અમદાવાદ: ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving licence) રિન્યૂ કરવા અથવા તો ડુપ્લિકેટ લાઇસન્સ (Duplicate DL) મેળવવા માટે તમે ઓનલાઈન (Online) પ્રક્રિયા કરી શકો છો. જો આવું કરવામાં તમને કોઈ એરર આવી રહી છે તો સૌથી પહેલા તમારું લાઇસન્સ કયા વર્ષમાં બનાવવામાં આવી રહ્યું છે તે તપાસી લો. જો તમારું લાઇસન્સ 2010ના વર્ષ પહેલાનું છે તો તમારે પહેલા બૅકલોગ (DL backlog form)ની પ્રક્રિયા કરવી પડશે નહીં તો લાઇસન્સની પ્રક્રિયા દરમિયાન એરર આવશે.
આ માટે કારણ એવું છે કે 2010ના વર્ષ પહેલાનો ડેટા આરટીઓમાં ઓનલાઈન થયો નથી. એટલે તમારે બૅકલોગ કરાવવું પડશે. બૅકલોગ કરાવવા માટે જે તે વ્યક્તિએ પહેલા આરટીઓ કચેરી ખાતે જવું પડતું હતું. હવે બૅકલોગ પણ તમે ઘરે બેઠા જ કરી શકો છે. આ માટે ચોક્કર પ્રક્રિયા કરવી પડશે.
આ માટે અરજદારે બૅકલોગની ઓનલાઈન પ્રકિયા શરૂ કરતા પહેલા જૂના લાઇસન્સની સ્કેન કોપી કરી લેવી પડશે. કારણ કે આ પ્રક્રિયા દરમિયાન સ્કેન કોપી અપલોડ કરવી પડશે. આખી પ્રક્રિયા આ પ્રમાણે થશે.
ડ્રાઇવિંગ લાઇસન્સનું ઑનલાઈન સેલ્ફ બૅકલોગ કરવાની પ્રક્રિયા:
Parivahan.gov.in વેબસાઈટ પર જાઓ. ↓ ત્યાર બાદ online services (સિલેક્ટ કરવું) ↓ Driving license related services ↓ Select state ↓ Apply online ↓ Service on driving licence ↓ Click on continue ↓ Enter dl no and date of birth ↓ Get dl ( driving licence) details ↓ Fill up backlog form ↓ Submit
આ મામલે અમદાવાદ આરટીઓ બી. વી. લીંબાસિયાએ જણાવ્યું છે કે, હવે બૅકલોગ કરવાની પ્રક્રિયા સરળ છે. પહેલા આરટીઓ કચેરીએ બૅકલોગ કરાવવા માટે આવવું પડતું હતું. પરંતુ હવે લોકો Parivahan.gov.in પરથી ઑનલાઈન બૅકલોગ કરી શકશે. આરટીઓ કચેરીએ ન આવવાનું હોવાથી લોકોનો સમય પણ બચી જશે.