Home /News /ahmedabad /દર્શન સોલંકીને ન્યાયની માગ સાથે અમદાવાદમાં વિશાળ રેલી, પરિવાર સહિત જીગ્નેશ મેવાણી પણ રેલીમાં જોડાયા
દર્શન સોલંકીને ન્યાયની માગ સાથે અમદાવાદમાં વિશાળ રેલી, પરિવાર સહિત જીગ્નેશ મેવાણી પણ રેલીમાં જોડાયા
દર્શન સોલંકીના પરિવારને ન્યાય માટે અમદાવાદના ઉત્તમ નગર સ્લમ ક્વોટર્સથી સારંગપુર ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા સુધી રેલીનું આયોજન કરાયું છે.
Bombay IIT commits suicide Case: આ કેન્ડલ માર્ચમાં દર્શન સોલંકીને ન્યાય મળે એ માટે SIT રચના કરવા માંગણી કરાઈ છે. તમને જણાવી દઇએ કે, 12મી ફેબ્રુઆરીએ દર્શન સોલંકી નામના વિદ્યાર્થીએ મુંબઈમાં સાતમા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો
અમદાવાદ: બોમ્બે આઈઆઈટીમાં બીટેકનો અભ્યાસ કરવા ગયેલા અમદાવાદના યુવાનના મોતનો મામલો વકર્યો છે. ગત 12 તારીખે બોમ્બે આઈઆઈઆઈટીના વિદ્યાર્થીએ હોસ્ટેલના સાતમા માળેથી પડતુ મુકી આત્મહત્યા કરી હોવાની વિગતો સામે આવી હતી. જો કે અમદાવાદમાં રહેતા વિદ્યાર્થીના પરિવારજનોએ આ આત્મહત્યા નહિ પરંતુ હત્યા હોવાનો આરોપ લગાવ્યો છે. બીજીતરફ પરિવારને મળવા આવેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ આ ઘટનામાં કંઈક રંધાયું હોવાનો આક્ષેપ કરી આ ઘટનામાં રેગીંગ કે કાસ્ટ ડિસ્ક્રીમીનેશનની શંકા વ્યક્ત કરી છે અને આ મામલે બે નોન કરપ્ટ અધિકારીઓની એસઆઈટી તપાસની માંગ કરી છે. ત્યારે આજે દર્શન સોલંકીના પરિવારને ન્યાય માટે કેન્ડલ માર્ચ અને રેલીનું અમદાવાદમાં આયોજન કરાયું હતું, જેમા મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ કેન્ડલ માર્ચ નીકાળી હતી.
દર્શન સોલંકીના પરિવારને ન્યાય માટે અમદાવાદના ઉત્તમ નગર સ્લમ ક્વોટર્સથી સારંગપુર ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા સુધી રેલીનું આયોજન કરાયું છે. આ કેન્ડલ માર્ચમાં દર્શન સોલંકીને ન્યાય મળે એ માટે SIT રચના કરવા માંગણી કરાઈ છે. તમને જણાવી દઇએ કે, 12મી ફેબ્રુઆરીએ દર્શન સોલંકી નામના વિદ્યાર્થીએ મુંબઈમાં સાતમા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. મુંબઈ આઇઆઇટીમાં દર્શનને શિડ્યુલ કાસ્ટનો હોવાથી માનસિક હેરેસ કરવામાં આવતા હોવાનો પરિવારજનોનો એ આરોપ લગાવ્યો છે.
આ સાથે જ પરિવારજનોનું કહેવું છે કે, દર્શન આપઘાત ન કરી શકે જેથી તટસ્થ તપાસ થવી જરૂરી છે, માટે એસઆઇટીની રચના કરવા પરિવારજનોએ માંગણી કરી છે. આ રેલીમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, મણીનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ, ધારાસભ્ય અમિત ચાવડા સહિતના આગેવાનો રેલીમાં જોડાયા હતા.
ગત 12 તારીખે બોમ્બે આઈઆઈટીમાં દર્શન સાથે બનેલી ઘટના અંગે તેની બહેન જહાન્વી સોલંકી જણાવે છે કે, જે દિવસે ઘટના બની તે દિવસે અમને ત્રણ ત્રણ વાર અલગ અલગ વિગતો જમાવવામાં આવી. પહેલા દર્શન સાથે એક્સીડન્ટ થયાનું જણાવ્યું પછી સાતમા માળેથી પડી ગયાનું જણાવ્યું હતું એટલે તેઓ જણાવતા હતા તેમાં જ જુદી જુદી વિગતો આવતી હતી.
જીગ્નેશ મેવાણી પણ પરિવારને મળવા પહોંચ્યા
આ ઘટનાની જાણ થતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ પરિવારને મળવા પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું કે દર્શનના પિતા પ્લમ્બર છે એક મજુરનો દીકરો આઈઆ્ઈટી સુધી પહોંચે તે કેટલો પ્રતિભા શાળી કહેવાય આવો પ્રતિભાશાળી દીકરો આ પરિવારે ગુમાવ્યો છે. આ પ્રકરણમાં કાળું રંધાઈ રહ્યું છે તેવું પરિવારને લાગી રહ્યું છે અને તેથી જ ન્યાયયીક તપાસની માંગ કરી છે. વિદ્યાર્થીનું પેનલ પીએમ કે વીડિયો રેકોર્ડિંગ પણ થયું નથી. દર્શનના ક્લાસ મેટ સાથે પણ પરિવારને વાતચીત કરવા દીધી નથી. એટલે બોમ્બે પોલીસ અને બોમ્બે આઈઆઈટીનું વલણ આ ઘટનામાં શંકાસ્પદ છે.