Home /News /ahmedabad /CMA ફાઇનલનું પરિણામ જાહેર: ટોપ 50માં અમદાવાદના બે વિધાર્થીઓએ બાજી મારી

CMA ફાઇનલનું પરિણામ જાહેર: ટોપ 50માં અમદાવાદના બે વિધાર્થીઓએ બાજી મારી

ઓવરઓલ પરિણામ પર નજર કરીએ તો CMA ઇન્ટરમિડીયેટનું 14% ટકા પરિણામ અને ફાઇનલ લેવલનું 12% પરિણામ નોંધાયું છે.

CMA ના રીઝલ્ટમાં અભય ઠાકર અમદાવાદમાં પ્રથમ ક્રમે આવ્યો. અમદાવાદની વાત કરીએ તો ઇન્ટરમિડીયેટ લેવલની પરીક્ષાનું 16% અને ફાઇનલ લેવલની પરીક્ષાનું 15% પરિણામ નોંધાયું છે.

અમદાવાદ: ગત જૂન-જુલાઈ માસમાં લેવાયેલી કોસ્ટ એકાઉન્ટ ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં અમદાવાદ ચેપ્ટરના બે વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા લેવલ પર ટોપ 50માં સ્થાન મેળવ્યું છે. યોગ્ય દિશામાં મહેનત કરવાથી ધાર્યું પરિણામ મેળવી શકાય છે તે આ ટોપર્સએ સાબિત કરી બતાવ્યું છે. અત્યારસુધી જે ICWA કહેવાતું હતું તે હવે CMA થઇ ગયું છે. જેનું પરિણામ જાહેર થયું છે. ઓવરઓલ પરિણામ પર નજર કરીએ તો CMA ઇન્ટરમિડીયેટનું 14% ટકા પરિણામ અને ફાઇનલ લેવલનું 12% પરિણામ નોંધાયું છે. જ્યારે અમદાવાદની વાત કરીએ તો ઇન્ટરમિડીયેટ લેવલની પરીક્ષાનું 16% અને ફાઇનલ લેવલની પરીક્ષાનું 15% પરિણામ નોંધાયું છે.

સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, જાન્યુઆરી મહિનામાં લેવાયેલી પરીક્ષાની સરખામણીએ જૂન મહિનામાં લેવાયેલી પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં સુધારો જોવા મળ્યો છે. જાન્યુઆરી મહિનામાં લેવાયેલી પરીક્ષામાં ઇન્ટરમીડીએટનું 7.93% અને ફાઇનલ લેવલની પરીક્ષાનું 5.48% પરિણામ નોંધાયું હતું. અમદાવાદ ચેપ્ટરના અભય ઠાકરે 21 મો રેન્ક જ્યારે શ્લોક પટેલ નામના વિદ્યાર્થીએ 22 મો રેન્ક ઓવર ઓલ ઇન્ડિયામાં પ્રાપ્ત કર્યો છે.

આ પણ વાંચો : હાશ! નવરાત્રીમાં રાજ્યના આ વિસ્તારોમાં વરસાદ નહીં બને વિલન

આ અંગે અમદાવાદ ચેપટરના ચેરમેન મલ્હાર દલવાડીએ જણાવ્યું કે, CMA થયા પછી વિધાર્થીઓ માટે ઘણાં સ્કોપ રહેલા છે. જે વિધાર્થીઓએ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવી છે તેઓ પ્રેક્ટિસ પણ કરી શકે છે. ઇન્ડસ્ટ્રીઝમાં પણ સર્વિસ કરી શકે છે. ગત ટર્મમાં CMA થયેલા ફ્રેશ વિધાર્થીને કેમ્પસ પ્લેસમેન્ટમાં 28 લાખ સુધીના પેકેજ સાથે જોબ ઓફર થઈ હતી. CMA થયા બાદ વિધાર્થીને સરેરાશ 8થી 12 લાખ સુધીના પેકેજની જોબ ઓફર થાય છે.

આ પણ વાંચો : નિર્માણાધિન બ્રિજનો એક ભાગ ધરાશાયી, અધિકારીઓએ કોન્ટ્રાક્ટરનો કર્યો બચાવ

બીજી તરફ 21મો રેન્ક અભય ઠાકર અને 22મો રેન્ક મેળવનાર શ્લોક પટેલે જણાવ્યું કે, CMA એક પ્રોફેશનલ ડિગ્રી છે.  તેમાં સફળ થવા માટે ઓછામાં ઓછી દિવસની 10થી 12 કલાકની મહેનત કરવી પડે છે. સીએમએની ડિમાન્ડ વધી રહી છે માટે ખૂબ જ સ્કોપ રહેલા છે. અભય પર્સનલ પ્રેક્ટિસ કરવાની ઈચ્છા ધરાવે છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन