Home /News /ahmedabad /રખડતાં ઢોર મામલે હાઇકોર્ટે કહ્યું- કામગીરી ખૂબ જ નબળી; કરી આ ખાસ ટકોર

રખડતાં ઢોર મામલે હાઇકોર્ટે કહ્યું- કામગીરી ખૂબ જ નબળી; કરી આ ખાસ ટકોર

પ્રતિકાત્મક તસવીર

High Court On Stray Cattle: રખડતાં ઢોર મામલે હજુ પણ કકડ પગલા લેવા કોર્ટે આદેશ કર્યો છે

    અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં રખડતાં ઢોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલે હાઇકોર્ટેને પણ જાણ છે અને તેણે ફરી એક વખત મહાનગરપાલિકાની કામગીરી મામલે ટકોર કરી છે. હાઇકોર્ટે કહ્યું કે, કામગીરી ખૂબ જ નબળી જોવા મળી રહી છે. બીજી બાજુ, એડવોકેટ્સ એસોસિએશને સજેશન રજૂ કર્યા છે. ઢોરના હુમલામાં ઘવાયેલા ઘાયલોને પશુઓના માલિકો વળતર ચૂકવે. ઉપરાંત રખડતાં ઢોર માલિકોની ઓળખ કરવામાં આવે અને ઢોર માલિકો સામે પાસા કરવામાં આવે. રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી.

    કોર્ટે સરકારને પૂછ્યું છે કે, રખડતાં ઢોર મામલે લેવાયેલા બિલ અંગે શું થયું? સરકારે કહ્યું કે, હાલ કાયદો વિચાર હેઠળ છે. હાઇકોર્ટે સરકાર અને અમદાવાદ પોલીસ કમિશનરને આદેશ કર્યો છે કે, એએમસીના કર્મચારીઓ પર હુમલા અંગે સોગંધનામુ રજૂ કરો. અસામાજીક તત્વો સામે લીધે પગલાની માહિતી સાથે સોગંધનામુ રજૂ કરો. રખડતાં ઢોર મામલે હજુ પણ કકડ પગલા લેવા કોર્ટે આદેશ કર્યો છે. બીજી બાજુ, હુમલાની ઘટના ઘટાડવા દરેક પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગ વધારવા કોર્ટે જણાવ્યું હતું. આગામી સુનાવણી સુધી કડકમાં કડક પગલા લેવા કોર્ટે આદેશ કર્યો છે.

    આ પણ વાંચો: વડોદરાના દંપતિએ આઠ દિવસની બાળકીની ઓનલાઇન ખરીદી કરી

    મહત્વની વાત એ છે કે, સુનાવણી દરમિયાન અનેક મુદ્દે ચર્ચા થઇ હતી. પરંતુ સૌથી મહત્વનું સજેશન કોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા ઢોર પકડવા માટે જે ખર્ચો થાય છે તે ટેક્સપેયરના પૈસામાંથી થાય છે, પરંતુ એવી વ્યવસ્થા કરવામાં આવે કે ઢોરના માલિક પાસેથી એક ખાસ સેશ લેવામાં આવે. ઉપરાંત સજેશન કરવામાં આવ્યું કે, ઢોર પાર્ટી પર માલિકો દ્વારા હુમલા કરવામાં આવતાં હોય છે, તો તેમને ડેન્જરસ પર્સન ગણવામાં આવે અને તેમની સામે કડક પગલા લેવામાં આવે.

    સાથે જ રાજ્ય સરકારને મહત્વનું એક સૂચન એ પણ કરવામાં આવ્યું છે કે, તમામ વિભાગોનું સંકલન કરી એક વોર રૂમ તૈયાર કરવામાં આવે. જેથી ઢોર પકડવાની કામગીરી સરળતાથી થઇ શકે અને આ પ્રશ્નનો ઉકેલી શકાય તે માટે સજેશન કરવામાં આવ્યું હતું.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat hight court, Gujarat News, Stray Cattle

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन