Home /News /ahmedabad /શું ગુજરાત મહિલા પોલીસનો ડ્રેસ બદલાશે? ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કાંઇક આવુ

શું ગુજરાત મહિલા પોલીસનો ડ્રેસ બદલાશે? ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કાંઇક આવુ

ગુજરાત પોલીસ ફાઇલ તસવીર

હર્ષ સંઘવીએ એક ખાનગી કાર્યક્રમમાં નિવેદન આપ્યુ છે કે, 'ગુજરાત મહિલા પોલીસનો ડ્રેસ બદલવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.'

    અમદાવાદ: આજે હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક ખાનગી કાર્યક્રમમાં નિવેદન આપ્યુ છે કે, 'ગુજરાત મહિલા પોલીસનો ડ્રેસ બદલવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. મહિલા પોલીસના ડ્રેસ કોડ પર વિચાર ચાલી રહ્યો છે કે તે ખાખીને બદલે નવો રંગ આવે.'

    આ બાદ રાજકારણ ઉપર ચર્ચા કરતા તેમણે જણાવ્યુ કે, દરેક ક્ષેત્રમાં રાજકારણ હોય છે. કોર્પોરટ કલ્ચરમા જે રાજકારણ હોય તેના કરતા ઓછું રાજકારણમાં રાજકારણ હોય છે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, દેશમાં સૌથી પહેલા ગુજરાતના રોડ રસ્તા સારા હતા. કારણ કે, મોદી સીએમ હતા હવે મોદી પ્રધાનમંત્રી બન્યા એટલે સમગ્ર દેશના રસ્તા સારા થઇ રહ્યા છે. પહેલા ગુજરાતની બહાર રોડ ખરાબ હતા હવે તેની ગુણવત્તા બદલાઇ રહી છે.

    આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, 'ક્રાઇમ ડેટા હવે અન્ય રાજ્યના અદાન પ્રદાન કરી શકાશે. ભારત સરકારનું આ મુદે કામ ચાલી રહ્યું છે. હવે રાજ્ય અન્ય રાજ્યના ક્રાઇમ ટેડા અદાન પ્રદાન કરી શકાશે.'


    અન્ય સમાચાર

    માતાપિતાએ કર્યુ દીકરીનું અપહરણ


    દાહોદ: ગરબાડા તાલુકામાં એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. ગરબાડા તાલુકાના મહિલા સભ્ય વનીતાબેને 8 મહિના પહેલા નીમચ ગામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેમના માતાપિતા ટીડીઓ ઓફિસથી જ ઉઠાવીને લઇ ગયા છે. મહિલાના પરિવારે તેનું ટીડીઓની ચેમ્બરમાંથી જ અપહરણ કરી દીધુ છે. પિતા પુત્રીને ખભા ઉપર બેસાડીને ગાડીમાં લઇ જવાઇ હતી. આ અંગે મળતી માહિતી પ્રમાણે, દાહોદના ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ 2 બેઠક પરથી પંચાયતના અપક્ષ સભ્ય તરીકે ચૂંટાયેલ યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ માતાપિતા દીકરીના આ પ્રેમલગ્નથી ખુશ ન હતા. કારણ કે, દીકરીએ જે યુવાન સાથે લગ્ન કર્યા હતા તેને આ પહેલા ત્રણ છોકરીઓ સાથે લગ્ન કરીને છૂટાછેડા પણ લઇ લીધા હતા. આ યુવાનના ચોથા લગ્ન હતા. આ સાથે તેની સાથે એક બાળક પણ રહે છે. (આ અંગેની વિસ્તૃત માહિતી અહીં વાંચો)
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અમદાવાદ, ગુજરાત, ગુજરાત પોલીસ

    विज्ञापन
    विज्ञापन