અમદાવાદઃ HSCમાં ફેઈલ થતા વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા

News18 Gujarati
Updated: May 15, 2018, 6:38 PM IST
અમદાવાદઃ HSCમાં ફેઈલ થતા વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા
News18 Gujarati
Updated: May 15, 2018, 6:38 PM IST
પરીક્ષાનું પરિણામ ઘણા વિદ્યાર્થીઓ માટે કરિયરનો મહત્વપૂર્ણ વળાંક સાબિત થાય છે તો ઘણા વિદ્યાર્થીઓ માટે જીવલેણ પણ નિવડી શકે છે. શહેરમાં આવી જ એક ઘટના બની છે. શહેરના નારોલ વિસ્તારમાં આવેલા વૈશાલી નગરમાં HSCબોર્ડની વિદ્યાર્થિનીએ નાપાસ થતા આત્મહત્યા કરી લીધી. મૂળ મધ્ય પ્રદેશની રહેવાસી વિદ્યાર્થિનીએ સુસાઈડ નોટ પણ લખી છે.

આ વિદ્યાર્થિનીએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે નારોલ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યાર બાદ વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો. આત્મહત્યા કરતાં પહેલા વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે પરિણામને કારણે નિરાશ હોવાને કારણે આ પગલું ભરી રહી છે તેમ જણાવ્યું હતું.
First published: May 15, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर