અમદાવાદઃ રૂપિયાના ઝઘડામાં પતિએ પત્નીનું નાક કરડી ખાધું

અમદાવાદના વટવા વિસ્તારમાં દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. સામાન્ય બાબતમાં થયેલો ઝઘડાએ ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

News18 Gujarati
Updated: July 18, 2019, 8:06 PM IST
અમદાવાદઃ રૂપિયાના ઝઘડામાં પતિએ પત્નીનું નાક કરડી ખાધું
ઇજાગ્રસ્ત પત્નીની તસવીર
News18 Gujarati
Updated: July 18, 2019, 8:06 PM IST
ઋત્વિજ સોની, અમદાવાદઃ સામાન્ય રીતે પતિ પત્નીના ઝઘડામાં પતિ પત્નીને માર મારવાની ઘટનાઓ છાસવારે બનતી હોય છે. કેટલીકવાર ઉશ્કેરાયેલા પતિ પત્ની ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડવાના પણ કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાય છે. પતિ પત્નીના ઝઘડા પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચતા હોય છે. અમદાવાદમાં પતિ પત્નીનો વિચિત્ર ઝઘડો બન્યો હતો. જેમાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીનું નાક કરડી ખાધું હતું.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના વટવા વિસ્તારમાં દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. સામાન્ય બાબતમાં થયેલો ઝઘડાએ ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. રૂપિયાના ઝઘડામાં પતિએ પત્નીને માર માર્યો હતો. આટલામાં સંતોષ ન માનનારા પતિએ પત્નીનું નાક કરડી ખાધું હતું.

જેના પગલે પત્ની ઇજાગ્રસ્ત થઇ હતી. અને પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ડોક્ટરો દ્વારા પત્નીના નાકે 9 જેટલા ટાંક લઇને નાકની સારવાર કરી હતી. સાથે સાથે આ વાતની જાણ પોલીસને થતાં પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
First published: July 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...