Home /News /ahmedabad /

Ahmedabad: 25 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી અમદાવાદની આ સ્કૂલમાં આજે અભ્યાસ કરે છે 2,500 વિદ્યાર્થી, ટેક્નોલોજીથી સજ્જ સ્કૂલમાં આ રીતે મળે છે એડમિશન

Ahmedabad: 25 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી અમદાવાદની આ સ્કૂલમાં આજે અભ્યાસ કરે છે 2,500 વિદ્યાર્થી, ટેક્નોલોજીથી સજ્જ સ્કૂલમાં આ રીતે મળે છે એડમિશન

એન્ટ્રસ

એન્ટ્રસ એક્ઝામ આપી મેળવી શકો છો એડમિશન

School Admission Process: અમદાવાદના (Ahmedabad) ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી અને 1984માં 25 વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલી જ્ઞાનદા ગર્લ્સ ઉચ્ચ માધ્યમિક શાળામાં આજે 2800 થી પણ વધુ વિદ્યાર્થીઓ છે.

  અમદાવાદ:  સ્કૂલોમાં એડમિશન લેવાની પ્રક્રિયા વિશે વાત કરીએ તો સામાન્ય રીતે વિદ્યાર્થી (Student) એક સંપૂર્ણ દિવસ માટે શાળાની મુલાકાત લે છે અને પછી શિક્ષકો અને પ્રવેશ ટીમની ભલામણ પર બીજી મુલાકાત સુનિશ્ચિત કરે છે. ધોરણ 1 થી 4 સુધીના તમામ વિદ્યાર્થીઓને એન્ટ્રસ એક્ઝામ આધારિત એડમિશન આપવામાં આવે છે. ત્યારબાદ ધોરણ 5 થી 9 સુધીમાં ફક્ત વિદ્યાર્થીનીઓને જ પ્રવેશ (Admission) આપવામાં આવે છે. જ્યારે દીકરા – દીકરીઓને પ્રવેશ આપવાનું થાય ત્યારે અન્ય સ્કૂલમાંથી આવેલ માર્કશીટ અને તેના આધારે સામાન્ય પરીક્ષા લઈ નબળા વિદ્યાર્થીઓને (Student) પણ પ્રવેશ આપી તેમને તૈયાર કરી ક્રમશ: ધોરણમાં લઈ જવા માટે સક્ષમ બનાવવામાં આવે છે. ખાસ કરીને ધોરણ 9 પછી ત્યાંની ભણતી દીકરીઓને ધોરણ 8 આધારિત પ્રવેશ મળી જાય છે. પરંતુ દીકરાઓને ધોરણ 8 પછી મેરિટ (Merit) આધારિત પ્રવેશ આપવામાં આવે છે. કારણ કે 60 : 40 અનુસાર બધા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકતા નથી.

  શાળામાં એન્ટ્રસ એક્ઝામ આપી મેળવી શકો છો એડમિશન

  ત્યારબાદ ધોરણ 11 સાયન્સ પ્રવાહની વાત કરીએ તો તેના એડમિશન માટે કેન્દ્રિય ધારાધોરણ મુજબ સાયન્સમાં (Science) પ્રવેશ આપવામાં આવે છે. અને ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં કોમર્સ અને આર્ટ્સમાં ધોરણ 10 ના ત્યાંના વિદ્યાર્થીઓને 2-3 દિવસની મુદત બાદ અન્ય વિદ્યાર્થીઓ માટે બાકી બચેલી સીટો માટે એન્ટ્રસ એક્ઝામ સિસ્ટમ દ્વારા કોમર્સ (Commerce) અને આર્ટ્સમાં (Arts) પ્રવેશ આપવામાં આવે છે. મહત્વની વાત તો એ છે કે કોઈ પણ ધોરણની પ્રવેશ પ્રક્રિયા 2 દિવસની અંદર પૂર્ણ થઈ જતી હોય છે.

  જ્ઞાનદા ગર્લ્સ ઉચ્ચ માધ્યમિક શાળામાં K.G થી ધોરણ 12 સુધીના 65 વર્ગો આવેલા છે.

  ત્યારે અમદાવાદના (Ahmedabad) ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી અને 1984માં 25 વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલી જ્ઞાનદા ગર્લ્સ ઉચ્ચ માધ્યમિક શાળામાં આજે 2800 થી પણ વધુ વિદ્યાર્થીઓ છે. જ્યાં K.G થી ધોરણ 12 સુધીના 65 વર્ગો આવેલા છે. જેમાં કલા, વાણિજ્ય, વિજ્ઞાન અને ગાણિતીય ફેકલ્ટીઓ (Faculties) છે. આ ઉપરાંત આધુનિક પ્રયોગશાળાઓ છે. જેમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને કમ્પ્યુટર લેબનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિશ્વ કક્ષાએ ટોપ 15 ATL લેબ ધરાવતી સ્કૂલમાં પણ સ્થાન ધરાવે છે.

  આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શ્રેષ્ઠ શિક્ષકોની ટીમથી સજ્જ

  આ સાથે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ છે. નવી ટેકનોલોજી સાથે અદ્યતન પ્રયોગશાળાઓ (Laboratories) છે. તથા આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટી સાથે ઉચ્ચ માધ્યમિક વિભાગ પણ છે. જેના દ્વારા સમાજને ઘણા ડોકટરો, એન્જીનીયરો, ઉદ્યોગપતિઓ અને શિક્ષકો આપ્યા છે. ત્યાંના વિદ્યાર્થીઓને રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં રાષ્ટ્રીય સ્તરના ઈનામો (Prize) પણ મળ્યા છે. આ ઉપરાંત તેઓ છેલ્લાં 15 વર્ષથી પ્રોજેક્ટર (Projector) દ્વારા શિક્ષણ પૂરું પાડવામાં આવે છે.આ શાળાનો મંત્ર પ્રણામ છે. તે કે. એમ. પટેલ પરિવાર ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષથી બોર્ડમાં (Board) શાળાનું પરિણામ 90 % થી વધારે રહ્યું છે. જે અન્ય શાળાની સરખામણીમાં વધારે છે.

  સવારના સત્રનો સમય : સોમવારથી શુક્રવાર - 7:30 થી 12:10 સુધી અને શનિવાર - 12:30 થી 3:20

  બપોરના સત્રનો સમય : સોમવારથી શુક્રવાર - 12:20 થી 5:30 સુધી અને શનિવાર - 7:00 થી 11:10

  અમે અમદાવાદમાં ગુજરાતી માધ્યમની શ્રેષ્ઠ કન્યા શાળા બનાવવા માંગીએ છીએ: આચાર્ય જાગૃતિબેન

  જ્ઞાનદા ગર્લ્સ ઉચ્ચ માધ્યમિક શાળાના આચાર્ય જાગૃતિબેન પટેલે જણાવ્યું કે મને મારી શાળા અને શાળાની ટીમ (Team) પર ગર્વ છે. અમે ચોક્કસ લક્ષ્ય સાથે અમારી સંસ્થા શરૂ કરી. અમે અમદાવાદમાં ગુજરાતી માધ્યમની શ્રેષ્ઠ કન્યા શાળા બનાવવા માંગીએ છીએ. દર વર્ષે અમે S.S.C અને H.S.C પરીક્ષામાં 90% થી વધુ પરિણામ મેળવીએ છીએ. હવે તે અમદાવાદમાં પ્રતિષ્ઠિત સંસ્થા (Organization) તરીકે ઓળખાય છે. અમે હંમેશા વિદ્યાર્થીઓને થોમસ બનવા પ્રેરણા આપીએ છીએ કારણ કે પ્રશ્નો પૂછવા એ શીખવાની સાચી રીત છે. અમને રાષ્ટ્રીય સ્તરના એવોર્ડ મળ્યા છે. અમે શિસ્ત સાથે શિક્ષણ (Education) આપી રહ્યા છીએ. અમે હંમેશા વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો ઘડવાનો પ્રયાસ કરીએ છીએ. હું આશા રાખું છું કે માતા-પિતા હંમેશા તેમના બાળકના ભવિષ્ય માટે ભૂતકાળ તરીકે અમને સહકાર આપશે.  આ ઉપરાંત વધારે માહિતી માટે તમે https://www.gyandagirls.com/ વેબસાઈટ પર જઈને અથવા 079 2760 2565 પર ફોન કરીને સંપર્ક કરી શકો છો. અથવા જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલ, રત્નમણિ સોસાયટીની સામે, કે. કે. નગર રોડ, ઘાટલોડિયા, અમદાવાદ ખાતે રૂબરૂ મુલાકાત (Visit) લઈ શકો છો.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Admission, School, અમદાવાદ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन