Home /News /ahmedabad /Holi-Dhuleti Effect: હોળી-ધૂળેટીના પગલે ખાનગી ટ્રાવેલ્સના ભાડમાં 50 ટકાનો વધારો
Holi-Dhuleti Effect: હોળી-ધૂળેટીના પગલે ખાનગી ટ્રાવેલ્સના ભાડમાં 50 ટકાનો વધારો
પ્રતિકાત્મક તસવીર
Holi Dhuleti festival: હોળી ધૂળેટીનો તહેવાર મનાવવા રાજસ્થાન (Rajasthan) વતન તરફ જતા લોકોની મુશ્કેલી વધી છે. તો બીજીતરફ વીકેન્ડમાં હોળી ધૂળેટી તહેવાર આવતા ચાર દિવસ આબુ ઉદયપુર (Abu Udaipur) તરફ લોકો ધસારો વધ્યો છે.
અમદાવાદ: હોળી ધૂળેટીના તહેવાર (Holi Dhuleti festival) આવતા ખાનગી ટ્રાવેલ્સને (Private Travels) બખ્ખા થઈ ગયા છે અને બસ ભાડામાં વધારો ઝીંકી દેવાયો છે. સામાન્ય દિવસો કરતા તહેવારની સીઝનમાં (Festive season) બસ ભાડામાં 50 ટકાનો વધારો કરી દેવાયો છે. જેના પગલે હોળી ધૂળેટીનો તહેવાર મનાવવા રાજસ્થાન (Rajasthan) વતન તરફ જતા લોકોની મુશ્કેલી વધી છે. તો બીજીતરફ વીકેન્ડમાં હોળી ધૂળેટી તહેવાર આવતા ચાર દિવસ આબુ ઉદયપુર (Abu Udaipur) તરફ લોકો ધસારો વધ્યો છે.
કોરોનાના કારણે બે વર્ષ સુધી તહેવારોની ઉજવણીથી દુર રહેલા લોકો હવે તહેવારોની ભરપૂર મજા માણવા આબુ અને ઉદયપુર સહિતના હિલ સ્ટેશન તરફ લોકોનો ધસારો વધ્યો છે. ખાસ કરી મને હોળી ધૂળેટી મન તહેવારને પગલે ખાનગી ટ્રાવેલ્સના ભાડામાં એકા એક વધારો કરી દેવામાં આવ્યો છે.
સામાન્ય દિવસો કરતા ખાનગી ટ્રાવેલ્સના બસ ભાડામાં 50 ટકા જેટલો વધારો ઝીંકી દેવાયો છે તો પ્રાઇવેટ ટેક્સી ટ્રાવેલ્સના ચાલકોએ તો ભાડામાં દોઢ ગણો વધારો કરી દીધો છે. એક ટ્રાવેલ્સના સંચાલકે જણાવ્યું કે હોળી ધૂળેટીના તહેવારની આ અસર છે.
આ તહેવારમાં લોકો રાજસ્થાન વતન તરફ પણ જતા હોય છે અને ફરવા માટે આબુ, ઉદયપુર, જયપુર તરફ લોકો જતા હોય છે. બીજું કે ભાડા વધારવા પાછળનું કારણ કે આ માત્ર હાલ વન સાઈડ જવા માટેનો ધસારો છે. આવતા સમયે તો બસમાં ધસારો ઓછો રહેતો હોય છે જેના કારણે આબુ જવાના સામાન્ય 800 રૂપિયા હોય તેના 1000થી હજાર ભાડું લેવાય છે.
આ વધારો બે દિવસ પૂરતો છે સોમવારથી ટ્રાવેલ્સના ભાડા રાબેતા મુજબ થઈ જશે. જોકે રાજસ્થાન તરફનો ધસારો વધારે રહેતા જે લોકો બસમાં બેસવાની સારી ફેસેલિટી પણ નથી આપતા તેવા ટ્રાવેલ્સ ચાલકોએ પણ પોતાના ભાડા વધારી દીધા છે. તો કેટલાક ટ્રાવેસલ ચાલકો ડિઝલના વધેલા ભાવનું કારણ આગળ ધરી રહ્યા છે. જેના કારણે આ ભાવ વધારો કરાયો હોવાનું જણાવી રહ્યા છે.