Home /News /ahmedabad /Ahmedabad: આટલી સસ્તી અને આકર્ષક ડેકોરેટિવ વસ્તુઓ તમને ક્યાય નહી મળે, જોઈલો આટલો છે ભાવ

Ahmedabad: આટલી સસ્તી અને આકર્ષક ડેકોરેટિવ વસ્તુઓ તમને ક્યાય નહી મળે, જોઈલો આટલો છે ભાવ

X
દિવડા,

દિવડા, ચિકી, તલના લાડુ, મેકરન પર્સ, તોરણ જેવી ડેકોરેટિવ વસ્તુઓ બનાવવામાં આવે છે

શારીરિક રીતે અક્ષમ છોકરીઓને અભ્યાસક્રમ મુજબ તાલીમ આપવામાં આવે છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ કન્યાઓ શ્રી કાલિંદી કાજી ફેશન એપેરલ ડીઝાઈન તાલીમ કેન્દ્રમાં ઉચ્ચ તાલીમ માટે પ્રવેશ આપવામાં આવે છે.

    Parth Patel, Ahmedabad: એપેરલ ઉદ્યોગમાં ફેશન વલણોના સતત સંકોચાતા જીવનકાળ સાથે ફેશન ડિઝાઇનર્સ અને સર્જકો નવીનતાની વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં રાખવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અપંગ માનવ મંડળમાં શારીરિક વિકલાંગ વ્યક્તિઓની મદદ માટે ઘણા વર્ષોથી સેવા પૂરી પાડવામાં આવી રહી છે.

    દિવડા, ચિકી, તલના લાડુ, મેકરન પર્સ, તોરણ જેવી ડેકોરેટિવ વસ્તુઓ બનાવવામાં આવે છે

    શારીરિક રીતે અક્ષમ છોકરીઓને અભ્યાસક્રમ મુજબ તાલીમ આપવામાં આવે છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ કન્યાઓ શ્રી કાલિંદી કાજી ફેશન એપેરલ ડીઝાઈન તાલીમ કેન્દ્રમાં ઉચ્ચ તાલીમ માટે પ્રવેશ આપવામાં આવે છે. અને તાલીમ પૂર્ણ કર્યા બાદ રોજગાર મેળવી શકે છે.

    મહિલાઓ દ્વારા રોજગાર માટે દિવાળીમાં દિવડા, ઉત્તરાયણમાં ચિકી અને તલના લાડુ, મેકરન પર્સ, તોરણ, ગિફ્ટ તથા અન્ય ડેકોરેટિવ વસ્તુઓ બનાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે શારીરિક રીતે અક્ષમ મહિલાઓ દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓ માર્કેટ કરતા ઓછા ભાવે વસ્તુઓ મળી રહે છે. જેનો લાભ ઘણા લોકો લેતા હોય છે.

    શારીરિક રીતે વિકલાંગોને સ્વતંત્ર બનાવવા શિક્ષણ, તાલીમ, સારવાર અને રોજગાર આપવાનો ઉદ્દેશ્ય

    ફેશન ડિઝાઇનિંગ વ્યક્તિને ટૂંકા ગાળામાં ફેશન ડિઝાઇનિંગમાં પારંગત બનવાની તક પૂરી પાડે છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય શારીરિક રીતે વિકલાંગોને સ્વતંત્ર બનાવવાના હેતુથી શિક્ષણ, તાલીમ, સારવાર અને રોજગાર આપવાનો છે. તથા છેલ્લા 56 વર્ષથી શિક્ષણ, પ્રશિક્ષણ અને પુનર્વસન સેવાઓ પ્રદાન કરે છે.

    શ્રી મદન મોહન રમણલાલ ફેશન અને એપેરલ ડિઝાઇન તાલીમ કેન્દ્રમાં છોકરાઓ અને છોકરીઓ માટે મદન મોહન રમણલાલ પરિવારના આર્થિક સહયોગથી બોયઝ હોસ્ટેલ, વસ્ત્રાપુર ખાતે વિકલાંગ છોકરાઓને આધુનિક મશીનો સાથેની તમામ સુવિધાઓ સાથેની તાલીમ આપવાના હેતુથી આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. આ વિભાગમાં તાલીમ પૂર્ણ કર્યા પછી વિકલાંગ તાલીમાર્થીઓ રૂ. 3000 થી 5000 દર મહિને અને આર્થિક રીતે સ્વતંત્ર બની શકે છે.

    સિલેબસ મુજબ સીવણ અને કટિંગની પ્રાથમિક તાલીમ અપાય છે

    શ્રી વિદ્યાબેન ભાલુભાઈ દેસાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છોકરાઓની સિલાઈ તાલીમ કેન્દ્રમાં સિલેબસ મુજબ સીવણ અને કટિંગની પ્રાથમિક તાલીમ આપવામાં આવે છે. સ્ટાઈપેન્ડ સાથે વિના મૂલ્યે રહેવા-જમવાની સુવિધા આપવામાં આવે છે. વર્ષ દરમિયાન આ કેન્દ્રમાં અનેક તાલીમાર્થીઓએ લાભ લેતા હોય છે.

    સરનામું : અપંગ માનવ મંડળ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન સામે, અટીરા પાછળ, વસ્ત્રાપુર રોડ, અમદાવાદ.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Ahmedabad news, Local 18

    विज्ञापन
    विज्ञापन