અમદાવાદઃ પ્રેમિકાને પામવા પતિએ પત્નીને આપ્યા ડ્રગ્સના ઇન્જેક્શન

News18 Gujarati
Updated: June 27, 2018, 2:28 PM IST
અમદાવાદઃ પ્રેમિકાને પામવા પતિએ પત્નીને આપ્યા ડ્રગ્સના ઇન્જેક્શન
હાલ મહિલાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે

  • Share this:
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પતિ, પત્ની ઔર વોનો એક કેસ સામે આવ્યો છે. જેમાં એક પતિ છેલ્લા એક મહિનાથી તેની પત્નીને ડ્રગ્સના ઇન્જેક્શન આપી રહ્યો હતો. પતિ પોતાની પત્નીથી છૂટકારો મેળવીને પ્રેમિકાને પામવા માંગતો હતો.

મહિલાને સારવાર માટે ખસેડાઈ

પ્રાપ્ત વિગત પ્રમાણે કિરણ કુમાર નામનો વ્યક્તિ તેની પ્રેમિકાને પામવા માટે તેની પત્નીને છેલ્લા એક મહિનાથી ડ્રગ્સના ઇન્જેક્શન આપી રહ્યો હતો. આ બાબતે યુવતીના પરિવારના લોકોને જાણ થતાં તેમણે મહિલાને બેભાન અવસ્થામાં સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.

યુવતીના ભાઈએ એવો આક્ષેપ કર્યો છે કે તેના જીજાજીએ તેની બહેનને ડ્રગ્સના ઇન્જેક્શન આપ્યા છે. તેમજ તેના જીજાજી અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ ધરાવે છે. તેઓ આ મહિલાને પામવા માટે આવું કરી રહ્યા છે. હાલ હોસ્પિટલ ખાતે ડોક્ટરો મહિલાની સારવાર કરી રહ્યા છે.

મળી રહેલી માહિતી પ્રમાણે મહિલાનો પતિ હાલ ફરાર થઈ ગયો છે. પોલીસ પણ આ કેસની ખરાઈ કરવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચી છે. આ બાબતે મહિલાનું નિવેદન નોંધાયા બાદ પતિની ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

મહિલા તેના ઘરેથી અર્ધબેભાન હાલતમાં મળી આવી હતી
First published: June 27, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...