Home /News /ahmedabad /PM Narendra Modi Mother Hiraben Modi Death: PM મોદીના માતા હીરાબાનું દેહાવસાન

PM Narendra Modi Mother Hiraben Modi Death: PM મોદીના માતા હીરાબાનું દેહાવસાન

PM મોદીના માતા હીરાબાનું નિધન

PM Modi Mother Hiraba Death: PM Modi ના માતાજી હીરાબાનું દેહાવસાન થયું હોવાના સમાચાર આવ્યા છે. તેઓને નાદુરસ્ત તબિયતના કારણે આમદવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ દુઃખદ સમાચાર સામે આવ્યા છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
PM Modi Mother Death: PM મોદીના માતા હીરાબાનું દેહાવસાન થયું હોવાના સમાચાર આવ્યા છે. માત્ર રાજકીય વર્તુળોમાં જ નહીં દેશના તમામ લોકો આ સમાચારથી દુઃખી થયા છે. વડાપ્રધાન મોદી પણ અમદાવાદ આવવા નીકળી ગયા છે.

હીરાબેન મોદીનો જન્મ ગુજરાતમાં મહેસાણાના વિસનગરમાં થયો હતો, જે તેઓના વતન વડનગરની નજીક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાને મંગળવારે રાતે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા.

હીરાબાને દાખલ કર્યા અંગે સમાચાર મળતાં જ અમદાવાદના અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન સહિતના નેતાઓ યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યાં હતા. તો સાથે પરિવારના સભ્યો પણ ધીમે ધીમે હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હોસ્પિટલ પહોંચશે એવા સમાચાર આવી ગયા હતા.


આ પહેલાં 2016માં PM નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની તબિયત લથડી હતી. ત્યારે પણ તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં તેઓની તબિયત  ખાસ્સી સુધારા તરફ આવી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં 18 જૂને જ તેઓ 100માં વર્ષમાં પહોંચ્યા હતાં.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘરમાં છેલ્લા બે દિવસમાં બે મોટી દુર્ઘટનાઓ થઈ છે. પહેલા કર્ણાટકના મૈસૂરમાં તેમના મોટા ભાઈ પ્રહ્લાદ મોદી રોડ અકસ્માતનો શિકાર થયા હતા. તો વળી બુધવારે તેમની માતા હીરાબેનની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. તેમને અમદાવાદની યૂએન મહેતા હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે.

પ્રહ્લાદ મોદીનો કર્ણાટકના મૈસૂરમાં મંગળવારે એક્સીડન્ટ થઈ ગયો હતો. તેમની સાથે તેમનો દીકરો અને વહુ પણ હતા. ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ હતી. જો કે, હોસ્પિટલ તરફથી જાહેર કરવામાં આવેલી તાજેતરની જાણકારી અનુસાર , તમામ લોકો ખતરામાંથી બહાર છે અને સારી સ્થિતીમાં છે. ડોક્ટર્સનું કહેવું છે કે, ત્રણેયની સારવાર ચાલી રહી છે અને ગુરુવારે સવારે તેમને ડિસ્ચાર્જ કરવામાં આ્વ્યા હતા. જો કે, ડોક્ટર્સની એક ટીમ તેમના સ્વાસ્થ્યની તપાસ કરતી રહેશે.

PM મોદીએ માં વિશે શું લખ્યું હતું જુઓ

માતાના 100 માં વર્ષમાં પ્રવેશ પર PM મોદીએ બ્લોગમાં પોતાની લાગણીઓ ટાંકી હતી. જેમાં તેમણે લખ્યું હુત કે, ''મા કે માતા – શબ્દકોશમાં ફક્ત એક શબ્દ નથી. આ શબ્દમાં તમામ પ્રકારની લાગણીઓ સમાઈ જાય છે – પ્રેમ, ધૈર્ય, વિશ્વાસ વગેરે. દુનિયાભરમાં કોઈ પણ દેશ કે વિસ્તારમાં બાળકો તેમની માતા પ્રત્યે વિશેષ લાગણી ધરાવે છે. માતા તેના બાળકને જન્મ આપવાની સાથે તેમની પ્રથમ ગુરુ પણ છે. માતા બાળકના માનસનું, તેના વ્યક્તિત્વનું ઘડતર કરે છે અને તેને આત્મવિશ્વાસ આપે છે. આ પ્રક્રિયામાં માતા પોતાની અંગત જરૂરિયાતો અને આકાંક્ષાઓનો નિઃસ્વાર્થપણે ત્યાગ કરે છે.''

અગાઉ અમારા પરિવારમાં જન્મદિવસોની ઉજવણી કરવાની કોઈ પરંપરા નહોતી. જોકે યુવા પેઢીના બાળકોએ મારા પિતાના જન્મદિવસે તેમની યાદગીરીમાં 100 વૃક્ષોનું વાવેતર કર્યું હતું.

મારા જીવનમાં જે કંઈ પણ સારું થયું છે... માં ના કારણે થયું: PM મોદી

મને કોઈ શંકા નથી કે, મારા જીવનમાં જે કંઈ પણ સારું થયું છે, મારો જે વિકાસ થયો છે અને મારા ચરિત્રનું ઘડતર થયું છે, તે મારા માતાપિતાને આભારી છે. અત્યારે જ્યારે હું દિલ્હીમાં છું, ત્યારે મારાં મનમાં ભૂતકાળની યાદો તાજી થઈ રહી છે.

આ પણ વાંચો: Prahalad Modi Accident: PM મોદીના નાનાભાઈ પ્રહલાદ મોદીના પરિવારને મૈસૂરમાં નડ્યો અકસ્માત

મારી માતા અસાધારણ હોવાની સાથે સરળ છે. અન્ય તમામ માતાઓ જેવી! જ્યારે હું મારી માતા વિશે લખી રહ્યો છું, ત્યારે મને ખાતરી છે કે, મારી માતા સાથે જોડાયેલી વાતો સાથે તમારામાંથી ઘણાંને તેમની માતા સાથે જોડાયેલી લાગશે. આ લેખની સાથે તમને કદાચ તમારી માતાની છબી પણ દેખાય એવું બની શકે.

આ પણ વાંચો: Hiraben Modi: ભૈ! તુ આખી સૃષ્ટિનો રાજા બનીશ! નરેન્દ્ર મોદી PM નહોતા ત્યારે હીરાબાએ કહી દીધેલુ

કોઈ માતાનું તપ એક સારાં મનુષ્યનું સર્જન કરે છે. તેમની લાગણી બાળકમાં માનવીય મૂલ્યો અને સંવેદના જેવા ગુણો કેળવી શકે છે. એક માતા અલગ વ્યક્તિ કે જુદું વ્યક્તિત્વ નથી, માતૃત્વ એક ગુણ છે, એક ખાસિયત છે. ઘણી વાર આપણે સાંભળીએ છીએ કે ઈશ્વરનું સર્જન તેમના ભક્તોની પ્રકૃતિ અનુસાર થાય છે. એ જ રીતે આપણે આપણી માતાઓ અને તેમનું માતૃત્વ આપણી પોતાની પ્રકૃતિ અને માનસિકતા અનુસાર અનુભવીએ છીએ.



હજુ ગઇકાલે નાના ભાઈ પ્રહલાદ મોદીની કારનો અકસ્માત

હજુ એક દિવસ પહેલા જ સમાચાર આવ્યા હતા કે પ્રધાન મંત્રી નરેંદ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી પોતાના દીકરા, પુત્ર વધુ અને પત્ની સાથે પ્રવાસે જઈ રહ્યા હતા. કર્ણાટકના  મૈસૂર નજીક બંદિપુરા તેઓ જઈ રહ્યા હોવાની માહિતી મળી છે અને આ પ્રવાસ દરમિયાન ક્ડકોલા નજીક તેઓનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેઓના પુત્ર અને પુત્રવધૂ પણ કારમાં હાજર હતા. તેઓ પોતાની ગાડી લક્ઝરી કારમાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે અકસ્માત નોંધાયો હતો.
First published:

Tags: Ahmedabad latest news, Deaths, Hiraba, PM Modi પીએમ મોદી