એક્સક્લૂસિવ: એમએસ ધોનીની કપ્તાની છોડી લગાવ્યા લાંબા ફટકા, કેમ કપ્તાની છોડી?

Haresh Suthar | Pradesh18
Updated: January 5, 2017, 10:59 AM IST
એક્સક્લૂસિવ: એમએસ ધોનીની કપ્તાની છોડી લગાવ્યા લાંબા ફટકા, કેમ કપ્તાની છોડી?
એમએસ ધોનીની કપ્તાની છોડવી એ એવો આંચકો છે કે ભારતીય ક્રિકેટ એને હંમેશા યાદ રાખશે. ધોનીનો આ નિર્ણય પણ ટેસ્ટની કેપ્ટનશીપ છોડવા જેવો જ છે. ફરક એટલો જ છે કે એ નિર્ણય કપ્તાની છોડવાની સાથોસાથ ટેસ્ટથી નિવૃત્તિ લેવાનો પણ હતો અને આ નિર્ણય ઓસ્ટ્રેલિયામાં લેવાયો હતો.
Haresh Suthar | Pradesh18
Updated: January 5, 2017, 10:59 AM IST
નવી દિલ્હી #એમએસ ધોનીની કપ્તાની છોડવી એ એવો આંચકો છે કે ભારતીય ક્રિકેટ એને હંમેશા યાદ રાખશે. ધોનીનો આ નિર્ણય પણ ટેસ્ટની કેપ્ટનશીપ છોડવા જેવો જ છે. ફરક એટલો જ છે કે એ નિર્ણય કપ્તાની છોડવાની સાથોસાથ ટેસ્ટથી નિવૃત્તિ લેવાનો પણ હતો અને આ નિર્ણય ઓસ્ટ્રેલિયામાં લેવાયો હતો.

નાગપુરનો આ નિર્ણય એટલે કે વન ડે અને ટી 20 ક્રિકેટમાંથી કપ્તાની છોડવાનો છે અને એ પણ ઇંગ્લેન્ડ વિરૂધ્ધની સીરીઝ માટે વનડે અને ટી 20 ટીમની પસંદગી પૂર્વે લેવાયેલો આ નિર્ણય છે. ટીમની પસંદગી થાય એ પૂર્વે ધોનીએ કપ્તાની છોડી સૌને ચોંકાવી દીધા છે.

ધોનીને પ્રેશરનો અંદાજો હતો

પરિસ્થિતિનો ક્યાશ કાઢવામાં માહેર ધોનીને આ સ્થિતિનો પણ પહેલેથી અંદાજો હતો. તેમણે બીસીસીઆઇ પ્રમુખ પદેથી અનુરાગ ઠાકુરને હટાવી દેવાશે એવો અંદાજો પહેલા લગાવી લીધો હતો. એવામાં સૌરવ ગાંગુલી આવે કે અન્ય કોઇ આવે. સૌથી પહેલા કેપ્ટનમાં પરિવર્તન થવું નિશ્વિત હતું. એનું કારણ એ હતું કે સૌરવ ગાંગુલી સહિત દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલીને તમામ ફોર્મેટ માટે કેપ્ટન બનાવવા તરફેણ કરી રહ્યા હતા. એવામાં ધોનીએ જાતે સમજી જવું જરૂરી હતું.

પ્રસાદ સાથે મોડે સુધી ચાલી બેઠક

સુત્રોનું માનીએ તો એમએસ ધોની છેલ્લા ચાર દિવસથી પસંદગીકાર એમકે પ્રસાદના સંપર્કમાં હતો. તે બંને નાગપુરમાં જ હતા. જ્યાં ઝારખંડ અને ગુજરાત વચ્ચે રણજી સેમીફાઇનલ રમાઇ રહી હતી. બુધવારે પણ ધોની હોટલથી નીકળીને જ્યારે વીસીએ સિવિલ લાઇન્સ સ્ટેડિયમ પહોંચ્યો તો એની સિલેક્ટર્સ સાથે ગહન ચર્ચા થઇ હતી.

સિલેકશનનું એલાન, ધોનીનો ફેંસલો

સુત્રોનું માનીએ તો ધોનીએ પોતાના નિર્ણય અંગે પસંદગીકારોને અગાઉથી જાણ કરી દીધી હતી. એ પછી સાંજે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી નેટ પ્રેક્ટિસ કરી હતી. અહીં નોંધનિય છે કે, ધોનીએ કપ્તાની છોડ્યાની જાહેરાતના કેટલાક સમય પહેલા જ બીસીસીઆઇએ ઇંગ્લેન્ડ વિરૂધ્ધ રમાનાર વનડે અને ટી20 ટીમનું એલાન કરવાની જાહેરાત કરી હતી.

કપ્તાની છોડી લગાવ્યા ફટકા

વનડે અને ટી 20 ટીમ ઇન્ડિયામાંથી કપ્તાની છોડ્યા બાદ ધોની પ્રેક્ટિશ કરવા મેદાનમાં ઉપડી ગયો હતો. જ્યાં એણે લાંબા લાંબા શોટ્સ લગાવ્યા હતા. કપ્તાની છોડી જાણે ધોની પોતાની જાતને ફ્રી અનુભવતો હોય એ રીતે જોરદાર ફટકા લગાવતો હતો.

લક અને બેટ બંનેનો સાથ ન હતો

છેલ્લા કેટલાક સમયથી જ્યાં વિરાટ કોહલીના નેતૃત્વમાં ટેસ્ટ ટીમ જબરજસ્ત દેખાવ કરી રહી હતી એવામાં ધોનીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા વનડે અને ટી20માં પછડાઇ રહી હતી. બેટ અને લક બંને સાથ આપતા ન હતા. એવામાં ધોનીએ કપ્તાની છોડવાનો નિર્ણય કર્યો હોવાનું માનવામાં આવે છે.
First published: January 5, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर