રાજ્ય આજે 03 દર્દી સાજા થયા છે. આજે ગીરસોમનાથમાં 01 અમદાવાદમાં 02 મળીને કુલ 03 દર્દી સાજા થયા છે.
પ્રતિકાત્મક તસવીર
Ahmedabad news: સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના સંક્રમણમાં એક તરફ ઘટાડો અને બીજી તરફ બજારમાં કોરોના એન્ટિજન ટેસ્ટિંગ કીટના (Antigen Testing Kit) વેચાણમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.
અમદાવાદઃ હાલમાં કોરોનાના (Corona) કેસોની સંખ્યા દિવસેને દિવસે ઘટતી જોવા મળી રહી છે ત્યારે શહેરમાં કોરોના એન્ટિજન ટેસ્ટ કીટનું (Antigen Testing Kit) વેચાણ વધ્યું હોવાની ઘટના સામે આવી રહી છે.
સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના સંક્રમણમાં એક તરફ ઘટાડો અને બીજી તરફ બજારમાં કોરોના એન્ટિજન ટેસ્ટિંગ કીટના (Antigen Testing Kit) વેચાણમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. અગાઉ પણ અમદાવાદમાં (Ahmedabad) રોજની પાંચેક હજાર કિટોનું વેચાણ થઈ રહ્યું હતું. જ્યારે હાલ ચારથી પાંચ ગણું એટલે કે 21 હજારથી પણ વધારે કિટોનું (Kits) વેચાણ થઈ રહ્યું છે.
રાજ્યમાં કોરોનાની થર્ડ વેવમાં (Third Wave) અમદાવાદ શહેરમાં દરરોજ હજારો જેટલી એન્ટિજન ટેસ્ટિંગ કીટનું વેચાણ થતું હતું. જયારે માસ્ક (Mask), સૅનેટાઇઝર (Sanitizer) અને ઇમ્યુનીટીવર્ધક (Immunity Booster) દવાઓમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોરોના માટે અકસીર ગણાતી એજિથ્રોમાઇસિન, સેટ્રાઝીન, ક્લેરિથ્રોમાઇસિન, સીફેક્સિમ, પેરાસીટામોલ સહિતની દવાઓની માંગ પણ સાવ ઘટી ગઈ છે.
દવા બજાર સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના થર્ડ વેવ આવતાની સાથે લોકોએ એડવાન્સમાં જ સેલ્ફ ટેસ્ટિંગ (Self-Testing) કીટની મદદથી લોકોએ ઘરે જાતે જ એન્ટિજન ટેસ્ટિંગ કીટ વસાવીને ટેસ્ટ કરવાનું ચાલુ કરી દીધું હતું. અને કેટલાકે એડવાન્સમાં જ કીટ વસાવી રાખી હતી.
આની સાથે માસ્ક અને સેનિટાઇઝરનું બજારમાં ઉત્પાદન કરનારાઓના ધંધા પડી ભાંગ્યા છે. હવે તો એન્ટિજન ટેસ્ટિંગ કીટ અને કોરોનાની દવાઓ પણ દુકાનમાં પડી રહી હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. કેટલાક લોકોએ N-95 માસ્ક (N-95 Mask), ઓક્સિમીટર (Oxymeter), ટેમ્પરેચર માપવાના મશીનનો (Thermometer) સંગ્રહ કર્યો હતો. જે હવે ડિસ્કાઉન્ટમાં વેચી રહ્યા છે.
રાજ્યમાં આજે કુલ 1,15,155 વ્યક્તિઓનું રસીકરણ (Vaccination) કરવામાં આવ્યું છે. કોવિડ-19 થી સાજા થવાનો દર 99.05 ટકા અને કોવિડ-19ના 55 કેસ તથા 151 દદીઓ સાજા થયા. અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોથી કુલ 12,11,706 દદીઓએ કોરોનાને હરાવ્યો છે. અને આજે વધુ 1 નાગરિકે દમ તોડયો છે. આ સાથે રાજ્યનો રીકવરી રેટ 99.05 ટકા જેટલો નોંધાયો છે. રાજ્યમાં કુલ એકટીવ કેસની સંખ્યા 716 છે. તેમાંથી 711 લોકોની સ્થિતિ હાલ સ્ટેબલ છે, જયારે 5 લોકોને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.