Home /News /ahmedabad /

અમદાવાદ: પતિએ પત્નીની ફિલ્મી ઢબે હત્યાની કરી કોશિશ કરી, રીત જાણીને રૂંવાટા ઉભા થઇ જશે

અમદાવાદ: પતિએ પત્નીની ફિલ્મી ઢબે હત્યાની કરી કોશિશ કરી, રીત જાણીને રૂંવાટા ઉભા થઇ જશે

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad News: શનિવારે બપોરે રજનીબેન મેંદી કુવા ખાતે દશા માતાના મંદિર નજીક રોડ પર ઊભા હતા. ત્યારે શનિભાઈ ત્યાં આવ્યા હતા અને તું કેમ ઘરે નથી આવતી એવું કહ્યું હતું

અમદાવાદ: શહેરના (Ahmedabad) માધુપુરા વિસ્તારમાં પતિએ પત્નીની હત્યાનો (Husband try to murder wife) પ્રયાસ કર્યો હોવાનો બનાવ બન્યો છે. પતિ સાથે અણબનાવ બનતા પત્ની રીસાઇને પોતાના પિયરમાં જતી રહી હતી. પતિએ પત્નીને કહ્યું કે, કેમ ઘરે નથી આવતી જેથી પત્નીએ કહ્યું કે, મારે તારી સાથે નથી રહેવુ અને છૂટાછેડા લેવા છેય. જેનાથી પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને પૂંઠા કાપવાના કટર મશીનથી શરીરના અલગ અલગ ભાગો ઉપર તેણે કટર ફેરવી દીધું હતું. જેના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. માધવપુરા પોલીસે આ મામલે પતિ સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

શહેરના માધવપુરા વિસ્તારમાં ઇન્દિરા નગરના છાપરા પાસે રજનીબેન શનીભાઈ દંતાણી તેમના પરિવાર સાથે રહે છે. ત્રણેક દિવસ પહેલા રજનીબેનને પતિ શનિભાઈ સાથે પણ બનાવ બનતા તેઓ અને તેમના પિયરમાં જતા રહ્યા હતા. શનિવારે બપોરે રજનીબેન મેંદી કુવા ખાતે દશા માતાના મંદિર નજીક રોડ પર ઊભા હતા. ત્યારે શનિભાઈ ત્યાં આવ્યા હતા અને તું કેમ ઘરે નથી આવતી એવું કહ્યું હતું જેથી રજનીબેને કહ્યું મારે તારી સાથે નથી રહેવું અને છૂટાછેડા લેવા છે.

આ પણ વાંચો: ગુજરાતની તમામ અપડેટ અહીંથી વાંચો

જેથી શનિભાઈ ઉશ્કેરાઈ જઈ અને ગાળાગાળી અને ઝઘડો કર્યો હતો. ગડદાપાટુનો માર મારતાં રજનીબેન ત્યાંથી ભાગવા લાગ્યા હતા પરંતુ પાછળથી એને પકડી લીધી હતી અને બાદમાં ફોટા કાપવાના મશીનથી ગળાના ભાગે તેમજ શરીરના પાછળના ભાગે કટર ફેરવી દીધું.



અલગ અલગ જગ્યાએ કટર ફેરવતા લોહીલુહાણ હાલતમાં રોડ પર પડી હતી જેથી આસપાસના લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરિવારજનોને જાણ થતાં તેઓ પણ ત્યાં દોડી આવ્યા હતા આ મામલે પોલીસને જાણ કરાતા માધવપુરા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે શનીભાઈ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી અને તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ક્રાઇમ સમાચાર, ગુજરાત, હત્યા

આગામી સમાચાર