Home /News /ahmedabad /સોસાયટીના ચેરમેને ભાડુઆતને લઇ એવી માહિતી આપી કે મકાનમાલિક સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો
સોસાયટીના ચેરમેને ભાડુઆતને લઇ એવી માહિતી આપી કે મકાનમાલિક સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો
પત્નીની હત્યા કર્યા બાદ પતિ બે બાળકો સાથે ફરાર થઇ ગયો.
Ahmedabad Crime: આજે સવારે દસેક વાગ્યાની આસપાસ ચેરમેનનો તેમના પર ફોન આવ્યો હતો. અને જાણ કરી હતી કે તેમના મકાનમાં મર્ડર થયેલ છે. જેથી તેઓ તાત્કાલિક આકૃતિ ટાઉનશીપ પર પહોચ્યા હતાં. અને મકાનમાં જઇને જોયુ તો રીંકુકુમારી બેડ પલંગ પર મૃત હાલતમાં જોવા મળ્યા હતાં.
અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જો કે હત્યા કર્યા બાદ પતિ બે બાળકો સાથે ફરાર થઇ ગયો છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ આસપાસના સ્થાનિક રહેવાસીઓને થતાં તેઓેએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
શહેરના નારોલ વિસ્તારમાં રહેતા નવલભાઇ શાહ એ નારોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે તેમનો ફ્લેટ આકૃતિ ટાઉનશીપ વિભાગ 2 માં તેમનું મકાન આવેલ છે. જે મકાન છેલ્લા બે અઢી મહીનાથી રીંકુકુમારી અજય ભારદ્વાજને ભાડે આપ્યું હતું. જ્યાં તેઓ તેના પતિ અને બે બાળકો સાથે રહેતા હતાં. આજે સવારે દસેક વાગ્યાની આસપાસ ચેરમેનનો તેમના પર ફોન આવ્યો હતો. અને જાણ કરી હતી કે તેમના મકાનમાં મર્ડર થયેલ છે. જેથી તેઓ તાત્કાલિક આકૃતિ ટાઉનશીપ પર પહોચ્યા હતાં. અને મકાનમાં જઇને જોયુ તો રીંકુકુમારી બેડ પલંગ પર મૃત હાલતમાં જોવા મળ્યા હતાં. તેમના ગળાના ભાગે અને હડચીના ભાગે ઇજાના નિશાન હતાં.
જેમને જાણ થઇ હતી કે રીંકુકુમારીનો પતિ કોઇ અગમ્ય કારણોસર ગળે ટુંપો દઇ અથવા ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દઇ ફરાર થઇ ગયેલ છે. જે અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. જો કે આરોપી એ ક્યા કારણોસર આ હત્યાના બનાવને અંજામ આપ્યો છે તે તેની પૂછપરછ બાદ જ સામે આવી શકે છે. હાલમાં પોલીસે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.