Home /News /ahmedabad /Ahmedabad: લાઈફસ્ટાઈલ અને ન્યુટ્રિશન દ્વારા આ વ્યક્તિ દૂર કરે છે લોકોના માનસિક રોગ, જુઓ Video

Ahmedabad: લાઈફસ્ટાઈલ અને ન્યુટ્રિશન દ્વારા આ વ્યક્તિ દૂર કરે છે લોકોના માનસિક રોગ, જુઓ Video

X
હાલમાં

હાલમાં ખોરાકમાં જંતુનાશક દવાઓ અને રસાયણોનો ઉપયોગ વધુ પ્રમાણમાં થવા લાગ્યો છે

ઓન્કોલોજિસ્ટ અને કેન્સર નિષ્ણાતો ગ્રાહકોને તેમની લાઈફ સ્ટાઈલ, ન્યુટ્રિશન અને આરોગ્યમાં મદદ કરવા માટે અમને રેફર કરે છે. જેમાં માઇન્ડફુલનેસ અને બેલેન્સેબલ લાઈફસ્ટાઈલ દ્વારા તેમના સ્વાસ્થ્યને કેવી રીતે સુધારી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવે છે.

વધુ જુઓ ...
Parth Patel, Ahmedabad: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે હોલિસ્ટિક ન્યુટ્રિશન અને લાઇફસ્ટાઇલ મેડિસિન એક્સપર્ટ લ્યુક કોટિન્હો દ્વારા સંતુલિત અને પરિપૂર્ણ જીવન તરફનો પ્રવાસ પર એક સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોના હેલ્થકેરના ક્ષેત્રમાં વિચારો, જ્ઞાન, અનુભવ, ન્યુટ્રિશન, ફિટનેસ અને માઇન્ડફુલનેસ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

દવા શબ્દ સાંભળતા જ વ્યક્તિ ફાર્માસ્યુટિકલ, એલોપેથી, કીમોથેરાપી, રેડિયેશન, એન્ટિબાયોટિક દવાઓ વિશે વિચારે છે

હોલિસ્ટિક ન્યુટ્રિશન અને લાઇફસ્ટાઇલ મેડિસિન એક્સપર્ટ લ્યુક કોટિન્હો સાથે વાત કરતા જણાવ્યું કે હું ન તો ભગવાન છું કે ન તો ગુરુ. હું કોઈ ઉપચાર કરનાર, ડોક્ટર કે સંપ્રદાયનો લીડર નથી. હું ઇન્ટિગ્રેટિવ લાઇફસ્ટાઇલ મેડિસિન અને લાઇફ કોચિંગના ક્ષેત્રમાં પ્રેક્ટિસ કરું છું. મેં ઈન્સ્ટિટ્યુટ ઓફ હોટેલ મેનેજમેન્ટ એન્ડ એપ્લાઈડ ન્યુટ્રિશનનો ત્રણ વર્ષનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ મુંબઈ, કતાર, દુબઈ, લંડનમાં અનેક સંસ્થાઓ સાથે કામ કરવા જોડાયો.મેં ગોલ્ડ કોસ્ટ ટ્રેનિંગ એકેડમી, ઓસ્ટ્રેલિયા ખાતે પોષણ અને તંદુરસ્તીનો અભ્યાસ કર્યો છે. સાથે નેચરલ હેલ્થ સાયન્સની શાળામાં પણ શિક્ષણ લીધું. જ્યારે કોઈ વ્યક્તિ દવા શબ્દ સાંભળે છે ત્યારે તરત જ વ્યક્તિ ફાર્માસ્યુટિકલ, એલોપેથી, કીમોથેરાપી, રેડિયેશન, એન્ટિબાયોટિક્સ દ્વારા ઉપયોગમાં લેવાતી અન્ય દવાઓ વિશે વિચારે છે. હું કોઈ વૈકલ્પિક દવાનો વ્યવસાય પણ નથી. પરંતુ હું જે દવાનો ઉપયોગ કરું છું તે લાઈફસ્ટાઈલ છે.હું માનું છું કે મન અને શરીર જોડાયેલા છે અને આપણે બંનેને અલગ કરી શકતા નથી. મોટા ભાગના કિસ્સાઓમાં રોગ અને માંદગી એ આપણા મન અને આત્મામાં શરૂ થાય છે. વર્ષોના અનુભવ સાથે મારી માન્યતા એ છે કે દરેક વ્યક્તિ શારીરિક, ભાવનાત્મક, માનસિક, આધ્યાત્મિક અને બૌદ્ધિક સ્વ થી બનેલ છે. દરેક વ્યક્તિ પોતાની રીતે વ્યક્તિગત અને અનન્ય છે અને તેનું મૂલ્યાંકન અને નિદાન અનન્ય વ્યક્તિ તરીકે સારવાર થવું જોઈએ તેવું લ્યુક કોટિન્હો એ જણાવ્યું હતું.હાલ અમારી ટીમમાં રજિસ્ટર્ડ ડાયેટિશિયન, પ્રમાણિત ન્યુટ્રિશનિસ્ટ, અનુભવી લાઈફસ્ટાઈલ કોચ અને કુશળ એલોપેથિક મેડિકલ પ્રેક્ટિશનર્સ ડોક્ટરો પણ લાઈફસ્ટાઈલ દ્વારા ઈલાજ કરે છે. લાઈફસ્ટાઈલની દવા અને કોચિંગની પ્રેક્ટિસ કરવા ઉપરાંત અમે રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ પણ કરીએ છીએ. જેમાં ન્યુટ્રિશનિસ્ટ અને ડોકટરોને તાલીમ પણ આપવામાં આવે છે.

હાલમાં ખોરાકમાં જંતુનાશક દવાઓ અને રસાયણોનો ઉપયોગ વધુ પ્રમાણમાં થવા લાગ્યો છે

વધુમાં જણાવતા કહ્યું કે આજે અમે એક ઇકો સિસ્ટમ તરીકે કામ કરીએ છીએ. જ્યાં અમે લાઇવ વેલનેસનું આયોજન કરીએ છીએ. તેમજ લોકોને ઓનલાઇન માહિતી પણ આપીએ છીએ. આજે જંતુનાશક દવાઓ અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. જેનો ઉપયોગ આપણે ઘટાડવો જોઈએ. કારણ કે જો આપણે ખોરાકનો દવા તરીકે ઉપયોગ કરીએ તો જુદી જુદી બીમારીઓના શિકાર બનીએ છીએ.ઓન્કોલોજિસ્ટ અને કેન્સર નિષ્ણાતો ગ્રાહકોને તેમની લાઈફ સ્ટાઈલ, ન્યુટ્રિશન અને આરોગ્યમાં મદદ કરવા માટે અમને રેફર કરે છે. જેમાં માઇન્ડફુલનેસ અને બેલેન્સેબલ લાઈફસ્ટાઈલ દ્વારા તેમના સ્વાસ્થ્યને કેવી રીતે સુધારી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવે છે. હું માનું છું કે મનમાં શરીર પર ચમત્કારો કરવાની શક્તિ છે. સકારાત્મક માનસિકતા સાથે સ્વાસ્થ્ય પાછું મેળવવું સરળ છે. પછી ભલેને કેટલીક દવા, ઉપચારની જરૂર હોય.

સારા સ્વાસ્થ્યની શરૂઆત મનમાં ઊંડી શ્રદ્ધાથી થાય છે અને શરીર તેને આપોઆપ અનુસરે છે. જો તમે મનની સંભાળ રાખો અને તેનું રક્ષણ કરો તો તમે અનેક રોગોથી બચી શકો છો. લાઈફસ્ટાઈલની દવાઓમાં ન્યુટ્રિશન, કસરત, ઊંઘ, ડિટોક્સ ફિકેશન, પ્રેમ, સંભાળ, કદર, આશા, માન્યતાઓ, પ્રકૃતિ, પર્યાવરણ, સંબંધો જે રોગપ્રતિકારક શક્તિના નિર્માણમાં મદદ કરે છે.

જે લોકો અમારી પાસે મદદ માટે આવે છે તેમને પહેલા પૂછવામાં આવે છે કે શું તેઓ માને છે કે તેમને સારું થઈ શકે છે. તેમના પ્રતિભાવના આધારે અમે તેનું નિદાન કરીએ છીએ.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Ahmedabad news, Doctors, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો