Home /News /ahmedabad /

અમદાવાદમાં હિટ એન્ડ રન: ઓડી કારે યુવકને અડફેટે લઈને ચીમનભાઈ બ્રિજથી RTO સર્કલ સુધી ઢસડ્યો, શરીરના અંગો ક્ષતવિક્ષત થઈ ગયા

અમદાવાદમાં હિટ એન્ડ રન: ઓડી કારે યુવકને અડફેટે લઈને ચીમનભાઈ બ્રિજથી RTO સર્કલ સુધી ઢસડ્યો, શરીરના અંગો ક્ષતવિક્ષત થઈ ગયા

મૃતક યુવક

Ahmedabad Hit and Run: મળતી માહિતી પ્રમાણે આરટીઓ સર્કલ પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં એક ઓડી કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો.મૃતક યુવક વિશાલા હોટલ ખાતે કેશિયર તરીકે નોકરી કરતો હતો.

    અમદાવાદ: અમદાવાદ શહેરમાં મોડી રાત્રે હિટ એન્ડ રન (Hit and run)નો એક બનાવ બન્યો છે. જેમાં એક ઓડી કાર (Audi car) ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માત બાદ ઓડી કાર ચાલકે યુવકને રોડ પર દૂર સુધી ઢસડ્યો હતો, જેના પગલે મૃતકના શરીરના અંગો ક્ષતવિક્ષત થઈ ગયા હતા. આ મામલે એલ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવકની ઉંમર 25 વર્ષ છે. મૃતક યશ ગાયકવાડ ઝુંડાલની રહેવાશી હોવાનું સામે આવ્યું છે.

    યુવકને અડફેટે લઈને ઢસડ્યો


    મળતી માહિતી પ્રમાણે આરટીઓ સર્કલ પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં એક ઓડી કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. મળતી માહિતી પ્રમાણે મૃતક યુવક વિશાલા હોટલ ખાતે કેશિયર તરીકે નોકરી કરતો હતો. યુવક નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ઓડી કાર ચાલકે તેને અડફેટે લીધો હતો. એવી પણ માહિતી મળી છે કે કાર ચાલક ચીમનભાઈ બ્રીજથી બાઇક ચાલકને આરટીઓ સર્કલ સુધી ઢસડીને લઈ ગયો હતો.

    ઓડી કારનો નંબર મળ્યો


    મૃતક યુવકની ઉંમર 25 વર્ષ છે. મૃતક યશ ગાયકવાડ ઝુંડાલની રહેવાશી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જનાર ઓડી કારનો નંબર GJ-01-RP- 0774 હોવાનું સામે આવ્યું છે. આ મામલે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરિયાદ નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી.

    બનાવ-2: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત, ચારનાં મોત


    ખેડા જિલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોનાં કમકમાટી ભર્યાં મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ-વડોદરા એક્સપ્રે વે (Ahmedabad–Vadodara Expressway) પર અકસ્માત થયો છે. અમદાવાદથી વડોદરા જતી એક કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર લોકોના કમકમાટી ભર્યાં મોત થયા છે. મૃતકોમાં બે મહિલા, એક પુરુષ અને એક અઢી વર્ષના બાળકનો સમાવેશ થાય છે. તમામ મૃતકો અમદાવાદ શહેરના વટવાના રહેવાસી છે.

    આ પણ વાંચો: ગોંડલનો આનંદ મેળો બન્યો મોતનો મેળો! વીજ કરંટ લાગતા બે વ્યક્તિનાં મોત

    અકસ્માત બાદ તમામ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે નડિયાદની હોસ્પિટલ (Nadiad Civil Hospital) ખાતે ખસેડવામાં આવ્યા હતા. એવી માહિતી મળી છે કે ભરૂચ ખાતે પરિવારના એક સભ્યને અકસ્માત નડ્યા બાદ પરિવાર કારમાં સવાર થઈને તેની તબિયત પૂછવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન પરિવારને પણ નડિયાદ ખાતે અકસ્માત પડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે રોડની બાજુમાં ઊભેલા એક કન્ટેનર સાથે કારની ટક્કર થઈ હતી. જેમાં તમામ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યું થયા હતાં. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Road accident, અમદાવાદ, આરટીઓ, ગુનો, પોલીસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन