પત્નીની ફરિયાદ : 'ચરિત્રની શંકા રાખીને પતિ રોજ એક્ટિવાનું મીટર ચેક કરે છે'

સેટેલાઈટની એક પરિણીતાએ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી, પતિ એ ચરિત્રની શંકાએ ઘરમાં CCTV લગાવ્યા હતા.

News18 Gujarati
Updated: April 11, 2019, 9:37 AM IST
પત્નીની ફરિયાદ : 'ચરિત્રની શંકા રાખીને પતિ રોજ એક્ટિવાનું મીટર ચેક કરે છે'
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: April 11, 2019, 9:37 AM IST
ન્યૂઝ 18 ગુજરાતી : અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ સેટેલાઇટ પોલીસ મથકમાં પતિ વિરુદ્ધ એક અચરજ પમાડે તેવી ફરિયાદ આપી છે. સેટેલાઇટની પરિણીતાઓે નોંધાવેલી ફરિયાદ મુજબ અમદાવાદ રહેતો તેના પતિ બિશ્વજીતે તેના પર ચરિત્રની શંકા રાખી ઘરમાં CCTV લગાવ્યા હતા અને પતિ તેના ચરિત્રની શંકા રાખી જ્યારે તે ઘરે આવે અને જાય ત્યારે તેના એક્ટિવાનું મીટર ચેક કરતો હતો.

અમદાવાદના સેટેલાઇટના રામદેવનગરમાં નંદરન એપાર્ટમેન્ટમાં રહેતા સુદિપ્તાના બીજા લગ્ન મૂળ કોલકત્તાના વતની બિશ્વજીત સાથે થયું હતું. બીશ્વજીત મુંબઈ નોકરી કરતો અને શનિ-રવિ ઘરે આવતો હતો. બિશ્વજીત અમદાવાદમાં ન રહેતો હોવાથી તેની પત્ની માતાપિતા સાથે રહેતી હતી. થોડા સમય બાદ બિશ્વજીતે અમદાવાદમાં ટ્રાન્સફર લીધી અને અમદાવાદમા આવ્યો હતો. પરિણીતાની ફરિયાદ મુજબ બિશ્વજીત અવારનવાર તેની સાથે દહેજની માંગણી કરી ઝઘડો કરતો હતો. સુદિપ્તા બેન્ક મેનેજર છે તે નોકરીથી પરત ફરે એટલે કોની સાથે વાત કરી તે જાણવા મોબાઇલ ચેક કરતો હતો અને પત્ની ઓફિસથી સીધી ઘરે આવી હતી કે બહાર ગઈ હતી તે ચેક કરવા માટે મોબાઇલ ચેક કરતો હતો.

પોતાની હાજરીમાં ઘરે કોણ આવે છે, અને કોણ નથી આવતું તે જાણવા માટે બિશ્વજીતે ઘરમાં CCTV કેમેરા પણ લગાવી દીધા હતા કંટાળેલી પત્નીએ પતિની હરકતો વિરુદ્ધ સેટેલાઇટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ સુદિપ્તાના પિતા હાર્ટ પેશન્ટ છેઅને માતા પણ બીમાર રહેતા હતા અને સુદિપ્તા તેનાં માતાપિતાને સાથે જ રાખતી હતી પરંતુ બિશ્વજીતના વર્તનથી કંટાળી તેણે અલગ ભાડાનું મકાન રાખ્યું હતું.
First published: April 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...