પતિ કેનેડા ન જઇ શકે તે માટે પૂર્વ પત્નીએ પતિના દસ્તાવેજો પર ખરીદી કરી સિબિલ બગાડ્યો

News18 Gujarati
Updated: October 9, 2019, 8:37 PM IST
પતિ કેનેડા ન જઇ શકે તે માટે પૂર્વ પત્નીએ પતિના દસ્તાવેજો પર ખરીદી કરી સિબિલ બગાડ્યો
પતિના ડોક્યુમેન્ટનો ખોટી રીતે ઉપયોગ કરી ત્રણ મોબાઇલ ફોન ખરીદી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી

પતિના ડોક્યુમેન્ટનો ખોટી રીતે ઉપયોગ કરી ત્રણ મોબાઇલ ફોન ખરીદી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી

  • Share this:
હર્મેશ સુખડીયા, અમદાવાદઃ અત્યાર સુધીમાં તો પતિ પત્ની વો ના કિસ્સા અનેક વાર સાંભળ્યા છે. પણ હવે પતિ અને તેની પૂર્વ પત્નીનો એક એવો કિસ્સો સામે આવ્યો છે. જે સાંભળતા જ આશ્ચર્ય પામી જવાય. વાત છે એક યુવકની અને તેની પૂર્વ પત્નીની. લગ્ન સમયે આપેલા પતિના ડોક્યુમેન્ટનો ખોટી રીતે ઉપયોગ કરી ત્રણ મોબાઇલ ફોન ખરીદી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ આ યુવકે નોંધાવી છે. યુવક કેનેડા હતો અને તેની પત્ની પણ કેનેડા જવા જીદે ચઢી હતી પણ તેને લઇ ગયો ન હતો. જેથી યુવકનો બેંક સિબિલ બગડે તે હેતુથી પૂર્વ પત્નીએ તેના પિતા અને યુવકના સાઢુભાઇ સાથે મળી આ ઠગાઇ આચરી હોવાનો આક્ષેપ કરાયો છે.

કેનેડામાં રહીને સીએનો અભ્યાસ કરતા નિકુંજભાઇ ભુતાણી હાલ તેના ભાઇના સેટેલાઇટ ખાતેના સત્યમ સ્ટેટસમાં રહે છે. નિકુંજભાઇએ તેની પૂર્વ પત્ની, પૂર્વ સસરા અને પૂર્વ સાઢુભાઇ સામે સોલા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નિકુંજભાઇનો આક્ષેપ એવો છે કે તેમણે રાજકોટની રિધ્ધી મહેતા સાથે પરિવારની હાજરીમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ રિધ્ધીને કેનેડા સેટલ કરવા માટે યુવકના સાસરિયાઓ દબાણ કરતા હતા. પરંતુ પત્નીને સેટલ ન કરતા હોવાથી નિકુંજભાઇ સામે રિધ્ધીએ રોજકોટ મહિલા પોલીસમાં અરજી કરી હતી પણ બાદમાં સમાધાન થયું હતું. અને ત્યારબાદ છુટાછેડાના દસ્તાવેજ કરવામાં આવ્યા હતા. જેમાં ખોટી અરજીઓ કરી ફસાવી દેવાની ધમકીઓ આપી હતી, અને નિકુંજનો પાસપોર્ટ પણ રિધ્ધી અને તેના પિતાએ કસ્ટડીમાં રાખ્યો હતો. જે પાસપોર્ટ પાછો આપ્યો ન હતો. તા.5મી સપ્ટેમ્બરના રોજ નિકુંજભાઇ ઘરે હતા ત્યારે બેંકમાંથી પૈસા ડેબિટ થયા હોવાનો મેસેજ આવ્યો હતો.

મુંબઇ દહીસર ખાતે બેન્ક એકાઉન્ટ હોવાથી તેમણે ત્યાં તપાસ કરી તો એસજી હાઇવે પર, કાંકરિયા અને હિમાલયા મોલના એક શોરૂમમાં તેમના જૂના ડોક્યુમેન્ટ પરથી તેમના સાઢુભાઇ, પત્નીએ ખોટી સહીઓ કરી લોન લઇને મોબાઇલ લીધો હોવાનું સામે આવ્યું હતું. સ્ટોરના લોકોએ કહ્યું કે, આ માહિતીઓ મેળવવા માટે પોલીસ ફરિયાદ કરવી પડે. જેથી નિકુંજભાઇએ ફરિયાદ નોંધાવી સીસીટીવી સહિતના પુરાવાઓ એકત્રિત કરી બેન્કનો સંપર્ક કરી સાઢુ રિતેશ માવાણી, પૂર્વ પત્ની રિધ્ધી અને તેના પિતા સામે આઇપીસી 406,420,465,468,471,120બી મુજબ ફરિયાદ નોંધાવી હતી.
First published: October 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...