વોટ્સએપ પર મુંબઇની લલનાનો ફોટો મોકલી અમદાવાદમાં કરાતો સોદો

VINOD LEUVA | Pradesh18
Updated: January 4, 2017, 5:04 PM IST
વોટ્સએપ પર મુંબઇની લલનાનો ફોટો મોકલી અમદાવાદમાં કરાતો સોદો
અમદાવાદઃ વસ્ત્રાપુર પોલીસે એસજીહાઈવે પર આવેલી હોટેલ ક્રિશ્નામાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કર્યો છે. ગત રાતે હોટેલ ક્રિશ્નામાં રેડ કરી એક રૂપલલનાની ત્રણ ગ્રાહકો અને હોટેલના મેનેજરની ધરપકડ કરી હતી.
VINOD LEUVA | Pradesh18
Updated: January 4, 2017, 5:04 PM IST
અમદાવાદઃ વસ્ત્રાપુર પોલીસે એસજીહાઈવે પર આવેલી હોટેલ ક્રિશ્નામાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કર્યો છે. ગત રાતે હોટેલ ક્રિશ્નામાં  રેડ કરી એક રૂપલલનાની ત્રણ ગ્રાહકો અને હોટેલના મેનેજરની ધરપકડ કરી હતી.

krisna rupllna

એસ જી હાઈવે પર આવેલી ક્રિશ્ના પેલેસ હોટેલમાં દેહ વ્યાપાર ચાલતો હોવાની બાતમી વસ્ત્રાપુર પોલીસને મળતા ગત રાત્રીનાં રોજ પોલીસે રેડ કરી હતી . હોટેલના એક રૂમમાંથી મુંબઈની એક મહિલા સાથે ત્રણ ગ્રાહકો મળી આવ્યા  હતા. ત્યારે દેહ વ્યાપાર સાથે સંકળાયેલા હોટેલ નાં મેનેજર મુકેશ દેસાઈની પણ પોલીસે ધરપકડ કરી છે. મુકેશ દેસાઈ દલાલની સાથે મળી હોટેલમા ગોરખ ધંધા ચલાવતો હતો. અને ગ્રાહકો પાસે થી ઊંચા રૂપિયા વસુલાતા હતા.

ફરાર મુખ્ય આરોપી હિતેશ આ સમગ્ર રેકેટ ચલાવતો હોવાનું બહાર આવ્યું છે . હિતેશ ગ્રાહકોને લલનાઓનાં ફોટા વોટસેપ પર મોકલી ગ્રાહકોને આકર્ષતો હતો. પર ગ્રાહક પાસે થી ૫૦૦૦ થી ૧૦૦૦૦ રુપીયા વસુલવામાં આવતા હતા .ત્યારે હોટેલ મેનેજર મુકેશ પણ હિતેશ પાસે થી કમીશન મેળવતો હતો . મેનેજર મુકેશ દેસાઈ હોટેલમાં લલનાઓ અને ગ્રાહકોને સાચવતો હતો . ત્યારે પોલીસ રેડ કરી હોટેલ માં ચાલતા દેહ વ્યાપાર ને બંધ કર્યો છે અને ફરાર મુખ્ય આરોપી હિતેશ ને પકડવા કવાયત હાથ ધરી છે.

First published: January 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर