Gujarat Congress: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં થયેલી કોંગ્રેસની સરમજનક હાર બાદ હવે કોંગ્રેસ પરાજ્યના કારણો શોધવા કમિટી બનાવી છે. રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની સૂચનાથી વિધાનસભા ચૂંટણીના પરિણામોનું મૂલ્યાંકન કરવા માટે હકિકત શોધ સમિતિની રચના કરી છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં થયેલી કોંગ્રેસની સરમજનક હાર બાદ હવે કોંગ્રેસ પરાજ્યના કારણો શોધવા કમિટી બનાવી છે. રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની સૂચનાથી વિધાનસભા ચૂંટણીના પરિણામોનું મૂલ્યાંકન કરવા માટે હકિકત શોધ સમિતિની રચના કરી છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના થયેલા ખરાબ પ્રદર્શન બાદ હવે વધુ એક કમિટીની રચના કરવામાં આવી છે. ચૂંટણી હાર પર મૂલ્યાંકન કરવા માટે રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખે હકિકત શોધ સમિતિની રચના કરી છે. કમિટીના ચેરમેન તરીકે નીતિન રાઉત, સભ્ય તરીકે ડો. શકીલ અહમદ ખાન અને સપ્તગીરી સંકર ઉલાકા બન્યા છે.
રિપોર્ટમાં તમામ લોકોના મંતવ્ય લેવાશે
આઝાદી બાદ સૌથી વધુ ખરાબ પ્રદર્શન 2022ની ચૂંટણીમાં કોંગ્રેસે ભોગવ્યું છે. સૌથી વધુ બેઠક જીતવાનો રેકોર્ડ પણ કોંગ્રેસ પાસે હતો અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ સૌથી ઓછી બેઠક મેળવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સૌથી કંગાળ પ્રદર્શન કરતા માત્ર 17 બેઠક જીત મેળવી હતી. વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસ ધારાસભ્યો બેઠક પર અને નેતાઓ બેઠકમાં પણ ચૂંટણી હાર માટે મંથન કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખ સહિત સિનિયર કોંગ્રેસ નેતાઓની હાજરીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિધાનસભા ચૂંટણીમાં હારેલા ઉમેદવાર વચ્ચે બેઠક કરી તમામ લોકોના મંતવ્ય લઇ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. પ્રદેશ પ્રમુખ દ્વારા રિપોર્ટ તૈયાર કરી દિલ્હી હાઇકમાન્ડ સોંપી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે આખરે મોડે મોડે પણ કોંગ્રેસ ચૂંટણી પરિણામમાં થયેલી હારનું મૂલ્યાંકન કરવા માટે કમિટીની રચના કરી છે.
આગામી સપ્તાહમાં રિપોર્ટ સોંપશે
ત્રણ સભ્યની બનેલી કમિટી હારના કારણ શોધી એક સપ્તાહમાં દિલ્હી હાઇકમાન્ડને રિપોર્ટ સોંપશે. નોંધનીય છે કે, કોંગ્રેસ પાર્ટીનું સૌથી ખરાબ પ્રદર્શન 2022ની ચૂંટણીમાં રહ્યું છે. અત્યાર સુધીમાં સૌથી ઓછી બેઠક કોંગ્રસ પક્ષને આ ચૂંટણી પરિણામમાં મળી હતી. ત્યારે હવે ફરી એક કમિટી બનાવી કોંગ્રેસ હારનું મૂલ્યાંકન કરશે. જોવાનું એ રહે છે કે, આ મૂલ્યાંકન કોંગ્રેસ પક્ષને કેટલું ફાયદાકારક સાબિત થાય છે.