Home /News /ahmedabad /Rathyatra: કેવી રીતે રથયાત્રામાં ગજરાજનું મેડિકલ ચેકઅપ થાય છે, જાણો અહીં

Rathyatra: કેવી રીતે રથયાત્રામાં ગજરાજનું મેડિકલ ચેકઅપ થાય છે, જાણો અહીં

રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પશુપાલન વિભાગની ટીમ અને કાંકરિયા ઝુની ટીમ દ્વારા ગુજરાજનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી રથયાત્રા લઈ નગરયાત્રાએ નીકળવાના છે. જેને લઈ તડામાર તૈયારીઓ મંદિર પ્રસાશન દ્વારા કરવામાં આવી રહી છે. આ 145મી રથયાત્રામાં 14 જેટલા ગજરાજ જોડાશે.

અમદાવાદ:  ભગવાન જગન્નાથજી (Jagannanat)ની 145મી રથયાત્રા  (Rathyatra)નીકળવાની છે તે પૂર્વે તંત્ર દ્વારા તૈયારી તેજ થઈ ગઇ છે. જોકે રથયાત્રા (Ahmedabad Rathyatra)ની સૌથી આગળ આગેવાનીમાં ગજરાજ રહેતા હોય છે. ત્યારે રથયાત્રા દરમિયાન ગજરાજ માનસિક સંતુલન ન ગુમાવે તે માટે હાથીઓનું મેડિકલ ચેકઅપ (Medical Checkup of Elephants) કરવામાં આવ્યું છે. ગજરાજનું મેડિકલ ચેકઅપ કેવી રીતે થાય છે અને ક્યાં કયાં પેરામીટર્સ ધ્યાનમાં લેવામાં આવે છે તે જાણવું પણ જરૂરી છે.

અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી રથયાત્રા લઈ નગરયાત્રાએ નીકળવાના છે. જેને લઈ તડામાર તૈયારીઓ મંદિર પ્રસાશન દ્વારા કરવામાં આવી રહી છે. આ 145મી રથયાત્રામાં 14 જેટલા ગજરાજ જોડાશે. જેમાં 13 ફિમેલ ગજરાજ અને 1 મેલ ગજરાજ હશે. સૌથી નાનો ગજરાજ 10 વર્ષ અને સૌથી મોટી ઉંમરનો હાથી 75 વર્ષનો છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પશુપાલન વિભાગની ટીમ અને કાંકરિયા ઝુની ટીમ દ્વારા ગુજરાજનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.કાંકરિયા ઝુના સુપરિટેન્ડેન્ટ આર. કે શાહુએ જણાવ્યું કે, રથયાત્રા દરમિયાન ગજરાજ માનસિક સંતુલન ન ગુમાવે તે માટે મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. હાથીનું ફિઝિકલ ચેક અપ અને મેન્ટલ ચેકઅપ ચેક કરવામાં આવે છે. તેમજ મેઈલ હાથી તેની મસ્તીમાં તો નથી તે ચેક કરવામાં આવે છે. તેમજ હાથીને ચલાવીને પણ ચેક કરવામાં આવે છે. રથયાત્રા દિવસે પણ કાંકરિયા ઝુની ટીમ ટ્રેનક્યુલાઇઝર ગન સાથે રથયાત્રામાં સાથે રહેશે.

આ પણ વાંચો- દિલ્હી મોડલના રિયાલિટી ચેક મામલે BJP અને AAP વચ્ચે ઘમાસાણ

વિભાગીય પશુપાલન નિયામક પી એસ. સુત્તરીયાએ જણાવ્યું કે, ત્રણ દિવસથી હાથીઓનું ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે. આ ત્રણ દિવસમાં હાથીઓમાં કોઈ એબનોર્મલ ચિહ્નો દેખાયા નથી. મેડિકલ ચેકઅપમાં  ટેમ્પરેચર રેસ્પીરેશન પલ્સ ચકાસવામાં આવ્યા છે. રથયાત્રા દરમિયાન પણ પશુપાલન વિભાગની બે ટીમ અને કાંકરિયા ઝુની બે ટીમ ડાર્ટ ગન અને એનેસ્થેશિયા સાથે રહેશે.

આ પણ વાંચો- રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને લઇ પોલીસ કમિશનર સાથે ગૃહમંત્રીની મહત્વપૂર્ણ બેઠક

મહત્વનું છે કે કોરોનાના કારણે ગતવર્ષે રથયાત્રા સીમિત કરી દેવાઈ હતી. જેથી આ વખતે 145મી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભક્તોનો ઉત્સાહ બેવડાયો છે. ત્યારે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે રથયાત્રામાં જોડાનાર ગજરાજનું પણ હેલ્થ ચેકઅપ કર્યું છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad jagganath rathyatra, Ahmedabad news, Ahmedabad Rathyatra, News18Rathyatra, અમદાવાદ રથયાત્રા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો