અમદાવાદના સોલા વિસ્તાર માં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે.આમ તો લોકડાઉનથી શહેર માં ઘરેલુ હિંસાની ફરિયાદ વધારો જોવા મળ્યો છે અને નાની નાની વાતોમાં પતિએ હુમલા કર્યા હોવાનું સામે આવ્યુ છે. પરંતુ સોલા વિસ્તારમાં તો અલગ પ્રકાર ની ઘટના સામે આવી છે. સોલા વિસ્તારમાં એક 32 વર્ષીય પરિણીતા દ્વારા તેના પતિ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવા માં આવી છે અને જેમાં પતિ ઉપર આરોપ લાગ્યો છે કે તેના પતિએ ફરિયાદીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ચૂલો સળગાવવા માટે ઘર માં રાખેલ લાકડા વડે હુમલો કર્યો અને જેમાં ફરિયાદીને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ઘટનાની વાત કરીએ તો ફરિયાદ પ્રમાણે સોનલની (નામ બદલ્યું છે) સાસુએ ગત 2 જાન્યૂુઆરી 2020ના રોજ સવારે 11.30 વાગ્યે કોઈની પાસે થી રૂપિયા લેવા માટે કહેલ હતું અને ફરિયાદી રૂપિયા લીધા હતા અને તે સમય આરોપી પતિ જોઈ ગયો હતો અને એ વાત નો ગુસ્સો રાખી તેને ફરિયાદી ઉપર હુમલો કરી જાન થી મારી નાખવાની ધમકી આપી દીધી દીધી હતી.
આ મામલે સોલા પોલીસે ipc 323,337,294(ખ),506(2) અને gp એક્ટ કલમ મુજબ 135(1)મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે અને ખરેખર હુમલા પાછળ આજ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ છે તેની તપાસ કરવા માં આવી રહી છે.જોકે આવી અનેક ઘટનાઓ લોકડાઉન થી અત્યાર સુધી સામે આવી છે અને જેમાં નાની નાની બાબતો પોલીસ સ્ટેશન સુધી આવી છે અને એવી અનેક ઘટનાઓ છે જેમાં પોલીસે સમાધાન પણ કરાવ્યું છે. આમ અમદાવાદ શહેરના એક સુખી સંપન્ન પરિવારમાં આ પ્રકારનો કિસ્સો સામે આવતા પોલીસ પણ એક તબક્કે ચોંકી ઉઠી હતી.
જોકે, સાસુનું માનવા જતા પરિણીતા પતિની હિંસાનો ભોગ બની છે. આ મામલે સત્ય શુ છે તે તો તપાસના અંતે જ બહાર આવશે પરંતુ ઘરેલું હિંસાઓના કિસ્સામાં મહિલાઓએ જ સહન કરવાનું આવે છે તે વધુ એક વાર પુરવાર થયું છે.