Home /News /ahmedabad /

AMC Swimming Pools: ત્રણ વર્ષ બાદ એએમસી સંચાલિત સ્વિમિંગ પુલો હાઉસફુલ, કાળા ન પડો તે માટે અપનાવી ખાસ પદ્ધતિ

AMC Swimming Pools: ત્રણ વર્ષ બાદ એએમસી સંચાલિત સ્વિમિંગ પુલો હાઉસફુલ, કાળા ન પડો તે માટે અપનાવી ખાસ પદ્ધતિ

સ્વિમિંગ પુલમાં ધસારો

Ahmedabad Swimming pool: ઉનાળાની શરૂઆત થતાં જ કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પુલોમાં સભ્યોની સંખ્યામાં બે ગણો વધારો થયો છે. શહેરમાં એએમસી સંચાલિત નાના-મોટા 28 સ્વિમિંગ પુલ છે.

અમદાવાદ: કોરોનાકાળ બાદ ફરી એક વખત શહેરના સ્વિમિંગ પુલ (Swimming Pools) ધમધમતા થયા છે. ત્રણ વર્ષ બાદ એએમસી (AMC) સંચાલિત સ્વિમિંગ પુલ હાઉસફુલ થયા છે. ઉનાળા (Summer season)ની શરૂઆત થતાં જ કોર્પોરેશનના તમામ સ્વિંમિંગ પુલ હાઉસફુલ થઈ ગયા છે. એપ્રિલમાં જ એએમસી સંચાલિત સ્વિમિંગ પુલોમાં સભ્યોની સંખ્યા બે ગણી વધી છે. ન્યૂઝ18 ગુજરાતી એ રિયાલિટી ચેક (Reality check) કરતા સામે આવ્યું કે કોરોનાકાળ બાદ ત્રણ વર્ષ પછી કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પુલો હાઉસફૂલ થઈ ગયા છે.

ઉનાળાની શરૂઆત થતાં જ કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પુલોમાં સભ્યોની સંખ્યામાં બે ગણો વધારો થયો છે. શહેરમાં એએમસી સંચાલિત નાના-મોટા 28 સ્વિમિંગ પુલ છે. હાલ તમામ સ્વિમિંગ પુલો હાઉસફુલ થઈ ગયા છે. સ્વિમિંગ પુલો હાઉસફુલ થતાં એએમસીને ચાલુ વર્ષે 1.60 કરોડ રૂપિયાની આવક થઈ છે. આ અંગે સિનિયર આસિસ્ટન્ટ મ્યુ. કમિશનર તેજસ ભંડારીના કહેવા પ્રમાણે હાલ સ્વિમિંગ પુલ માટે સૌથી વધારે ઇન્કવાયરી આવી રહી છે. સ્વિમિંગ પુલ માટે નિયમિત સાફ-સફાઈ કરવામાં આવે છે.

લોકો કાળા ન પડે તે માટે અપનાવી જાપાનીઝ પદ્ધતિ


વાડજ સ્નાનાગારના કોચ સમીર મન્સૂરીના કહેવા પ્રમાણે પહેલા પાણીમાં ક્લોરિનનું પ્રમાણે વધારે હતું, તેને ઘટાડવા માટે જાપાનીઝ પદ્ધતિના પ્લાન્ટ નાખવામાં આવ્યા છે. જેને કારણે પાણીથી કાળા પાડવાની બીક ઓછી થઈ ગઈ છે.


ત્રણ મહિનામાં 3411 સભ્યો નોંધાયા


જાન્યુઆરીથી માર્ચ 2022 સુધી ત્રણ મહિનામાં કોર્પોરેશનના સ્વિમિગ પુલોમાં 3,411 જેટલા સભ્યો નોંધાયા હતા. જેમાંથી એએમસીને 50 લાખ રૂપિયાની આવક થઈ છે. જ્યારે ઉનાળાની શરૂઆત થતાં જ સભ્યોની સંખ્યા બે ગણી વધી ગઈ છે. પહેલી એપ્રિલથી 29 એપ્રિલ સુધીના 16 દિવસમાં જ કોર્પોરેશનના સ્વિમિંગ પુલોમાં 6,000થી વધુ જેટલા સભ્યો નોંધાયા છે. છેલ્લા 29 દિવસમાં એએમસીને 61 લાખથી વધુની આવક થઈ છે. ઉનાળો શરૂ થતાં સ્વિમિંગ પુલમાં સભ્ય બનવા માટે લોકોનો ધસારો પણ વધ્યો છે.

આ પણ વાંચો: સરકારી સ્કૂલની અનોખી પહેલા, વિદ્યાર્થીઓને વિજ્ઞાન તરફ વાળવા બનાવી સાયન્સ લેબ

ચાર મહિનામાં સાત હજાર સભ્યો


મળતી માહિતી પ્રમાણે દરરોજ સ્વિમિંગ પુલના સભ્ય બનવા અને સ્વિમિંગ શીખવા માટેના 2 હજાર ફોર્મ વેચાય છે. છેલ્લા ચાર મહિનામાં એએમસી સંચાલિત સ્વિમિંગ પુલોમાં 7 હજાર જેટલા સભ્યો નોંધાયા છે. હાલ એએમસી સંચાલિત સ્વિમિંગ પુલોમાં 10 હજાર જેટલા એક્ટિવ સભ્યો છે. સભ્યોની સંખ્યામાં ભારે વધારો થતાં એએમસી તરફથી એક્સ્ટ્રા બેચ શરૂ કરવામાં આવી છે. સવાર અને સાંજની તમામ બેચ હાલ ફુલ થઈ ગઈ છે. વેકેશનમાં બાળકોમાં સ્વિમિંગ શીખવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેને લઈને આગામી દિવસોમાં એએમસીના સ્વિમિંગ પુલોમાં વધારાની બેચો શરૂ કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Heatwave, Summer, અમદાવાદ, એએમસી`

આગામી સમાચાર