18 વર્ષ જૂના કેસનો થયો પર્દાફાશ, બે સાઢુંએ મળી બે બહેનોની કરી હતી હત્યા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2001ના નરોડા ઓનર કિલિંગ કેસનો કર્યો પર્દાફાશ

News18 Gujarati
Updated: May 17, 2019, 10:53 PM IST
18 વર્ષ જૂના કેસનો થયો પર્દાફાશ, બે સાઢુંએ મળી બે બહેનોની કરી હતી હત્યા
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 17, 2019, 10:53 PM IST
નવીન જ્હા, અમદાવાદ : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ માં વર્ષ 2001માં થયેલા ચકચારી ઓનર કિલિંગ કેસનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદા નરોડા વિસ્તારમાં બે મહિલાની હત્યા થઈ હતી. આ કેસનો 18 વર્ષ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે મહિલાઓના હત્યારા બે સાઢું ભાઈ હતા. ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરાઈ છે.

ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વિગતો બહાર આવી છે કે બંને સાઢું ભાઈ હત્યા કરી અને રાજસ્થાન ફરાર થઈ ગયા હતા. બંને જણા રાજસ્થાનના જ રહેવાસી હતા. બે સાઢુંઓએ 2 બહેનોની કરી હતી હત્યા.

નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 18 વર્ષ પહેલાં બે સગી બહેનોની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના ગુનામાં વર્ષોથી પેન્ડિંગ રહેલાં કેસમાં ક્રાઇમ બ્રાન્ચે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે ઓરોપીની ધરપકડ કરી અને વધુ પૂછપરછ હાથ ધરી છે. આવતીકાલે પોલીસ વધુ માહિતી આપશે અને કેવી રીતે આ હત્યા કરાઈ હતી તેની વિગતો પણ જણાવશે.
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...