Home /News /ahmedabad /અમદાવાદ: શંકાશીલ પતિએ પત્ની પર ત્રાસ ગુજારી એસિડ એટેકનો કર્યો પ્રયાસ

અમદાવાદ: શંકાશીલ પતિએ પત્ની પર ત્રાસ ગુજારી એસિડ એટેકનો કર્યો પ્રયાસ

રામોલ પોલીસ સ્ટેશન

કોરોનાકાળ દરમિયાન પતિને નોકરી છૂટી જતા પત્નીએ સિલાઈ કામ શરૂ કર્યું, ત્યારથી પતિ પત્ની પર શંકા કરતો હતો.

અમદાવાદ : લોકડાઉન બાદ પતિને નોકરી ધંધો બંધ થઈ જતા ઘરમાં આર્થિક તંગી આવતા પત્નીએ સિલાઈનું કામ શરૂ કર્યું હતું. જોકે ત્યારથી જ તેનો પતિ તેના પર શક રાખવા લાગ્યો હતો. વારંવાર ઝઘડો કરી મારઝુડ કરતો હતો. એટલું જ નહીં, મહિલા પાસે બેંકની પાસબુક તેમજ એટીએમ કાર્ડ માંગતા મહિલાએ ના પાડતા જ એસિડની બોટલ કાઢી મહિલા પર એસિડ નાંખવાનો પ્રયાસ કર્યો હતો.

શહેરના રામોલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે. લગ્નના દસેક વર્ષ સુધી તેનો સંસાર સુખીથી ચાલ્યો હતો. જોકે લોક ડાઉન બાદ નોકરી ધંધો બંધ થઈ જતા ઘરમાં આર્થિક તંગી આવતા તેણે ઘરેથી સિલાઈનું કામ શરૂ કર્યું હતું. પરંતુ ત્યારથી જ તેના પતિ તેના પર શક રાખવા લાગ્યો હતો અને જો કોઈ વ્યક્તિ સિલાઈનું કામ આપવા માટે આવે તો તેની સાથે ઝઘડો કરી મહિલા સાથે પણ ઝઘડો કરી મારઝુડ કરતો હતા. જોકે, ત્યાર બાદ મહિલા કંટાળીને તેના ભાઈ સાથે રહેવા માટે આવી ગઈ હતી. તેના ભાઈએ સમાધાન કરાવી રામોલ વિસ્તારમાં ભાડે મકાન અપાવ્યું હતું. મહિલાને નોકરી પણ અપાવી હતી.

આ પણ વાંચો : અમદાવાદમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નડ્યો અકસ્માત

જોકે, જ્યારે પણ મહિલા નોકરીએથી ઘરે આવે ત્યારે તેનો પતિ તેન સાથે રોજ ઝઘડો કરી અપશબ્દ બોલીને માર મારતો હતો. એટલું જ નહીં, તેનો પતિ તેને છોડીને પણ જતો રહ્યો હતો. ૩૦મી સપ્ટેમ્બરે સાંજે સાડા સાતેક વાગ્યાની આસપાસ મહિલા જ્યારે ઘરે હતી. ત્યારે તેનો પતિ આવ્યો હતો અને મહિલા પાસે બેંકની પાસબુક તેમજ એટીએમ કાર્ડ માગવા લાગેલ.  મહિલાએ ના પાડતા જ તેની સાથે એક થેલીમાં લાવેલી એસિડની બોટલ કાઢીને મહિલા પર એસિડ નાંખવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: રિબડિયા પર આરોપ, 'ભાઈને 40 કરોડની ઓફર મળી હતી'

જોકે, મહિલા એ બોટલ પકડી લેતા ઝપાઝપી થયેલ. આ દરમિયાન મહિલાના હોઠના ભાગે તેમ જ જમણા હાથના વાગે એસિડના છાંટા ઉડવાથી તેને ઇજા પહોંચી હતી. જયારે મહિલા એ બૂમાબૂમ કરતા તેનો પતિ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બાદ માં મહિલા ને વધુ સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા  જે અંગેની જાણ મહિલાએ પોલીસને કરતા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन