Home /News /ahmedabad /Ahmedabad: અહી મળી રહી છે સસ્તા ભાવની ચણિયાચોળી; આટલો છે ભાવ

Ahmedabad: અહી મળી રહી છે સસ્તા ભાવની ચણિયાચોળી; આટલો છે ભાવ

હાથશાળ,

હાથશાળ, હસ્તકલા, ભરતકામ, મોતીકામ વગેરે જેવી વસ્તુઓ ઉપલબ્ધ

અહી ચણિયાચોળી, કોટિ, દુપટ્ટા, મોસલા વગેરે જોવા મળે છે. જેમાં કચ્છી વર્ક, મિરર વર્ક, રબારી વર્કમાં કારીગરી છે. જેમાં કોટિની કિંમત 300 રૂપિયાથી લઈને 1200 રૂપિયા અને ચણિયાચોળીની કિંમત 300 રૂપિયાથી લઈને 3500 રૂપિયા સુધી જોવા મળે છે.

    Parth Patel, Ahmedabad: અમદાવાદ હાટ એ હસ્તકલા હાથશાળના કારીગરોને શહેરી બજાર ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત આર્બનહાટની યોજના હેઠળ આ હાટ તૈયાર કરવામાં આવેલ છે. આ હાટ વર્ષના બારેમાસ ધમધમતું રહે છે. આ એક્ઝિબિશનનો હેતુ કારીગરોને વધુ નફો ઉપલબ્ધ થાય અને દેશના અમૂલ્ય હસ્તકલા વારસાનું જતન કરવાનો છે.

    1. જેમલ માયા મારવાડા

    તેમની પાસે પાકું ભરત, ખંભીરો, જત વર્ક, નેણ વગેરે વર્કમાં ડિઝાઈનો જોવા મળે છે. જેમાં હેન્ડલ બેગ, પર્સ, ચાકળા વગેરે જોવા મળે છે. આ સાથે ભરતકામમાં પણ રબારી, આહિર, જત, મારવાડા, બન્ની જેવા વર્ક મળી રહે છે. જેમાં કોટિ, ચણિયા, પાકીટ, કુર્તી, વોલપીસ, તોરણ પણ બનાવે છે. આ કામમાં તેમને એવોર્ડ પણ મળેલ છે.

    2. ધ્વનિ પ્રજાપતિ

    તેમની પાસે ડિઝાઈનર ચણિયા, 10-15 મીટરના ઘેરવાળા ચણિયા, ડિઝાઈનર કુર્તી, હેન્ડમેડ જ્વેલરી તથા કસ્ટમરની જરૂરિયાત મુજબ કસ્ટમાઈઝ પણ બનાવી આપે છે. તેમાં પણ કચ્છી વર્ક, આરી વર્ક, જરદોશી વર્ક, કચ્છી મિરર વર્ક વગેરે જોવા મળે છે. આ ઉપરાંત જરૂરિયાતવાળી મહિલાને રોજગારી પણ પૂરી પાડે છે.

    3. નિશા ગાંધી

    તેઓ જર્મન સિલ્વરમાં જ્વેલરીમાં વર્ક કરે છે. આ સાથે હોમમેડ જ્વેલરીમાં મોતીકામ, ઓડીકામ તથા કસ્ટમરની જરૂરિયાત મુજબ કસ્ટમાઈઝ પણ બનાવી આપે છે.

    4. પ્રવિણભાઈ હળવદિયા

    તેમની પાસે ચણિયાચોળી, કોટિ, દુપટ્ટા, મોસલા વગેરે જોવા મળે છે. જેમાં કચ્છી વર્ક, મિરર વર્ક, રબારી વર્કમાં કારીગરી છે. જેમાં કોટિની કિંમત 300 રૂપિયાથી લઈને 1200 રૂપિયા અને ચણિયાચોળીની કિંમત 300 રૂપિયાથી લઈને 3500 રૂપિયા સુધી જોવા મળે છે.

    કારીગરો પાસેથી સીધી જ ખરીદીની સુવર્ણતક મળે છે

    આ હાટમાં સમગ્ર દેશની ભવ્ય અને ભાતીગળ સંસ્કૃતિની ઓળખ કરાવતા કસબીઓ દ્વારા ઉત્પાદિત કલાકૃતિઓ તથા કારીગરો પાસેથી સીધી જ ખરીદીની સુવર્ણતક મળી રહે છે. જેમાં આ વખતે 125 થી પણ વધારે કચ્છી હસ્તકલા દર્શાવતા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.

    હાથશાળ, હસ્તકલા, ભરતકામ, મોતીકામ વગેરે જેવી વસ્તુઓ ઉપલબ્ધ

    આ મેળામાં કચ્છી ભરતકામ, બાંધણી, ચણિયાચોળી, વુલન શાલ, બ્લોક પ્રિન્ટ, અજરખ પ્રિન્ટ, પેચવર્ક, ટાંગલીયા, રોગાન પેઈન્ટિંગ, કોપરબેલ, મડ-મિરર વર્ક, પટોળા સાડી, લુડીયા કાર્વીગ વગેરે જોવા મળે છે. આ ઉપરાંત હાથશાળ, હસ્તકલા, ભરતકામ, મોતીકામ, ચર્મકામ, માટીકામ, જ્વેલરી, વાંસકામ તથા ગૃહ સુશોભનની અનેક વિવિધ ચીજ વસ્તુઓ પણ જોવા મળે છે.

    સરનામું : અમદાવાદ હાટ, વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ. આ એક્ઝિબિશનનો સમય બપોરે 12.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધીનો હોય છે.
    First published:

    Tags: Ahmedabad news, Navratri 2022, Navratri celebration

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन