી માટે વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં ફલાઇંગ સ્કવોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ ચૂંટણી જાહેર થતાની સાથે જ કાર્યન્વિત બની ગઈ છે. દરેક જિલ્લામાં આવેલા વિધાનસભા મતવિસ્તારમાં ફલાઇંગ સ્કવોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ કાર્ય કરી રહી છે. જિલ્લામાં મતદારોને રીઝવવા માટે આપવામાં આવતી રોકડ કે અન્ય કોઇપણ લોભામણી બાબતો પર આ ટીમો નજર રાખશે.

જરૂરી પૂરાવા સાથે રાખવા તાકીદ


ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત 182 વિધાનસભા મત ક્ષેત્રમાં આદર્શ આચારસંહિતાનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ માટે ફ્લાઈંગ સ્કવોડ સ્ટેટીક સર્વેલન્સ ટીમ તમામ જિલ્લાઓમાં કાર્યરત થતા વિવિધ ચોક્કસ સ્થળો પર ચેકિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. 50,000 કે તેથી વધુ રોકડ રકમ મળે તો તેના પુરાવા રજૂ કરવા ચૂંટણી પંચ દ્વારા તાકીદ કરવામાં આવી છે. જો એક લાખ રૂપિયાથી વધુ રોકડ મળી આવશે તો ફોર્મ ભરીને ઇન્કમટેક્સ વિભાગને જાણ કરાશે આથી નાગરિકોએ રોકડના પુરાવા સાથે રાખવા માટે જરૂરી પૂરાવા સાથે રાખવા તાકીદ કરાઇ છે.

આ પણ વાંચો: ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ, મોહનસિંહ રાઠવા ધારણ કરશે કેસરિયા

સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે


આ ટીમો દ્વારા ચૂંટણીમાં ઉમેદવારોને રિઝવવા થતી રોકડ અથવા દારૂની રેલમછેલ અટકાવવા જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને સાથે સાથે તેમજ વાહનોમાં ચકાસણી કરવામાં આવશે. રોકડ, દારૂ કે ગિફટ જેવી અન્ય વસ્તુઓની ચકાસણી કરવામાં આવશે. આ સાથે સમગ્ર ચેકિંગ પ્રક્રિયા કે ચકાસણીની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી આવશે તો તાત્કાલિક તેને જપ્ત કરવામાં આવશે. આ ઉપરાંત નક્કી કરેલી મર્યાદા કરતા વધુ રોકડ મળશે તો તેને પણ જપ્ત કરી ઇન્કમટેકસ વિભાગને જાણ કરવામાં આવશે.

આ મામલે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે


કોઇપણ વ્યક્તિ રૂપિયા 50 હજાર કે તેથી વધુની રકમ લઇ જતો હશે તો તેમને સ્ટેટિક સર્વેલન્સ ટીમને પકડાયા વ્યક્તિએ તેની વિગતો રજૂ કરવી પડશે. સ્ટેટિક ટીમની પૂછતાછમાં સંતોષકારક જવાબ નહીં મળે અને યોગ્ય પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત મતદારને રીઝવવા માટે ઉમેદવાર અથવા તેમનો પ્રતિનિઘિ 10 હજાર રૂપિયાથી વધુની કિંમતની ગિફટ લઇ જતા પકડાશે તો તેમની સામે કાયદેસની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: અલ્પેશ ઠાકોરે કહ્યું - ‘મારી લાગણી છે કે CM ઠાકોર સમાજના બને’

જો સાથે વધારે રોકડ રાખો છો તો સાવધાન


આ સિવાય એક લાખ રૂપિયા કે તેથી વધુની રોકડ મળી આવશે તો ફોર્મ ભરવું પડશે. જેની વિગત ઇન્કમટેકસ વિભાગને મોકલવામાં આવશે. જો રોજબરોજના ધંધાની રોકડ હશે તો તે અંગેના પુરાવા સાથે રાખવા પડશે. વેપાર-ધંધાને લગતી કોઇપણ રોકડ હશે અને યોગ્ય પૂરાવા હશે તો વ્યક્તિ સરળતાથી રોકડની હેરાફેરી કરી શકશે. તેની સાથે કોઇપણ વ્યક્તિ બેંકમાંથી રોકડા ઉપાડયા હોય તો તેવા કિસ્સામાં બેંકમાંથી રૂપિયા ઉપાડયા તેના પુરાવા સાથે રાખવા પણ જણાવાયુ છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ રોકડા લઇ નીકળતા નાગરિકોને પોતાની સાથે પાનકાર્ડ, બિઝનેસ રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર, બેંકમાંથી પૈસા ઉપાડયા હોય તે દર્શાવતી પાસબુક કે બેંક સ્ટેટમેન્ટ, કેશબુકની કોપી, લગ્ન માટે કંકોત્રી કે આમંત્રણ કાર્ડ, હોસ્પિટલ ખર્ચ માટે હોસ્પિટલમાં એડમીશનની નોંધ વિગેરે પૂરાવા સાથે રાખવા સુચના આપવામાં આવી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Election commission, Election commission of india, ગુજરાત વિધાનસભા ચૂંટણી, રાજ્ય ચૂંટણી પંચ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन