Home /News /ahmedabad /

CCTV: અમદાવાદમાં ઓડી કાર ચાલકે વિશાલા હોટલના કેશિયરને અડફેટે લીધો, મૃતદેહ ક્ષતવિક્ષત થયો

CCTV: અમદાવાદમાં ઓડી કાર ચાલકે વિશાલા હોટલના કેશિયરને અડફેટે લીધો, મૃતદેહ ક્ષતવિક્ષત થયો

હિટ એન્ડ રનના સીસીટીવી સામે આવ્યા

Ahmedabad hit and run: અમદાવાદ શહેરમાં મોડી રાત્રે હીટ એન્ડ રન (Hit and run)નો એક બનાવ બન્યો છે. જેમાં એક ઓડી કાર (Audi car) ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માત બાદ ઓડી કાર ચાલકે યુવકને રોડ પર દૂર સુધી ઢસડ્યો હતો, જેના પગલે મૃતકના શરીરના અંગો ક્ષતવિક્ષત થઈ ગયા હતા.

વધુ જુઓ ...
    અમદાવાદ: અમદાવાદમાં વિશાલા હોટલ (Vishala Hotel)ના કેશિયર તરીકે કામ કરતા એક યુવકને ઓડી કાર (Audi Car) ચાલકે અડફેટે લીધો હતો. યુવક નોકરી પરથી રાત્રે પરત ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન ઓડી કાર ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર બાદ ઓડી કાર ચાલકે યુવકને રોડ પર ઢસડ્યો હતો. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મૃતક યુવકની ઉંમર 25 વર્ષ છે. મૃતક યશ ગાયકવાડ ઝુંડાલની રહેવાશી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જનાર ઓડી કારનો નંબર GJ-01-RP- 0774 હોવાનું સામે આવ્યું છે. આ મામલે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરિયાદ નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી.

    મોડી રાત્રે બન્યો બનાવ


    અમદાવાદ શહેરમાં મોડી રાત્રે હીટ એન્ડ રન (Hit and run)નો એક બનાવ બન્યો છે. જેમાં એક ઓડી કાર (Audi car) ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માત બાદ ઓડી કાર ચાલકે યુવકને રોડ પર દૂર સુધી ઢસડ્યો હતો, જેના પગલે મૃતકના શરીરના અંગો ક્ષતવિક્ષત થઈ ગયા હતા. આ મામલે એલ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવકની ઉંમર 25 વર્ષ છે. મૃતક યશ ગાયકવાડ ઝુંડાલની રહેવાશી હોવાનું સામે આવ્યું છે.

    યુવકને અડફેટે લઈને ઢસડ્યો


    મળતી માહિતી પ્રમાણે આરટીઓ સર્કલ પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં એક ઓડી કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. મળતી માહિતી પ્રમાણે મૃતક યુવક વિશાલા હોટલ ખાતે કેશિયર તરીકે નોકરી કરતો હતો. યુવક નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ઓડી કાર ચાલકે તેને અડફેટે લીધો હતો. એવી પણ માહિતી મળી છે કે કાર ચાલક ચીમનભાઈ બ્રીજથી બાઇક ચાલકને આરટીઓ સર્કલ સુધી ઢસડીને લઈ ગયો હતો.

    ઓડી કારનો નંબર મળ્યો


    મૃતક યુવકની ઉંમર 25 વર્ષ છે. મૃતક યશ ગાયકવાડ ઝુંડાલની રહેવાશી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જનાર ઓડી કારનો નંબર GJ-01-RP- 0774 હોવાનું સામે આવ્યું છે. આ મામલે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરિયાદ નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી.


    ગુજરાતના અન્ય અપડેટ્સ:


    અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત, ચારનાં મોત


    ખેડા જિલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોનાં કમકમાટી ભર્યાં મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ-વડોદરા એક્સપ્રે વે (Ahmedabad–Vadodara Expressway) પર અકસ્માત થયો છે. અમદાવાદથી વડોદરા જતી એક કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર લોકોના કમકમાટી ભર્યાં મોત થયા છે. મૃતકોમાં બે મહિલા, એક પુરુષ અને એક અઢી વર્ષના બાળકનો સમાવેશ થાય છે. તમામ મૃતકો અમદાવાદ શહેરના વટવાના રહેવાસી છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)

    ગઢડાના BAPS મંદિરમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો પૂજારીનો મૃતદેહ


    જન્માષ્ટમીના પાવન દિવસે ગઢડામાંથી (Gadhada BAPS) દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ગઢડાના BAPS મંદિરમાંથી શંકાસ્પદ હાલતમાં પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રતાપસિંહ સિંધા નામના વ્યક્તિ BAPS મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા હતા. આજે વહેલી સવારે મંદિરમાંથી મૃત હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Road accident, અમદાવાદ, આરટીઓ, ગુનો, પોલીસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन