પ્રણવ પટેલ, અમદાવાદ: રંગોનો તહેવાર એટલે હોળી, હોળી અને ધુળેટીના પર્વ પર સૌ કોઇ નાનાથી લઇને મોટા સૌ કોઇ ઉજવણી કરતા હોય છે. પરંતુ કેટલાક લોકો જાહેર રસ્તા પર ખાડા ખોદી હોલિકા દહન કરતા હોય છે, ત્યારે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા અમદાવાદીઓને અપીલ કરવામાં આવી છે કે, હોલિકા દહન સમયે જાહેર રસ્તાઓ પર ખાડા ન કરવા જોઇએ. તેમજ હોલિકા દહન સમયે રોડ રસ્તાઓ પર ધૂળ કે માટી નાખી, ઇંટો મૂકી કરવું જોઇએ. કારણ કે રસ્તાઓ પર ખાડા કરવાની જાહેર રસ્તાને નુકશાન થાય છે.
અમદાવાદીઓને અપીલ
આગામી 7 અને 8 માર્ચના રોજ આવનાર હોળી અને ધુળેટીના તહેવારોમાં જાહેર જનતા અને સંસ્થા દ્વારા હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે. આ ધાર્મિક પ્રસંગે અમદાવાદ શહેરના જાહેર માર્ગો અને રસ્તાઓને નુકશાન ન પહોંચે તે હેતુથી જાહેર રસ્તાઓ ઉપર હોલિકા દહન કરવામાં આવે તો હોળી પ્રગટાવતા પહેલા રોડ ઉપર રેતી અને માટી નાખ્યા બાદ જ હોળી પ્રગટાવી જોઇએ અથવા શક્ય હોય તો નજીકના એએમસીના ખુલ્લા પ્લોટમાં અગ્રિમતા આપવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. જરૂર લાગશે તો અમદાવાદ મહાનગર પાલિકા પણ સંસ્થાઓ અને સોસાયટીને મદદ કરશે.
વઘુમાં ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, જાહેર રસ્તાઓ પર ખાડા કરવાની ભવિષ્યમાં રોડને મોટું નુકશાન થાય છે. જાહેર રસ્તાઓ પર ખાડા ન કરવા જોઇએ. જરૂર લાગે તો આસપાસની સોસાયટીઓ એક સાથે એએમસીની માલિકીના પ્લોટમાં જઇ હોલિકા દહન કરવાનું આયોજન કરવું જોઇએ. શહેરમાં અનેક સોસાયટીઓ આ પ્રોસેસને અનુસરી રહી છે. હોલિકા દહન બાદ જાહેર માર્ગ પર રહેલ ધૂળ પણ એએમસી દ્વારા જરૂર લાગશે તો ઉપાડી લેવામાં આવશે. જરૂર લાગશે ત્યાં એએમસી એસ્ટેટ વિભાગની ટીમ પણ મદદ કરી ધૂળ આપશે.
તમામ જાહેર જનતાને અપીલ કરાઇ છે કે, જાહેર રસ્તાઓ પર ખાડા ન કરવા જોઇએ. કારણ કે હાલ પણ વરસાદી માહોલ ચાલી રહ્યો છે. જો રસ્તા પર ખાડા પડશે તો પાણી ભરવાની સમસ્યા ઉભી થશે અને જાહેર રસ્તા પર રહેલા ખાડા કોઇ મોટો અકસ્માત કરી શકે છે. તેથી એએમસી દ્વારા જાહેર રસ્તા પર ખાડા ન કરવા અમદાવાદીઓને અપીલ કરી રહી છે.