Ahmedabad news: અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે અને ઘરકામ કરે છે. યુવતીનો પતિ મજૂરી કામ કરે છે. પોલીસે આ કેસમાં ગુનો નોંધી તપાસ આદરી.
અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ તેના પતિ સામે ફરિયાદ (Domestic violence act) નોંધાવી છે. આ યુવતી તેના બાળકો સાથે ઘરે હતી તે દરમિયાન તેનો પતિ બપોરના સમયે જમવા માટે આવ્યો હતો. પત્નીએ જમવાનું આપ્યા બાદ તેનો પતિ આવેશમાં આવી ગયો હતો અને શાકમાં મીઠું કેમ વધારે છે એમ કહી પત્ની સાથે ઝઘડો (Husband wife fight) કરી તેણીને માર માર્યો હતો. માર મારવાથી સંતોષ ન થતાં પતિએ વધુ ઉગ્ર બની પત્નીને ઘરમાંથી બહાર કાઢીને મારી હતી અને બાદમાં અસ્ત્રા વડે તેના વાળ કાપી નાખ્યા હતા. જે તે વખતે યુવતી તેના પતિથી એટલી ગભરાઈ ગઈ હતી કે તેણીએ પોલીસ (Ahmedabad police) પાસે જવાનો વિચાર પણ કર્યો ન હતો. પરંતુ ફરી એક વખત ઝઘડો થતાં યુવતીએ આ અંગે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
શહેરના વટવા વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે અને ઘરકામ કરે છે. તેનો પતિ મજૂરી કામ કરે છે. ગત તા. 8મી મેના રોજ બપોરે આ યુવતી બાળકો સાથે ઘરે હાજર હતી ત્યારે તેનો પતિ ઘરે આવ્યો હતો. આ દરમિયાન યુવતીએ તેના પતિને જમવાનું આપ્યું હતું. આ દરમિયાન સબ્જીમાં મીઠું થોડું વધારે હોવાથી તેનો પતિ આવેશમાં આવી ગયો હતો અને કેમ નમક વધારે નાખ્યું છે? તેમ કહી પત્ની સાથે બોલાચાલી કરી હતી.
બાદમાં પતિએ પત્નીને બીભત્સ ગાળો બોલી હતી. યુવતીએ તેના પતિને ગાળો બોલવાની ના પાડતા તે વધારે ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નીને ઘર બહાર કાઢીને માર મારવા લાગ્યો હતો. બાદમાં પત્નીને લાકડાના દંડાના બે ફટકા પણ માર્યા હતા. બાદમાં ધમકી આપી હતી કે, "જો તું મારી સામે બોલીશ તો તને ફરી આવો જ માર મારીશ."
યુવતી પતિની આવી ધમકીથી ગભરાઈ ગઈ હતી. તેવામાં પતિએ અસ્ત્રા વડે યુવતીના માથાના વાળ કાપી નાખી ટકલું કરી નાખ્યું હતું. જે બાદમાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. યુવતીને તેના પતિનો ડર લાગતો હોવાથી જે તે વખતે તેણીએ ફરિયાદ કરી ન હતી. પરંતુ ફરી તેના પતિએ ઝઘડો કરતા યુવતીએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવતા આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર