Home /News /ahmedabad /મહેસાણા: પતિએ પાર કરી તમામ હદ! મિત્રો સામે જ પત્નીને કરી દીધી નિર્વસ્ત્ર અને...
મહેસાણા: પતિએ પાર કરી તમામ હદ! મિત્રો સામે જ પત્નીને કરી દીધી નિર્વસ્ત્ર અને...
પ્રતિકાત્મક તસવીર
Mahesana News: પત્નીએ વિરોધ કરતાં પતિએ પત્નીના હોઠ પર બચકા ભર્યા હતા. જેના કારણે પત્નીને લોહી પણ નીકળવા લાગ્યુ હતુ. તેમજ શરીરના અન્ય ભાગોમાં પણ બચકાં ભર્યા હતા
મહેસાણા: વડનગર તાલુકામાં પતિના ત્રાસનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં શંકાશીલ પતિએ પત્નીને હોટલના એક રૂમમાં પોતાના જ મિત્રો સામે નિર્વસ્ત્ર કરીને વીડિયો ઉતાર્યો છે. પત્નીએ વિરોધ કર્યો તો તેણે પત્નીના હોઢ અને અન્ય અંગો પર બચકાં ભરીને ઇજા પહોંચાડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે વડનગર તાલુકા પોલીસ મથકમાં પતિ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પત્નીને બચકાં ભર્યા હતા
આ અંગે મળતી માહિતી પ્રમાણે, પરિણીતા અને તેનો પતિ અવારનવાર શંકા રાખીને ઝગડા કર્તો હતો. સમગ્ર મામલે પરિણીતા પોતાના ઘરે હાજર હતી. ત્યારે જ પતિ પોતાની સાથે અન્ય ત્રણ મિત્રોને ગાડીમાં ઘરે લાવ્યો હતો. જે બાદ પરિણીતાને માર પણ માર્યો હતો. જે બાદ પતિએ બાધા પૂરી કરવા જવાનું કહીને પત્ની અને મિત્રો સાથે ગાડીમાં નીકળ્યા હતા. પતિ સહિત તેના મિત્રો તેમજ અન્ય એક વ્યક્તિ પણ રૂમમાં હાજર હતો ત્યારે પતિએ પત્નીને નિર્વસ્ત્ર કરી હતી. આ આખી કરતૂત તેણે તેના ફોનમાં મિત્રોની હાજરીમાં વીડિયો ઉતારવા લાગ્યો હતો. પત્નીએ વિરોધ કરતાં પતિએ પત્નીના હોઠ પર બચકા ભર્યા હતા. જેના કારણે પત્નીને લોહી પણ નીકળવા લાગ્યુ હતુ. તેમજ શરીરના અન્ય ભાગોમાં પણ બચકાં ભર્યા હતા. પત્ની વિરોધ કરવા સાથે બૂમો પણ પાડતી હતી. પરંતુ પતિને કોઇ અસર થઇ ન હતી.
જે બાદ પતિ અને મિત્રો પત્નીને વડનગરના ખાનગી દવાખાનામાં સારવાર માટે લઇ ગયો હતો. જોકે, તબીબને આ મામલો થોડો અજીબ લાગતા તેણે સારવાર કરવાની ના પાડી દીધી હતી. જે બાદ પરિણીતાએ તેના પરિવારને આ અંગેની જાણ કરી હતી. પરિણીતાના પરિવારે ત્યાં પહોંચીને તેને ત્યાંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. પતિએ હોઢ પર બચકું ભરતા તેનો હોઢ તૂટી ગયો હતો. તબીબના જાણાવ્યા પ્રમાણે, ડોક્ટરે પ્લાસ્ટિક સર્જરી કરવાની સલાહ આપી હતી.
આ અંગે પરિણીતાએ વડનગર પોલીસ મથકમાં પતિ સહિત અન્ય ચાર લોકો સામે ફરિયાદ નોંધી છે.