Home /News /ahmedabad /Ahmedabad Honey Trap : 'જો તું લગ્ન નહી કરે તો હું આત્મહત્યા કરી, તને ફસાવી દઈશ', વેપારી બન્યો હની ટ્રેપનો શિકાર

Ahmedabad Honey Trap : 'જો તું લગ્ન નહી કરે તો હું આત્મહત્યા કરી, તને ફસાવી દઈશ', વેપારી બન્યો હની ટ્રેપનો શિકાર

અમદાવાદ નરોડા પોલીસ સ્ટેશન

Ahmedabad Honey Trap : અમદાવાદ (Ahmedabad) નરોડા (Naroda) વિસ્તારમાં રહેતા એક જવેલર્સ વેપારી (Jewelers merchant) ની દુકાન પર 11 મહિના પહેલા એક યુવતી આવી હતી અને તેને રૂપિયાની જરૂર હોવાનું કહીને કાનની કડી ગીરવે મૂકી રૂપિયા 7000 લઈ ગઈ હતી, પછી...

વધુ જુઓ ...
Ahmedabad Honey Trap : શહેરના નરોડા (Naroda) વિસ્તારમાં હનીટ્રેપ (Honey Trap) નો કિસ્સો સામે આવ્યો છે. જવેલર્સ વેપારી (Jewelers merchant) ને પ્રેમજાળમાં ફસાવીને યુવતીએ અલગ-અલગ બહાના હેઠળ રૂપિયા 9 લાખ 55 હજાર પડાવી લીધા બાદ, ફોટો વાયરલ કરવાની ધમકી આપીને અન્ય રૂપિયાની માંગણી કરતા વેપારીએ પોલીસ (Naroda Police) ને જાણ કરી હતી.

નરોડા વિસ્તારમાં રહેતા એક જવેલર્સ વેપારીની દુકાન પર 11 મહિના પહેલા એક યુવતી આવી હતી અને તેને રૂપિયાની જરૂર હોવાનું કહીને કાનની કડી ગીરવે મૂકી રૂપિયા 7000 લઈ ગઈ હતી. જોકે એકાદ માસ પછી તે ફરીથી આવી હતી અને પગાર થયો નથી રૂપિયાની જરૂર છે તેમ કહીને વેપારી પાસેથી રૂપિયા 7000 ઉછીના લઈ ગઈ હતી. ત્યારબાદ વેપારી અને આ યુવતી વચ્ચે whatsappથી વાતચીત થતી હતી. અને યુવતી અલગ-અલગ બહાના હેઠળ વેપારી પાસેથી રૂપિયા પડાવતી હતી.

જોકે અનેક વખત મુલાકાત થયા બાદ આ યુવતીએ વેપારીને પ્રેમજાળમા ફસાવ્યા હતા. ગત એપ્રિલ મહિનામાં આ યુવતી વેપારીના શોરૂમ પર આવી હતી અને પોતે પ્રેગનન્ટ હોવાનું કહી રૂપિયા ૫૦ હજાર લઈ ગઈ હતી. આ દરમિયાન યુવતીએ વેપારીને કહ્યું હતું કે, જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું આત્મહત્યા કરી લઈશ અને તેને ખોટા કેસમાં ફસાવી દઈશ.

આ પણ વાંચોરોકાણની ઉત્તમ તક : ઓછા રિસ્ક અને શાનદાર રિટર્ન માટે આ કંપનીનો શેર બની શકે છે તમારી બેસ્ટ પિક

જોકે થોડા સમય બાદ વેપારીના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી, યુવતી સાથે હોટલમાં રોકાયો હતો તે દરમિયાનના ફોટો આવ્યા હતા. અને રૂપિયા 6 લાખ લઈને જ્યાં કહીએ ત્યાં નહી આવો તો ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. બાદમાં બીજા ચાર પાંચ દિવસ બાદ વેપારીના યુવતી સાથેના વીડિયો સામે આવ્યા હતા. અને રૂપિયા 3 લાખની માંગણી કરી હતી. જેથી વેપારીએ આ બાબતની જાણ પોતાની પત્નીને કરી હતી, ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ફરિયાદ નોંધીને યુવતી સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad latest news, Ahmedabad news, Honey trap, Honey Trap New, અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ, અમદાવાદ ન્યૂઝ, અમદાવાદ પોલીસ, અમદાવાદ સમાચાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો