અમદાવાદ : પતિએ પત્નીના અશ્લીલ ફોટો સાસરિયાઓને મોકલ્યાં

પતિએ અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ રાખતા પત્ની પિયરમાં રહેતી હતી, સાળાએ બનેવી સામે સોલા પોલીસસ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

News18 Gujarati
Updated: August 14, 2019, 11:36 PM IST
અમદાવાદ : પતિએ પત્નીના અશ્લીલ ફોટો સાસરિયાઓને મોકલ્યાં
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: August 14, 2019, 11:36 PM IST
હર્મેશ સુખડિયા, અમદાવાદ : સોલા વિસ્તારમાં અજીબોગરીબ કિસ્સો બન્યો છે. પતિએ જ પત્નીના અશ્લીલ ફોટો અને ધમકીભર્યા મેસેજ સાસરિયાઓને મોકલી બદનામી ભર્યું કામ કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપી પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તેની પત્ની પિયરમાં રહેતી હતી. આ ઘટના બનતા જ સાળાએ બનેવી સામે સોલા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ચાંદલોડિયામાં રહેતા સાળાએ સોલા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ  યુવકની બહેનના વર્ષ 2018માં ગાંધીનગરના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ બંને વચ્ચે મનમેળ ન રહેતા અને આ યુવકનું અન્ય સ્ત્રી સાથે લફડું સામે આવતા બહેન પિયરમાં આવી ગઇ હતી. આ બાબતને લઇને ગાંધીનગર મહિલા પોલીસસ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

આ પણ વાંચો :  અમદાવાદના વિવાદિત ડૉ. સોની સામે વધુ એક ફરિયાદ, સોલા પોલીસે તપાસ હાથ ધરી

ગઇકાલે સવારે સાળાએ મોબાઇલ ફોન ચેક કરતા તેમના બનેવીના મેસેજ વોટ્સએપ પર આવ્યા હતા. જેમાં સાતથી આઠ અશ્લીલ ફોટો તેમની બહેનના હતા અને એવું લખ્યું હતું કે તારી બહેનના ધંધા આખું ગામ જોશે એક્ઝામ્પલ જોઇ લે તમે હોશિયાર છો ને હવે જોઇ લો મને હું નહિ આખી દુનિયા જોશે. આવા ધમકીભર્યા મેસેજ ફરિયાદ કરનાર યુવકના પિતાના ફોનમાં પણ આવ્યા હતા. આ બાબતને લઇને ફરિયાદ કરનાર યુવક શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે ગયા અને ત્યાં અરજી આપતા સોલા પોલીસે બોલાવી ફરિયાદ નોંધી હતી.

આ પણ વાંચો :   પ્રાંતિજની નર્સનો ટિકટોક વીડિયો વાયરલ થતાં સસ્પેન્ડ થઇ

પતિએ પ્રેમિકાના ભાઇને પણ મેસેજ કર્યા
બનેવીના નામની હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ ચાલતી હોવાથી ફરિયાદ કરનાર યુવક મુદતે ગયા હતા. ત્યાં ફરિયાદ કરનાર યુવકના બનેવી જે પ્રેમિકા સાથે ભાગ્યા હતા તે પ્રેમિકાના ભાઇ મળ્યા હતા અને તેમને પણ આ મેસેજ મળ્યો હોવાનું જણાવ્યું હતું. હાલ સમગ્ર મામલે પોલીસને વોટ્સએપના મેસેજોના પુરાવા આપતા સોલા પોલીસે આરોપી સામે તપાસ હાથ ધરી છે.

 
First published: August 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...