Home /News /ahmedabad /'પતિ, પત્ની ઓર વો', પ્રેમલગ્ન કરી પત્નીને છોડી અન્ય સાથે પતિએ બાંધ્યા સંબંધ

'પતિ, પત્ની ઓર વો', પ્રેમલગ્ન કરી પત્નીને છોડી અન્ય સાથે પતિએ બાંધ્યા સંબંધ

પ્રતિકાત્મક તસવીર

આ લોકોનાં પ્રેમ લગ્ન વર્ષ 2017માં થયા હતાં.

  હર્મેશ સુખડિયા, અમદાવાદ: શહેરનાં સારા ગણાતા વિસ્તારમાં પતિ પત્ની અને વોનો અન્ય એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પત્નીએ ફરિયાદ નોંધાવી છે કે પતિનાં અન્ય અજાણ મહિલા સાથે સંબંધ રાખે છે અને તેની પર માનસિક અને શારીરિક ત્રાસ આપે છે. મહિલાએ પતિ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

  મળતી માહિતી પ્રમાણે આ લોકોનાં પ્રેમ લગ્ન વર્ષ 2017માં થયા હતાં. જે પછી સાસુ સસરા સાથે ન ફાવતા તેઓ અન્ય એક જગ્યાએ રહેવા ગયા હતાં. અન્ય જગ્યાએ રહેવા ગયા પછી પણ પત્નીની નોકરીનાં કારણ તેનો પતિ સાથે અવારનવાર ઝઘડો થતો હતો. જે પછી પતિ સપ્તાહમાં બે જ દિવસ પોતાનાં ઘરે આવતો હતો.જ્યારે પત્ની પૂછતી તે કેમ ઘરે સમયસર નથી આવતો ત્યારે તે કહેતો કે મેં નવો ધંધો ચાલુ કર્યો છે તેથી ઘરે આવી નથી શકતો. જે પછી પત્નીને જાણવા મળ્યું કે પતિ અન્ય એક મહિલા સાથે સપ્તાહનાં પાંચ દિવસ રહે છે.

  આ પણ વાંચો: એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં લોકોને મળે છે ખુશી, રિસર્ચમાં થયો ખુલાસો

  પતિએ પિતા મરી ગયા છે અને માતાને કેન્સર થયું છે તેવું લોકો પાસે જૂઠું બોલી રૂ. 68 લાખ લઈ લીધા હતા. તેના પિતાએ પૂછતાં છોકરી સાથે અફેર હતું એટલે તેને આપ્યા છે એમ કહ્યું હતું. પતિએ એક વખત ઘરમાંથી માતાના દાગીના પણ ચોરી લીધા હતા. જે પછી તેણે પત્નીનાં દાગીના પણ ગીરવે મુકીને રુપિયા લીધા હતાં.

  આ પણ વાંચો: અમદાવાદ: ઓસ્ટ્રેલિયાનાં વિઝાનાં નામે લાખો રૂપિયાની ઠગાઇ કરીને આપી ધમકી

  પત્નીએ વર્ષ 2018ની નવરાત્રિમાં કોની સાથે મોડી રાતે ફોન પર વાત કરો છો તેવું પૂંછ્યું હતું. ત્યારે પણ ગાળાગાળી કરી માર માર્યો હતો. પત્નીને જાણકારી મળી હતી કે લાડ સોસાયટીમાં રહેતી એક મહિલા સાથે તેના પતિ અઠવાડિયામાં પાંચ દિવસ રહે છે. જેથી માયાએ લાડ સોસાયટીમાં પોંહચી હતી. જયાં પત્નીએ બંનેને સાથે બેડરૂમમાં સુતા જોયા હતા. જે પછી પતિએ પત્નીને કહ્યું હતું કે મારે આ યુવતી સાથે સંબંધ છે મારે તેની સાથે લગ્ન કરવા છે. તારી સાથે મને મઝા નથી આવતી. પતિએ ખોટું બોલીને લગ્ન કર્યા હતા. લગ્ન તોડવાનું કહીને માનસિક શારિરીક ત્રાસ આપતો હતો. તેવી ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Marital affair, અમદાવાદ, ગુજરાત, ઠગાઇ

  विज्ञापन
  विज्ञापन